________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૨૨
૧૬૮
ભાવાર્થ :
દૃષ્ટા પુરુષ અને દૃશ્ય ઘટ-પટાદિ વિષયોથી ઉપરક્ત એવું ચિત્ત સર્વ અર્થ ગ્રાહક :
પ્રસ્તુત પાતંજલયોગસૂત્ર ૪-૨૨નો અર્થ બતાવતાં પ્રથમ દૃષ્ટા કોણ છે તે બતાવે છે
દષ્ટા પુરુષ છે અને તેનાથી ઉપરક્ત=તેના સંનિધાનથી તદ્રુપતાને પામેલું ચિત્ત છે. વળી તે ચિત્ત જેમ દષ્ટાથી ઉપરક્ત છે, તેમ દશ્ય એવા વિષયથી ઉપરક્ત છે અર્થાત્ ગ્રહણ કરાયેલા વિષયના આકારના પરિણામવાળું છે. જ્યારે ચિત્ત દષ્ટા એવા પુરુષથી અને દશ્ય એવા વિષયોથી ઉપરક્ત થાય છે ત્યારે તે જ ચિત્ત બાહ્ય એવા સર્વ અર્થને ગ્રહણ કરવા સમર્થ બને છે.
આ ઉપરોક્ત કથનને દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે
―
જે પ્રમાણે નિર્મળ એવો સ્ફટિક કે નિર્મળ એવા દર્પણ વગેરે પ્રતિબિંબને ગ્રહણ કરવા સમર્થ બને છે, તે પ્રમાણે રજસ્થી અને તમથી અનિભભૂત એવું બુદ્ધિરૂપી સત્ત્વ શુદ્ધ હોવાથી પુરુષની છાયા ગ્રહણ કરવા સમર્થ બને છે, અને રજસ્ અને તમસ્ અશુદ્ધ હોવાથી પુરુષની છાયા ગ્રહણ કરવા સમર્થ બનતા નથી.
આનાથી શું પ્રાપ્ત થાય છે ? તે સ્પષ્ટ કરે છે
રજત્નો અને તમનો પરિણામ જેમાં ગૌણ થયો છે એવું સત્ત્વ અંગીપણારૂપે છે અને તેવું ચિત્ત નિશ્ચલ પ્રદીપની શિખાના આકારવાળું સદા એકરૂપપણાથી પરિણમન પામતું પુરુષની ચિત્કાયાના ગ્રહણના સામર્થ્યવાળું બને છે, આવું ચિત્ત સાધના કરીને યોગી મોક્ષ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી સંસારીજીવોમાં સદા રહે છે.
બુદ્ધિમાં પુરુષની ચિછાયાના ગ્રહણથી શું થાય છે ? તે દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે
જે પ્રમાણે લોહચુંબકના સંનિધાનમાં લોહનો ચલનભાવ આવિર્ભાવ પામે છે, એ રીતે ચૈતન્યરૂપે પુરુષના સંનિધાનમાં બુદ્ધિનું અભિવ્યંગ્ય ચૈતન્ય અભિવ્યક્ત થાય છે અર્થાત્ બુદ્ધિ અચેતન છે તોપણ ચૈતન્યના પ્રતિબિંબને કારણે બુદ્ધિમાં અભિવ્યંગ્ય ચૈતન્ય અભિવ્યક્ત થાય છે=આવિર્ભાવ પામે છે. સાંખ્યદર્શનકારના મતે બે પ્રકારની ચિત્રશક્તિ ઃ
આથી જ સાંખ્યદર્શનમાં બે પ્રકારની ચિક્તિ કહેવાય છે
(૧) નિત્યોદિતા ચિત્રશક્તિ અને (૨) અભિવ્યંગ્યા ચિત્રશક્તિ
નિત્યોદિત ચિત્ત્શક્તિ પુરુષ છે અને પુરુષના સંનિધાનથી બુદ્ધિમાં અભિવ્યક્ત થનારું ચૈતન્ય છે તે અભિવ્યંગ્ય ચિત્રશક્તિ છે.
બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે, તેથી પુરુષ બુદ્ધિમાં અત્યંત સંનિહિત છે, માટે આ અંતરંગ ચિત્ત પુરુષની ભોગ્યતાને પ્રાપ્ત કરે છે અર્થાત્ ચિત્ત પુરુષનું ભોગ્ય છે, તેમ કહેવાય છે. આ પ્રકારે પતંજલિઋષિના મતાનુસાર સાંખ્યદર્શનની માન્યતા બતાવી.