________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૧૦ની ઉપા. મ.સા.ની ટિપ્પણી | સૂત્ર-૧૮ ૧૫૫ કેવલજ્ઞાનમાં શક્તિવિશેષ હોવાને કારણે વિષયોનું સદા સંનિહિતપણું હોવાથી જ્ઞાનાવચ્છેદકપણાથી શેયરૂપ વિષયોનું સદા જ્ઞાતપણું અબાધિત :
આથી જ શબ્દાદિનું ક્યારેક સંનિધાન હોવાના કારણે જ્ઞાતાજ્ઞાતત્વ છે આથી જ, કેવલજ્ઞાનમાં સંપૂર્ણ આવરણનું વિગમન થયેલ હોવાથી એવી શક્તિવિશેષ છે કે, જેથી જોય વિષયોનું સદા કેવલજ્ઞાનમાં સંનિધાન રહે છે, તેના કારણે કેવળીને જ્ઞાનાવચ્છેદકપણાથી વિષયોનું સદા જ્ઞાતપણે અબાધિત છે.
આશય એ છે કે, કેવલીના આત્મામાં કેવલજ્ઞાન છે અને કેવલજ્ઞાન નિરાવરણ હોવાથી જગવર્તી સર્વ જ્ઞેય પદાર્થો કેવલજ્ઞાનમાં સદા ભાસે છે, તેથી વિષયોનું કેવલજ્ઞાનમાં સંનિધાન છે અને કેવલજ્ઞાનમાં સદા જે વિષયો જ્ઞાત છે, તેમાં રહેલું જ્ઞાતત્વ જ્ઞાનાવચ્છેદત્વથી છે અર્થાત્ કેવલીનું જ્ઞાન તે જ્ઞાતત્વનું અવચ્છેદક છે.
આનાથી એ પ્રાપ્ત થાય છે કે, કેવલીના આત્મામાં કેવલજ્ઞાન છે અને કેવલજ્ઞાનમાં વિષયો સદા પ્રતિભા સમાન છે, તેથી સ્વપ્રતિભાસક–સંબંધથી વિષયો કેવલજ્ઞાનમાં રહેલા છે અને કેવલજ્ઞાન તે વિષયોનો અવચ્છેદક છે, તેથી કેવલજ્ઞાનમાં જ્ઞાનાવચ્છેદકત્વ છે અને જ્ઞાનાવચ્છેદકત્વથી તે સર્વ વિષયો કેવલીને સદા જ્ઞાત છે, તેથી તે વિષયોમાં જ્ઞાનાવચ્છેદકત્વથી સદા જ્ઞાતપણે અબાધિત છે. એ પ્રકારનો પરમેશ્વરના પ્રવચનનો પ્રસિદ્ધ માર્ગ છે. પરંતુ સંસારીજીવોમાં વર્તતું જ્ઞાન તો વ્યંજનાવગ્રહાદિરૂપ હોવાના કારણે જ્ઞાત-અજ્ઞાત છે માટે આત્મા બુદ્ધિરૂપ ચિત્તમાં સદા પ્રતિબિંબિત છે તેમ પાતંજલદર્શન કહે છે તે સ્વીકારીએ તેથી ચિત્તનું સદા જ્ઞાતપણું સિદ્ધ થાય તો પણ આત્મા અવશ્ય પરિણામી સિદ્ધ થાય છે, કેમ કે વ્યંજનાવગ્રહાદિથી કંઈક જ્ઞાન થાય છે તે વખતે કંઈક અજ્ઞાન વર્તે છે તેથી ક્રમસર અન્ય અન્ય જ્ઞાનની પ્રતીતિ છે માટે જ્ઞાનના અન્ય અન્ય પરિણામને કારણે આત્મા પરિણામી છે. અવતરણિકા:
ननु चित्तमेव यदि सत्त्वोत्कर्षात्प्रकाशकं तदा स्वपरप्रकाशकत्वादात्मानमर्थं च प्रकाशयतीति तावतैव व्यवहारसमाप्तेः किं ग्रहीत्रन्तरेणेत्याशङ्कामपनेतुमाह - અવતરણિકાર્ય :
જો સત્ત્વના ઉત્કર્ષને કારણે સત્ત્વ, રજસ્ અને તમગુણમાંથી સત્ત્વના ઉત્કર્ષને કારણે, ચિત્ત જ પ્રકાશક છે તો સ્વ-પર પ્રકાશકપણું હોવાથી–ચિત્તનું સ્વ-પર પ્રકાશકપણું હોવાથી, પોતાને અને અર્થને અર્થાત્ ચિત્ત પોતાને અને બાહ્ય વિષયોને પ્રકાશન કરે છે એથી તેટલાથી રૂચિત્તને સ્વીકારવા માત્રથી, વ્યવહારની સમાપ્તિ હોવાને કારણે=દેખાતા અનુભવની સંગતિ હોવાના કારણે, અન્ય ગ્રહીતા ગ્રહણ કરનાર વડે શું ? ચિત્તના ગ્રહીતા ચિત્તથી અન્ય એવા પુરુષના સ્વીકાર વડે શું ? એ પ્રકારની શંકાને દૂર કરવા માટે કહે છે –