________________
૧૬૨
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૨૦-૨૧ કરે છે, અને રૂપસ્વરૂપ અર્થનું પ્રકાશન કરનારી બુદ્ધિ અન્ય બુદ્ધિથી સંવેદ્ય છે, વળી તે અન્ય બુદ્ધિ ત્રીજી બુદ્ધિથી સંવેદ્ય છે, એમ અનંત બુદ્ધિઓની પ્રાપ્તિ થશે.
વળી તે જ પુરુષને રસવિષયક અર્થનો બોધ થયો, ત્યારે તે બુદ્ધિ રસરૂપ અર્થનું પ્રકાશન કરે છે, અને રસરૂપ અર્થનું પ્રકાશન કરનારી બુદ્ધિ અન્ય બુદ્ધિથી સંવેદ્ય છે, વળી તે અન્ય બુદ્ધિ ત્રીજી બુદ્ધિથી સંવેદ્ય છે, એમ અનંત બુદ્ધિઓની પ્રાપ્તિ થાય.
આ રીતે એક પુરુષને રૂપને જ્ઞાન થયું અને પછી રસનું જ્ઞાન થયું, ત્યારે રૂપની સાથે સંબંધવાળી અનંતી બુદ્ધિઓ અને રસની સાથે સંબંધવાળી અનંતી બુદ્ધિઓના સંસ્કારો પડશે, પછી જયારે તે પુરુષ તે રૂપ અને તે રસનું સ્મરણ કરવા પ્રયત્ન કરશે, ત્યારે એક સાથે ઘણી બધી સ્મૃતિઓ ઉત્પન્ન થશે, તેથી કઈ સ્મૃતિ રૂપવિષયક છે અને કઈ સ્મૃતિ રસવિષયક છે, તેનું ગ્રહણ થશે નહિ; કેમ કે અનંતી બુદ્ધિઓમાંથી કઈ બુદ્ધિ રૂપવિષયક છે અને કઈ બુદ્ધિ રસવિષયક છે તેનો ભેદ કરવો અશક્ય છે.
આનાથી એ પ્રાપ્ત થાય છે કે, બુદ્ધિ પરપ્રકાશક છે, સ્વપ્રકાશક નથી, અને બુદ્ધિને બુધ્ધતરથી વેદ્ય સ્વીકારીએ તો સ્મૃતિ સંકર થાય. આ પ્રકારના દોષોની પ્રાપ્તિ હોવાથી બુદ્ધિ પુરુષથી વેદ્ય છે અને અર્થ બુદ્ધિથી વેદ્ય છે એમ માનવું ઉચિત છે, એ પ્રકારનો પતંજલિ ઋષિનો આશય છે. II૪-૨૦ અવતરણિકા :
ननु बुद्धेः स्वप्रकाशत्वाभावे बुद्ध्यन्तरेण चासंवेदने कथमयं विषयसंवेदनरूपो व्यवहार इत्याशङ्कय स्वसिद्धान्तमाह - અવતરણિકાર્ય :
બુદ્ધિના સ્વપ્રકાશકપણાનો અભાવ હોતે છતે અને બુäતરથી અન્યબુદ્ધિથી અસંવેદન હોતે છતે કેવી રીતે વિષયસંવેદનરૂપ આ વ્યવહાર છે ? એ પ્રકારની શંકા કરીને સ્વસિદ્ધાંતને કહે છે – ભાવાર્થ :
પાતંજલયોગસૂત્ર ૪-૧૮-૧૯માં સ્થાપન કર્યું કે, બુદ્ધિ સ્વપ્રકાશક નથી અને ૪-૨૦માં સ્થાપન કર્યું કે બુદ્ધિનું બુäતરથી=અન્યબુદ્ધિથી સંવેદન થતું નથી, તેથી પ્રશ્ન થાય કે તો પછી કઈ રીતે સંસારીજીવોને આ વિષયના સંવેદનરૂપ બોધ થાય છે તે સંગત થાય? એ પ્રકારની શંકા કરીને બુદ્ધિનું સંવેદન કઈ રીતે પુરુષને થાય છે અને તેના દ્વારા બુદ્ધિને વિષયોનું સંવેદન થાય છે એ રૂપ પોતાના સિદ્ધાંતને પાતંજલદર્શનકાર કહે છે. સૂત્ર :
चितेरप्रतिसङ्क्रमायास्तदाकारापत्तौ स्वबुद्धिसंवेदनम् ॥४-२१॥