________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ / સૂત્ર-૧૭ / સૂત્ર-૧૭ની ઉપા. મ.સા.ની ટિપ્પણી
૧૫૩
જ્ઞાત નથી પરંતુ સદાકાળ જ્ઞાત છે; કેમ કે પુરુષ ચિદ્રુપપણારૂપે અપરિણામી છે. આનાથી એ પ્રાપ્ત થાય કે પુરુષ ચિદ્રુપપણાથી અપરિણામી છે માટે ચિત્તની વૃત્તિઓ પુરુષને સદા જ્ઞાત છે. જો પુરુષને પરિણામી સ્વીકારવામાં આવે તો ચિત્તની વૃત્તિઓ સદા જ્ઞાત સંભવે નહીં. આ પ્રકારનું પતંજલિઋષિનું કહેવાનું તાત્પર્ય છે.
પાતંજલમતાનુસાર પુરુષ ચિત્તૂપ છે અને સદા ચિછાયારૂપે પ્રકૃતિમાં અધિષ્ઠાતારૂપે વ્યવસ્થિત છે અને તે વખતે જે અંતરંગ નિર્મળ એવું સત્ત્વ=ચિત્ત, છે તે પણ સદા વ્યવસ્થિત છે. તે ચિત્ત જે અર્થથી=પદાર્થથી, ઉપરક્ત થાય છે અર્થાત્ ચિત્ત જે જે અર્થોને ગ્રહણ કરે છે, તે તે અર્થોનો આકારરૂપે પરિણમન પામે છે, અને તે વખતે તેવા પ્રકારના ઘટ-પટાદિ દશ્યની છાયા ચિત્તમાં સંક્રમ પામે છે, તેથી તે ચિત્તમાં સદા જ્ઞાતત્વ સિદ્ધ થાય છે અર્થાત્ ચિત્ત કોઈ ક્ષણમાં જ્ઞાન વગરનું નથી, પરંતુ સદા જ્ઞાનવાળું છે તેમ સિદ્ધ થાય છે.
હવે જો આત્મા પરિણામી હોય તો ક્યારેક આત્માની ચિછાયાનો સંક્રમ થાય અને ક્યારેક આત્માની ચિછાયાનો સંક્રમ ન થાય, તેથી ચિત્તમાં સદા જ્ઞાતત્વ પ્રાપ્ત થાય નહિ.
પતંજલિઋષિનો આશય એ છે કે, ચિત્તની જે (૧) પ્રમાણ=યથાર્થજ્ઞાન, (૨) ભ્રમ, (૩) વિકલ્પ, (૪) નિદ્રા અને (૫) સ્મૃતિ એ ચિત્તની પાચે વૃત્તિઓ જ્ઞાનસ્વરૂપ છે, અને સંસારી જીવોને અનુભવ છે કે, આપણું ચિત્ત આ પાંચ વૃત્તિઓમાંથી કોઈને કોઈ વૃત્તિવાળું સદા હોય છે, તેથી ચિત્તનું સદા જ્ઞાતપણું છે, અને ચિત્ત પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલું છે અને તે જડ છે, તેથી ચિત્તનો જ્ઞાન સ્વભાવ નથી, છતાં તે નિર્મળ ચિત્તમાં બાહ્ય પદાર્થો સદા જ્ઞાત હોય છે, તેનું કારણ ચૈતન્યસ્વરૂપ પુરુષની છાયા સદા ચિત્તમાં પડે છે. જો પુરુષ પરિણામી હોય તો ચિત્તમાં ક્યારેક પુરુષની છાયા પડે અને ક્યારેક પુરુષની છાયા ન પડે, અને જ્યારે ચિત્તમાં પુરુષની છાયા ન પડે ત્યારે જડ એવું ચિત્ત જ્ઞેયનું જ્ઞાન કરી શકે નહિ, તેથી ચિત્તમાં શેય પદાર્થનું જ્ઞાતપણું સદા સંગત થાય નહિ, અને સંસારી જીવોના ચિત્તમાં શેયનું જ્ઞાતપણું સદા દેખાય છે, તેથી અનુમાન થાય છે કે જે પુરુષની ચિચ્છાયાથી ચિત્તમાં સદા જ્ઞાતપણું છે, તે પુરુષ અપરિણામી છે. II૪-૧૭||
(જુઓ પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા-૧૧, શ્લોક-૧૩, પૃ. ૪૮ થી ૫૨, ગીતાર્થગંગાથી પ્રકાશિત શબ્દશઃ વિવેચન) પાતંજલયોગસૂત્ર ૪-૧૦ ઉપર પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબની ટિપ્પણરૂપ
વ્યાખ્યા:
[य.] व्याख्या- ज्ञानरूपस्य चित्तस्यात्मनि धर्मिताऽपरिणामः सदा सन्निहितत्वेन तस्य सदाज्ञातत्वेऽप्यनुपपन्नः शब्दादीनां कादाचित्कसन्निधानेनैव व्यञ्जनावग्रहादिलक्षणेन ज्ञाताज्ञातत्वसम्भवात्, अत एव केवलज्ञाने शक्तिविशेषेण विषयाणां सदा सन्निधानाद् ज्ञानावच्छेदकत्वेन तेषां सदाज्ञातृत्वमबाधितमिति तु पारमेश्वरप्रवचनप्रसिद्धः पन्थाः ॥