________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૧૬-૧૭
૧૫૧ પોતાનો આકાર સમર્પણ કરતાં નથી તે અર્થોનું જ્ઞાન થતું નથી, તેથી જ્ઞાન પ્રકાશક હોવા છતાં સર્વ અર્થોને ગ્રહણ કરતું નથી પરંતુ ઇન્દ્રિયો દ્વારા જે અર્થ પોતાનો આકાર ચિત્તમાં સમર્પણ કરે છે તે વિષયનું જ જ્ઞાન થાય છે. માટે સર્વ પ્રકાશ્ય અર્થનું જ્ઞાન થતું નથી, એમ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. પૂર્વમાં અનુભૂત અર્થવિષયક સદેશાદિ અર્થ ઇન્દ્રિય સન્મુખ પ્રાપ્ત થાય તો પૂર્વના અનુભૂત સંસ્કારોનો ઉદ્ધોધ થવાથી તે અર્થમાં સ્મૃતિ :
વળી સ્મૃતિમાં પણ પૂર્વમાં અનુભૂત સદેશાદિ અર્થ ક્યારેક સદેશ અર્થ તો ક્યારેક અત્યંત વિદેશ અર્થ, ઇન્દ્રિય સન્મુખ પ્રાપ્ત થાય તો પૂર્વના અનુભૂત સંસ્કારોનો ઉદ્ધોધ થાય છે, તેથી તે અર્થની સ્મૃતિ થાય છે, અન્ય અર્થની સ્મૃતિ થતી નથી, માટે સર્વ પ્રકાશ્ય અર્થની સ્મૃતિ થતી નથી તેમ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. II૪-૧છા અવતરણિકા :
यद्येवं प्रमाताऽपि पुरुषो यस्मिन् काले नीलं वेदयते न तस्मिन् काले पीतं, अतः चित्तसत्त्वस्यापि कदाचित्(कथञ्चित्), ग्रहीतृरूपत्वादाकारग्रहणे परिणामित्वं प्राप्तमित्याशङ्कां परिहर्तुमाह - અવતરણિકાર્ય :
પ્રમાતા એવો પણ પુરુષ જો આ રીતે પાતંજલયોગસૂત્ર ૪-૧૬માં કહ્યું એ રીતે જે કાળમાં નીલનું વેદન કરે છે તે કાળમાં પીતનું વેદન કરતો નથી, આથી ચિત્તસત્ત્વનું પણ, કોઈ રીતે ગ્રહીતૃરૂપપણું હોવાથી આકારગ્રહણમાં ચિત્તમાં પડેલા આકારના ગ્રહણમાં, પરિણામીપણું પ્રાપ્ત થયું પ્રમાતા એવા પુરુષનું પરિણામીપણું પ્રાપ્ત થયું, એ પ્રકારની આશંકાના પરિહાર માટે કહે છે – સૂત્ર :
सदा ज्ञाताश्चित्तवृत्तयस्तत्प्रभोः पुरुषस्यापरिणामित्वात् ॥४-१७॥ સૂત્રાર્થ :
પુરુષનું અપરિણામીપણું હોવાથી તેના પ્રભુ એવા પુરુષની ચિત્તના પ્રભુ એવા પુરુષની અર્થાત ચિત્તના ગ્રહીતા એવા પુરુષની ચિત્તનું ગ્રહણ કરનાર એવા પુરુષની, ચિત્તવૃત્તિઓ સદા સર્વકાળ જ, જ્ઞાત છે અર્થાત જ્ઞાનનો વિષય છે. ll૪-૧૭ll ટીકા : ___ 'सदेति'-या एताश्चित्तस्य प्रमाणविपर्ययादिरूपा वृत्तयस्तास्तत्प्रभोः चित्तस्य ग्रहीतुः पुरुषस्य, सदा-सर्वकालमेव, ज्ञाताः, तस्य चिद्रूपतयाऽपरिणामित्वात् परिणामित्वा