________________
૧૪૭
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૧૫
જો ભિન્ન કારણ હોય અને કાર્યનો અભેદ થતો હોય તો જુદા જુદા કારણથી જન્ય એવું જગત એકરૂપ થવું જોઈએ અથવા કારણભેદનો અનનગમ હોવાથી કાર્યભદમાં કારણભેદનું અનનુસરણ હોવાથી, કાર્યની પ્રાપ્તિ સ્વતંત્રથી થાય છે, પરંતુ કારણને આધીન નથી તેમ માનવું પડે તેથી નિહેતુક કાર્ય થાય છે તેમ સ્વીકારવું પડે.
આ રીતે પાતંજલદર્શનકારે ચિત્તરૂપ જ્ઞાનથી અતિરિક્ત બાહ્ય પદાર્થ નહિ સ્વીકારવામાં બૌદ્ધદર્શનકારને દોષ આપીને સ્થાપન કર્યું કે ચિત્તથી અતિરિક્ત બાહ્ય અર્થો-પદાર્થો છે. ત્યાં બૌદ્ધદર્શનકાર પાતંજલદર્શનકારને કહે છે –
તમારા મતાનુસાર=પાતંજલમતાનુસાર, પ્રકૃતિ સત્ત્વ, રજસ્ અને તમસ ત્રિગુણાત્મક છે અને તેમાંથી નિષ્પન્ન થયેલાં સર્વ બાહ્ય પદાર્થો પણ ત્રિગુણાત્મક છે. હવે જો બાહ્ય પદાર્થો ત્રિગુણાત્મક હોય તો તે અર્થને જોનારા એવા પ્રમાતાને સુખ, દુઃખ અને મોહમય ત્રણ પ્રકારના જ્ઞાન કેમ ઉત્પન્ન કરતા નથી ? અર્થાત્ પદાર્થ જો ત્રિગુણાત્મક હોય તો તેને અનુરૂપ પ્રમાતાને બોધકાળમાં સુખ, દુ:ખ અને મોહ ત્રણેય પરિણામો અવશ્ય થવા જોઈએ; કેમ કે કારણને અનુરૂપ કાર્ય થાય છે તેમ તમે પાતંજલદર્શનકાર, સ્વીકારો છો અને બાહ્ય પદાર્થ ત્રિગુણાત્મક હોવાથી પદાર્થને જોનારા પ્રમાતાને પદાર્થના સત્ત્વગુણને આશ્રયીને સુખરૂપ જ્ઞાન થવું જોઈએ, પદાર્થના રજોગુણને આશ્રયીને દુ:ખરૂપ જ્ઞાન થવું જોઈએ અને પદાર્થના તમોગુણને આશ્રયીને મોહમય જ્ઞાન થવું જોઈએ,
આ પ્રકારની બૌદ્ધદર્શનકાર દ્વારા કરાયેલી શંકાનું નિરાકરણ કરતાં રાજમાર્તડટીદાર કહે છે – આ પ્રમાણે ન કહેવું અર્થ ત્રિગુણાત્મક હોવાના કારણે પ્રમાતાને સુખ, દુઃખ અને મોહમય ત્રણ જ્ઞાનો ઉત્પન્ન થવા જોઈએ, એ પ્રમાણે ન કહેવું. કેમ ન કહેવું તેમાં યુક્તિ બતાવે છે – અર્થ ત્રિગુણાત્મક હોવા છતાં ધર્મ-અધર્મના સહકારના બળથી ત્રિગુણાત્મક અર્થની કોઈ એક ગુણરૂપે અભિવ્યક્તિ :
જે પ્રમાણે પાતંજલમતમાં અર્થ ત્રિગુણ છે તે પ્રમાણે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલું ચિત્ત પણ ત્રિગુણ છે, અને તેના=ચિત્તના, અર્થપ્રતિભાસની ઉત્પત્તિમાં ચિત્તના અર્થના બોધમાં, ધર્માદિ સહકારી કારણ છે, તેથી ધર્મના ઉદ્ભવને કારણે અધર્મના અભિભાવના વશથી અથવા અધર્મના ઉદ્ભવને કારણે ધર્મના અભિભાવના વશથી ક્યારેક ચિત્તની તે તે રૂપે અભિવ્યક્તિ થાય છે અર્થાત્ ક્યારેક ચિત્ત સુખરૂપે અભિવ્યક્ત થાય છે, ક્યારેક ચિત્ત દુઃખરૂપે અભિવ્યક્ત થાય છે તો ક્યારેક ચિત્ત મોહરૂપે અભિવ્યક્ત થાય છે.
આ કથનને રાજમાર્તડકાર દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે – કોઈક કામુક પુરુષને સંનિહિત સ્ત્રી હોય ત્યારે ધર્મના સહકારવાળું ચિત્ત સત્ત્વના અંગીપણારૂપે પરિણમન પામતું સુખમય થાય છે; કેમ કે તે વખતે ધર્મના સહકારને કારણે અધર્મનો અભિભવ થવાથી દુઃખ અને મોહમય ચિત્ત થતું નથી. વળી તે ચિત્ત અધર્મના સહકારવાળું હોય ત્યારે રજના અંગીપણારૂપ સપત્નીમાત્રને દુઃખરૂપ થાય છે અર્થાત્ તે સુંદર સ્ત્રીને જોઈને તેની અન્ય પત્ની દુઃખી