________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૨૦
ભાવાર્થ :
ચિત્ત સ્વઆભાસ=સ્વપ્રકાશક, નથી એ પ્રમાણે પાતંજલયોગસૂત્ર ૪-૧૮માં યુક્તિથી સ્થાપન કર્યું અને તેનાથી સિદ્ધ કર્યું કે, ચિત્ત દૃષ્ટાથી વેદ્ય છે, તેથી ચિત્તનો ગ્રહીતા પુરુષ છે, તેમ સિદ્ધ થાય છે. ત્યાં કોઈ કહે છે કે, ચિત્ત સ્વપ્રકાશક ભલે ન હોય; કેમ કે દશ્ય છે, તોપણ અર્થને ગ્રહણ કરનારું ચિત્ત ચિત્તાંતરથી દશ્ય સ્વીકારી શકાશે, માટે દશ્ય એવા ચિત્તનું વેદન કરનાર દષ્ટાને માનવાની જરૂર નથી. તેનું નિરાકરણ કરવા અર્થે કહે છે
૧૬૧
બુદ્ધિનું વેદન અન્ય બુદ્ધિથી માનવામાં અનવસ્થા દોષની પ્રાપ્તિ :
જો ઘટ-પટાદિને ગ્રહણ કરનાર બુદ્ધિ બુદ્ધંતરથી=અન્ય બુદ્ધિથી વેદન થાય છે, તેમ સ્વીકારીને દષ્ટા એવો પુરુષ નથી, તેમ સ્વીકારીએ, તો ઘંટ-પટાદિને ગ્રહણ કરનારી બુદ્ધિ જેમ સ્વયં બોધવાળી નથી, તેમ બુદ્ધિને ગ્રહણ કરનારી બુધ્વંતર પણ=બીજી બુદ્ધિ પણ, સ્વયં બોધવાળી નથી, તેથી તેને પ્રકાશન કરવા માટે ત્રીજી બુદ્ધિની કલ્પના કરવી પડશે, અને તે ત્રીજી બુદ્ધિને ગ્રહણ કરનારી ચોથી બુદ્ધિની કલ્પના કરવી પડશે. આ રીતે અનવસ્થાની પ્રાપ્તિ છે, તેથી પુરુષના આયુષ્યથી પણ અર્થની પ્રતીતિ થશે નહિ.
અહીં પ્રશ્ન થાય કે, ઘટ-પટાદિને ગ્રહણ કરનારી બુદ્ધિને ગ્રહણ કરવા માટે બીજી બુદ્ધિની આવશ્યકતા છે, અને બીજી બુદ્ધિને ગ્રહણ કરવા માટે ત્રીજી બુદ્ધિની આવશ્યકતા છે, એ રીતે અનવસ્થાની પ્રાપ્તિ થાય, તોપણ પ્રથમબુદ્ધિથી અર્થની પ્રતીતિ થવાથી પૂર્ણ આયુષ્યથી પણ પુરુષને અર્થની પ્રતીતિ થશે નહિ તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે -
અપ્રતીત એવી બુદ્ધિ હોતે છતે અર્થ પ્રતીત થતો નથી.
આશય એ છે કે, જ્યાં સુધી બુદ્ધિનું સંવેદન થાય નહિ ત્યાં સુધી તે બુદ્ધિ અર્થની પ્રતીતિ કરી શકે નહિ અને બુદ્ધિનું સંવેદન કરવા માટે અન્ય બુદ્ધિની કલ્પના કરવાથી અનંતી બુદ્ધિઓની કલ્પના કરવી પડે છે, અને જ્યાં સુધી તે સર્વ બુદ્ધિઓ દ્વારા પૂર્વ પૂર્વની બુદ્ધિનું સંવેદન થાય નહિ, ત્યાં સુધી પ્રથમની બુદ્ધિ અર્થની પ્રતીતિ કરી શકે નહિ અને અર્થની પ્રતીતિ તો થાય છે, તેથી નક્કી થાય છે કે, અર્થની પ્રતીતિ કરનાર બુદ્ધિ છે, અને તે બુદ્ધિની પ્રતીતિ કરનાર પુરુષ છે, પરંતુ અન્ય બુદ્ધિ નથી. એ પ્રકારનો પતંજલિઋષિનો આશય છે.
વળી અર્થનું સંવેદન કરનારી બુદ્ધિને અન્ય બુદ્ધિ દ્વારા દશ્ય સ્વીકારીએ તો અનવસ્થા દોષની પ્રાપ્તિ બતાવી અને તેનાથી ઘટ-પટાદિ અર્થની પ્રતીતિ થઈ શકે નહિ તેમ બતાવ્યું. હવે ઘટ-પટાદિ અર્થને જાણનારી બુદ્ધિ અન્ય બુદ્ધિથી સંવેદન થાય છે, તેમ સ્વીકારીએ તો સ્મૃતિસંકર દોષ પણ પ્રાપ્ત થાય છે, તે બતાવે છે
બુદ્ધિનું વેદન અન્ય બુદ્ધિથી માનવામાં સ્મૃતિશંકરદોષની પ્રાપ્તિ ઃ
જેમ કોઈ પુરુષને રૂપવિષયક પદાર્થનો બોધ થયો, ત્યારે તે બુદ્ધિ રૂપસ્વરૂપ અર્થનું પ્રકાશન