________________
૧૧૫
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૪ અવતરણિકા :
यदा साक्षात्कृततत्त्वस्य योगिनो युगपत् कर्मफलभोगायाऽऽत्मीयनिरतिशयविभूत्यनुभावाद्युगपदनेकशरीरनिर्मित्सा जायते तदा कुतस्तानि चित्तानि प्रभवन्तीत्याह - અવતરણિકાર્ય :
જ્યારે સાક્ષાત્કાર કરેલ તત્ત્વવાળા યોગીને એક સાથે કર્મફળના ભોગ માટે પોતાનામાં નિરતિશય વિભૂતિનો અનુભાવ હોવાથી એકી સાથે અનેક શરીરના નિર્માણની ઇચ્છા થાય છે ત્યારે શેનાથી તે ચિત્તો અર્થાત્ તે તે શરીરમાં વર્તતા જુદા જુદા ચિત્તો, પ્રભવ પામે છેઃઉત્પન્ન થાય છે, એને કહે છે – ભાવાર્થ :
પ્રસ્તુત કૈવલ્યપાદ છે, જે યોગીને શાસ્ત્રના અધ્યયનથી સ્પષ્ટ બોધ થયો છે કે, આત્માનું કેવલપણું એ આત્માની સુંદર અવસ્થા છે એવા સાક્ષાત્કૃતતત્ત્વવાળા યોગીને આત્માના કેવલ્યરૂપ મુક્તિની ઇચ્છા થાય છે.
પાતંજલમતાનુસાર કર્મો ભોગવ્યા વગર નાશ પામતા નથી, તેથી તે યોગીને અનેક ભવોથી અર્જિત–ઉપાર્જિત કરેલ, અને અનેકભવોની પ્રાપ્તિના કારણ એવા કર્મના ફળને એક સાથે ભોગવવાની ઇચ્છા થાય છે અને તે યોગીને જણાય છે કે, મારામાં તેવી અતિશય વિભૂતિરૂપ અનુભાવ છે કાર્ય છે અર્થાત્ યોગસાધનાથી મારામાં તેવી અતિશય વિભૂતિ પ્રગટેલી છે કે જેથી એકી સાથે અનેક શરીર કરીને સર્વ કર્મોનો નાશ કરી શકું, તેથી તે યોગીને એકી સાથે અનેક શરીરના નિર્માણની ઇચ્છા થાય છે અને તે યોગી એકી સાથે અનેક શરીર બનાવે તો તે દરેક શરીરમાં જુદા જુદા ચિત્તોની આવશ્યકતા રહે, કેમ કે તે ચિત્તના બળથી તે શરીરનો સંચાર તે યોગી કરી શકે, તેથી પ્રશ્ન થાય છે કે જયારે યોગી એકી સાથે અનેક શરીરનું નિર્માણ કરે ત્યારે તે સર્વ શરીરમાં જુદા જુદા ચિત્તો શેનાથી પ્રગટ થાય છે ? તે બતાવવા માટે પતંજલિ ઋષિ કહે છે. સૂત્રઃ
निर्माणचित्तान्यस्मितामात्रात् ॥४-४॥ સૂત્રાર્થ
અમિતામાત્રથી નિર્માણ ચિત્તો થાય છે. l૪-૪ll ટીકા :
‘निर्माणेति'-योगिनः स्वयं निर्मितेषु कायेषु यानि चित्तानि तानि मूलकारणादस्मितामात्रादेव तदिच्छया प्रसरन्ति अग्नेविस्फुलिङ्गा इव युगपत् परिणमन्ति ॥४-४॥