________________
૧૩૬
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૧૨ની ઉપા. મ.સા.ની ટિપ્પણી અર્થ :
દ્રવ્યપર્યાય....સતસT I દ્રવ્ય-પર્યાયરૂપે જ અધ્વત્રયનો-ત્રણ માર્ગનો, સમાવેશ ઘટે છે, અન્યથા નહીં ચિત્તરૂપી ધર્મીમાં જે અધ્વત્રિયનો=અતીત, અનાગત અને વર્તમાનરૂપ ત્રણ માર્ગનો, સમાવેશ પતંજલિઋષિ સ્વીકારે છે તે ચિત્તને દ્રવ્યરૂપ અને ધર્મોને પર્યાયરૂપ સ્વીકારવાથી જ ધર્મોના અતીત, અનાગત અને વર્તમાનરૂપ ત્રણ અધ્વ=ત્રણ માર્ગ, ઘટે છે અન્યથા ઘટે નહીં, કેમ કે નિમિત્તવડે સ્વરૂપભેદનો અનાગત અધ્વમાં રહેલા ભાવોનું અનુષ્ઠાનરૂપ નિમિત્ત વડે વર્તમાનીકરણરૂપ સ્વરૂપભેદનો, પર વડે પણ અવશ્ય આશ્રણીયપણું છે અને તે રીતે દ્રવ્ય, પર્યાયરૂપ અધ્વત્રય સ્વીકાર્યો તે રીતે, અભાવનું પણ વર્તમાનમાં અતીત અનાગત ધર્મોના અભાવનું પણ, અભૂત્વરૂપે અભાવ નથી=સર્વથા અસત્ થવારૂપે અભાવ નથી, આથી પર્યાય-દ્રવ્યસ્વરૂપ દ્વારા સ્યાદ્વાદ જયુક્ત છે; કેમ કે અન્યથા પર્યાયદ્રવ્યરૂપ સ્યાદ્વાદ ન સ્વીકારવામાં આવે અને દ્રવ્યરૂપે ચિત્ત અન્વયી છે માટે ત્રિકાળવિષયવાનું છે તેમ ધર્મો પણ ત્રિકાળવિષયવાળા છે તેમ સ્વીકારવામાં આવે તો, પ્રતિનિયત વચનવ્યવહાર આદિની અનુપપત્તિ છે અર્થાત્ આ અનુભવ છે, આ વાસના છે, આ સ્મૃતિ છે એ પ્રકારનાં પ્રતિનિયત વ્યવહારઆદિની અનુપપત્તિ છે, એ પ્રકારે વળી બુદ્ધિમાન પુરુષે શ્રદ્ધા કરવી જોઈએ. ભાવાર્થ:
પાતંજલદર્શનકાર સત્કાર્યવાદને સ્વીકારે છે, અસત્કાર્યવાદને સ્વીકારતા નથી, તેથી ચિત્તરૂપ ધર્મીમાં રહેલા ધર્મો તે તે નિમિત્તથી અનુભવરૂપે આવિર્ભાવ પામે છે, ત્યાર પછી તે અનુભવ વાસનારૂપે પરિણમન પામે છે ત્યારે તે અનુભવ અતીત અધ્વમાં પ્રવેશ પામે છે અને વાસના વર્તમાન અધ્વમાં આવે છે. વાસના સ્મૃતિરૂપે પરિણમન પામે છે ત્યારે સ્મૃતિ વર્તમાન અધ્વમાં આવે છે અને અનુભવ વાસના, સ્મૃતિ આદિ ધર્મોને પણ સૈકાલિક સ્વીકારે છે તે કથન સર્વથા યુક્ત નથી તે બતાવવા માટે પૂજય ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજ કહે છે – નિમિત્ત વડે સ્વરૂપભેદનું પાતંજલદર્શનકાર વડે આશ્રયણીયપણું હોવાથી દ્રવ્ય-પર્યાયસ્વરૂપે અધ્વત્રિયનો સમાવેશ યુક્ત ઃ
દ્રવ્ય-પર્યાયસ્વરૂપે જ અધ્વત્રયનો ત્રણ માર્ગનો સમાવેશ ઘટે છે અર્થાત્ પર્યાયસ્વરૂપે રહેલા ચિત્તના ધર્મો દ્રવ્યસ્વરૂપે ત્રણેય કાળમાં છે અને પર્યાયસ્વરૂપે જે કાળમાં જે ધર્મ વિદ્યમાન છે તે જ ધર્મ છે તેમ સ્વીકારવાથી ઘટે છે, અન્યથા ઘટે નહીં=જેમ પાતંજલદર્શનકાર સ્વીકારે છે તે રીતે ઘટે નહીં; કેમ કે વર્તમાન અધ્વમાં રહેલ પર્યાય અતીત અધ્વમાં પર્યાયરૂપે નથી, દ્રવ્યરૂપે જ છે અને અનાગત અધ્વમાં રહેલ પર્યાય પણ વર્તમાન અધ્વમાં પર્યાયરૂપે નથી પરંતુ ચિત્તદ્રવ્યરૂપે જ છે, તેમ માનવાથી સંગત થાય છે.
કેમ દ્રવ્ય-પર્યાયરૂપે અધ્વત્રયનો સમાવેશ થઈ શકે ? તેમાં હેતુ કહે છે – નિમિત્ત વડે સ્વરૂપભેદનું પરવડે આશ્રયણીયપણું છે. આશય એ છે કે, અનુષ્ઠાન કરનાર પુરુષ અનુષ્ઠાનના નિમિત્તે જે અનાગત અધ્વમાં રહેલ ધર્મને વર્તમાનરૂપે કરે છે તે વર્તમાની કરણરૂપ