________________
૧૬૪
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૨૧ અને ગમન દ્વારા બુદ્ધિથી અસંકીર્ણ છે, તેથી અર્થથી બુદ્ધિમાં પ્રતિબિંબરૂપે ચિતિશક્તિ હોવાથી બુદ્ધિથી ચિતિશક્તિ સંકીર્ણ છે, એમ ફલિત થાય છે. | ચિતિશક્તિ પરિણામ-પરિણામી ભાવરૂપે બુદ્ધિથી અસંકીર્ણ કેમ છે? તે દૃષ્ટાંતથી બતાવે છે–
જેમ ઘટમાં રહેલા ઘટના રૂપાદિ ગુણો પરિણામ-પરિણામભાવરૂપે વર્તે છે, ત્યારે ઘટરૂપતાની જેમ પામે છે અર્થાત્ ઘટમાં રહેલ શ્યામરૂપ ઘટ પક્વ બને છે ત્યારે રક્તસ્વરૂપ બને છે, તેથી ઘટના રક્તગુણ પરિણામ-પરિણામીભાવરૂપ છે અર્થાત્ ઘટ પરિણામી છે અને પરિણામી એવો ઘટ શ્યામરૂપમાંથી રક્તરૂપે પરિણમન પામે છે, તે વખતે અંગી એવા ઘટરૂપતાની જેમ તે રક્તરૂપ પ્રાપ્ત થાય છે અર્થાત્ પૂર્વમાં અંગી એવા ઘટરૂપપણાસ્વરૂપ જે શ્યામરૂપ હતું તે હવે ઘટરૂપપણાની જેમ રક્તસ્વરૂપે પ્રાપ્ત થાય છે.
અંગાગિભાવથી તેની જેમ ચિતિશક્તિ બુદ્ધિરૂપે પરિણમન પામતી નથી અર્થાત્ જેમ ઘટમાં રક્તરૂપ અંગાંગિભાવરૂપે પરિણમન પામે છે તેમ બુદ્ધિમાં ચિતિશક્તિ પુરુષ, અંગાગિભાવરૂપે પરિણમન પામતો નથી.
આનાથી એ ફલિત થાય છે કે, જે વસ્તુના જે ગુણો હોય તે સર્વ ગુણો રૂપાંતર પામે છે, ત્યારે અંગીમાં ઉપસક્રમ પામે છે, તેમ ચિતિશક્તિ બુદ્ધિમાં ઉપસંક્રમ પામતી નથી. ગમન દ્વારા આલોકના પરમાણુઓ જેમ વિષયને વ્યાપીને રહે છે, તેમ ચિતિશક્તિથી બુદ્ધિ અવ્યાત :
પ્રકાશના પરમાણુઓ પ્રકાશક વસ્તુમાંથી પ્રસરતા ઘટ-પટાદિ વિષયને વ્યાપીને રહે છે, પરંતુ ઘટ-પટાદિરૂપે પરિણમન પામતા નથી, તેમ ચિતિશક્તિ પણ પોતાના સ્થાનથી ગમન કરીને બુદ્ધિને વ્યાપીને રહેતી નથી.
આ રીતે ચિતિશક્તિ-પુરુષ, બુદ્ધિ સાથે અંગાંગિભાવરૂપે પરિણમન પામતો નથી, અને બુદ્ધિના ક્ષેત્રમાં આવીને બુદ્ધિને વ્યાપીને રહેતો નથી, તેથી આ બે અપેક્ષાએ ચિતિશક્તિ પુરુષ, અન્યથી= બુદ્ધિથી, અસંકીર્ણ છે.
આ બે પ્રકારે અપ્રતિસંક્રમ કહેવાથી અર્થથી એ પ્રાપ્ત થાય છે કે, કોઈ અન્ય પ્રકારે ચિતિશક્તિનો પ્રતિસંક્રમ છે તેથી જેમ જલમાં ચંદ્ર પ્રતિબિંબરૂપે પ્રતિસંક્રમ પામે છે, પરંતુ અંગાંગિભાવરૂપે કે ગમન દ્વારા જલમાં ચંદ્ર પ્રતિસંક્રમ પામતો નથી, તેમ ચિતિશક્તિ પણ પુરુષ પણ, નિર્મળ એવી બુદ્ધિમાં પ્રતિબિંબરૂપે પ્રતિસકમ પામે છે, પરંતુ અંગાંગિભાવરૂપે કે ગમન દ્વારા પ્રતિસંક્રમ પામતો નથી. પાતંજલમતાનુસાર ચિતિશક્તિ અંગાંગિભાવ કે ગમન દ્વારા પરિણમન પામતી નથી, તેમાં યુક્તિઃ
ચિતિશક્તિ સદા એકરૂપે વ્યવસ્થિત છે, તેથી અંગાંગિભાવરૂપે પરિણમન પામતી નથી અર્થાત જેમ ઘટમાં રહેલ શ્યામરૂપ રક્તરૂપે પરિણમન પામે છે, તેમ જો ચિતિશક્તિ બુદ્ધિરૂપે પરિણમન