________________
૧૫
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૨૧-૨૨ પામતી હોય તો સદા એકરૂપ રહી શકે નહિ, અને ચિતિશક્તિ સદા એકરૂપ છે, માટે અંગાંગિભાવરૂપે પરિણમન પામતી નથી.
વળી ચિતિશક્તિ સ્વપ્રતિષ્ઠિતપણાથી રહેલી છે, તેથી ગમન દ્વારા પણ બુદ્ધિરૂપે પરિણમન પામતી નથી અર્થાત્ જેમ પ્રકાશના પરમાણુઓ વિષયદેશમાં ગમન કરીને ઘટ-પટાદિ વિષયને વ્યાપીને રહે છે, તેમ ચિતિશક્તિ બુદ્ધિના સ્થાને જઈને બુદ્ધિને વ્યાપીને રહેતી નથી; કેમ કે ચિતિશક્તિ સ્વમાં પ્રતિષ્ઠિત છે. જો ચિતિશક્તિ બુદ્ધિના સ્થાને જઈને બુદ્ધિને વ્યાપીને રહેતી હોય તો સ્વમાં પ્રતિષ્ઠિત રહી શકે નહિ.
આ રીતે ચિતિશક્તિ-પુરુષ, બુદ્ધિમાં કઈ રીતે પ્રતિસંક્રમ પામે છે અને કઈ રીતે પ્રતિસંક્રમ પામતો નથી એ બતાવ્યા પછી બુદ્ધિ કઈ રીતે અર્થને ગ્રહણ કરવા સમર્થ બને છે ? તે બતાવવા અર્થે કહે છે –
જ્યારે ચિત્ત=બુદ્ધિ, દેખાથી ઉપરક્ત બને છે–દેષ્ટા એવા પુરુષરૂપ ચિતિશક્તિનો બુદ્ધિમાં પ્રતિબિંબ પડવાને કારણે બુદ્ધિ દેખાથી ઉપરક્ત બને છે, ત્યારે તે ચિત્ત સર્વ અર્થને-સર્વ બાહ્ય પદાર્થોને, ગ્રહણ કરવા સમર્થ બને છે; કેમ કે ચિત્ત દેખાથી ઉપરક્ત બને છે ત્યારે દષ્ટા એવા પુરુષથી ચિત્તનું બુદ્ધિનું, ગ્રહણ થાય છે, અને દષ્ટા એવા પુરુષથી ચિત્તનો બોધ થયેલો હોવાને કારણે પરપ્રકાશક એવું બુદ્ધિરૂપ ચિત્ત પોતાના વિષયભૂત અર્થનો-પદાર્થનો, બોધ કરવા સમર્થ બને છે.
આનાથી એ પ્રાપ્ત થાય છે કે, બુદ્ધિ પરપ્રકાશક છે અને બુદ્ધિનો પ્રકાશક દષ્ટા એવો પુરુષ છે, અને દષ્ટા એવા પુરુષથી પ્રકાશિત થયેલી બુદ્ધિ પોતાના વિષયભૂત પદાર્થને ગ્રહણ કરે છે. I૪-૨૧II અવતરણિકા :
इत्थं स्वसंविदितं चित्तं सर्वार्थग्रहणसामर्थ्येन सकलव्यवहारनिर्वाहक्षमं भवतीत्याह - અવતરણિતાર્થ :
આ રીતે પાતંજલયોગસૂત્ર ૪-૨૧માં કહ્યું એ રીતે, સ્વસંવિદિત એવું ચિત્ત અર્થાત્ આત્મા દ્વારા સંવેદન કરાયેલું એવું ચિત્ત, સર્વ અર્થના ગ્રહણના સામર્થ્યને કારણે અર્થાત્ બાહ્ય એવા ઘટપટાદિ સર્વ અર્થોને ગ્રહણ કરવાના સામર્થ્યના કારણે, સક્લવ્યવહારના નિર્વાહમાં સમર્થકલોકમાં આના ચિત્તે આ વસ્તુનો બોધ કર્યો ઇત્યાદિ જે વ્યવહાર થાય છે તે વ્યવહારનાં નિર્વાહ કરવા માટે સમર્થ થાય છે, એને કહે છે – સૂત્ર :
द्रष्टदृश्योपरक्तं चित्तं सर्वार्थम् ॥४-२२॥