________________
૧૪૯
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૧૬ અવતરણિતાર્થ :
જો આ રીતે પાતંલદર્શનકાર ચિત્તને ત્રિગુણાત્મક સ્વીકારે છે એ રીતે, જ્ઞાન જો પ્રકાશકપણું હોવાના કારણે ગ્રહણસ્વભાવવાળું છે અને અર્થ જો પ્રકાશ્યપણું હોવાના કારણે ગ્રાહાસ્વભાવવાનું છે તો કેમ એકીસાથે સર્વ અર્થોને ગ્રહણ કરતું નથી અને સ્મરણ કરતું નથી અર્થાત્ જ્ઞાન એક સાથે સર્વ પ્રકાશ્ય એવા અર્થોને કેમ ગ્રહણ કરતું નથી અને કેમ સ્મરણ કરતું નથી ? એ પ્રકારની આશંકા કરીને પરિહાર કરવા માટે ધે છે – સૂત્ર :
तदुपरागापेक्षित्वाच्चित्तस्य वस्तु ज्ञाताज्ञातम् ॥४-१६॥ સૂત્રાર્થ :
ચિત્તનું તેના ઉપરાગનું અપેક્ષીપણું હોવાથી=બાહ્ય વસ્તુના ઉપરાગનું અપેક્ષીપણું હોવાથી, વસ્તુ જ્ઞાતાજ્ઞાત છે. II૪-૧૬ll ટીકા : ___ 'तदिति'-तस्यार्थस्योपरागादाकारसमर्पणाच्चिते बाह्यं वस्तु ज्ञातमज्ञातं च भवति । अयमर्थः-सर्वः पदार्थ आत्मलाभे सामग्रीमपेक्षते, नीलादिज्ञानं चोपजायमानमिन्द्रियप्रणालिकया समागतमर्थोपरागं सहकारिकारणत्वेनापेक्षते, व्यतिरिक्तस्यार्थस्य सम्बन्धाभावाद् ग्रहीतुमशक्यत्वात्, ततश्च येनैवार्थेनास्य ज्ञानस्य स्वरूपोपरागः कृतस्तमेवार्थे ज्ञानं व्यवहारयोग्यतां नयति, ततश्च सोऽर्थो ज्ञात इत्युच्यते, येन चाऽऽकारो न समर्पितः स न ज्ञातत्वेन व्यवहियते, यस्मिंश्चानुभूतेऽर्थे सदृशादिरर्थः संस्कारमुबोधयन् सहकारिकारणतां प्रतिपद्यते तस्मिन्नेवार्थे स्मृतिरुपजायत इति न सर्वत्र ज्ञानं नापि सर्वत्र स्मृतिरिति (अत्र) न વેદિરોધ: I૪-દ્દા ટીકાર્ય :
તી ....... મવતિ ા તે અર્થના ઉપરાગથી=પ્રમાતા જે અર્થનો બોધ કરવા અભિમુખ થયો છે તે અર્થના આકારના સમર્પણથી, ચિત્તમાં બાહા વસ્તુ જ્ઞાત થાય છે અને અજ્ઞાત થાય છે=જે વસ્તુથી આકારનું સમર્પણ થયું નથી તે વસ્તુ અજ્ઞાત થાય છે. ૩મર્થ: આ અર્થ છે સૂત્રના કથનથી આ અર્થ પ્રાપ્ત થાય છે –
સર્વ: .... અપેક્ષા સર્વ પદાર્થ પોતાના લાભમાં અસ્તિત્વમાં, સામગ્રીની અપેક્ષા રાખે છે અને ઉત્પન્ન થતું એવું નીલાદિ જ્ઞાન ઇન્દ્રિયોની પ્રણાલિકાથી પ્રાપ્ત થયેલા અર્થના ઉપરાગને પ્રાપ્ત થયેલા અર્થના આકારનાં સમર્પણને, સહકારી કારણપણાથી અપેક્ષા રાખે છે, તેથી તે સહકારીકરણની