________________
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૭-૮
૧૨૧ સ્વાધ્યાયાદિવાળા વિચક્ષણ પુરુષોને હોય છે. કૃષ્ણ કર્મ નારકીઓને હોય છે, શુક્લ કૃષ્ણ કર્મ મનુષ્યોને હોય છે, વળી સંન્યાસવાના યોગીઓને ત્રણ પ્રકારના કર્મથી વિપરીત કર્મ હોય છે, ફળત્યાગના અનુસંધાનથી જ અનુષ્ઠાન હોવાના કારણે જે જે કર્મ કાંઈ ફળનો આરંભ કરતું નથી. II૪-૭ll ભાવાર્થ : પાતંજલમતાનુસાર અયોગીઓ અને યોગીના કર્મનું સ્વરૂપ :
પાતંજલમતાનુસાર અયોગીઓને ત્રણ પ્રકારનું કર્મ હોય છે. જે જીવો યાગ, ધ્યાન, તપ, સ્વાધ્યાય આદિ કરે છે તે જીવોને શુભફળને આપનારું શુક્લ કર્મ હોય છે. તેથી એ પ્રાપ્ત થાય છે કે, ધર્મના ઉચિત અનુષ્ઠાનો કરનારા જીવો જે કૃત્યો કરે છે તે સર્વ શુભ ફળને આપનારા હોવાથી શુક્લ કર્મ છે.
વળી જેઓ બ્રહ્મહત્યાદિ અશુભકૃત્યો કરે છે, તે સર્વ અશુભફળને આપનારા કૃષ્ણ કર્મ છે અને આવું કૃષ્ણ કર્મ નારકીઓને પ્રચુર પ્રમાણમાં હોય છે.
વળી ઉભયસંકીર્ણ ત્રીજું શુક્લકૃષ્ણ કર્મ છે. જેમ – કેટલાક જીવો દાન, તપ વગેરે શુભ કૃત્યો પણ કરે છે અને સંસારના આરંભ - સમારંભાદિ પણ કરે છે, તેવા જીવોને ઉભયસંકીર્ણ એવું શુક્લકૃષ્ણ કર્મ હોય છે.
વળી સંન્યાસવાળા એવા યોગીઓને આ ત્રણે પ્રકારના કર્મોથી વિપરીત કર્મો હોય છે. કેમ વિપરીત કર્મો હોય છે તે રાજમાર્તડકાર સ્પષ્ટ કરે છે –
ફળ ત્યાગના અનુસંધાનથી તેઓ અનુષ્ઠાન કરે છે, તેથી તેઓનું અનુષ્ઠાન કોઈ ફળનો આરંભ કરતું નથી. આનાથી એ ફલિત થાય છે કે, સંન્યાસવાળા યોગીઓ અનાશય કર્મવાળા હોય છે અર્થાત્ કોઈ કૃત્યો કરતા હોય તે કૃત્યના ફળની આશંસા વગર તે ઉચિતકૃત્યો કરે છે. II૪-oll અવતરણિકા :
अस्यैव कर्मणः फलमाह - અવતરણિયાર્થ:
આ જ કર્મોનું પાતંજલ યોગસૂત્ર ૪-૬માં કહયું કે, યોગીથી ઇતરને ત્રણ પ્રકારનું કર્મ હોય છે એ જ કર્મોનું, ફળ કહે છે – સૂત્ર :
ततस्तद्विपाकानुगुणानामेवाभिव्यक्तिर्वासनानाम् ॥४-८॥ સૂત્રાર્થ :
તેનાથી પૂર્વસૂત્રમાં અયોગીજીવોના ત્રણ પ્રકારના કર્મો કહ્યા તેને કારણે જે ઉત્તરનો ભવ