________________
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કેવલ્યપાદ | સુત્ર-૧૯
૧૫o
અવતરણિકા :
ननु साध्याविशिष्टोऽयं हेतुः, दृश्यत्वमेव चित्तस्यासिद्धम्, किञ्च स्वबुद्धिसंवेदनद्वारेण पुरुषाणां हिताहितप्राप्तिपरिहाररूपा वृत्तयो दृश्यन्ते, तथाहि-क्रुद्धोऽहं भीतोऽहमत्र मे राग इत्येवमाद्या संविबुद्धेरसंवेदने नोपपद्यतेत्याशङ्कामपनेतुमाह - અવતરણિકાર્ય : - સાધ્ય અવિશિષ્ટ આ હેતુ છેઃપાતંજલ યોગસૂત્ર ૪-૧૮માં કહયું કે, ચિત્ત સ્વાભાસ સ્વપ્રકાશક, નથી તેમાં દશ્યપણું હોવાથી” એ હેતુ સિદ્ધ નથી. તેથી ત્વત્' હેતુ સાધ્ય અવિશિષ્ટ સાધ્યસમાન છે –
કેમ દેશ્યત્વ સાધ્યસમાન છે તેથી કહે છે –
ચિત્તનું દશ્યપણું જ અસિદ્ધ છે. વળી સ્વબુદ્ધિસંવેદન દ્વારા હિતાહિતની પ્રાપ્તિ અને પરિણારરૂપ વૃત્તિઓ દેખાય છે અર્થાત્ દરેક જીવોને પોતાની બુદ્ધિના સંવેદનથી દેખાય છે કે, હિતની પ્રાપ્તિ અને અહિતના પરિવારની પ્રવૃત્તિ પોતે કરે છે. હિતની પ્રાપ્તિ અને અહિતના પરિહારની પ્રવૃત્તિ પોતે કરે છે તે તથાદિથી સ્પષ્ટ કરે છે –
તે આ પ્રમાણે - હું કુદ્ધ છું, હું ભીત=ભય પામેલો છું, અહીં મને રાગ છે, એ વગેરે બુદ્ધિની સંવિનું અસંવેદન હોય તો ઘટે નહીં એ પ્રકારની આશંકાને દૂર કરવા માટે કહે છે – ભાવાર્થ :
પાતંજલયોગસૂત્ર ૪-૧૮માં ચિત્ત સ્વપ્રકાશક નથી એ બતાવવા માટે દૃશ્યત્વા' હેતુ કહ્યો. ત્યાં કોઈ શંકા કરે છે કે, ચિત્ત દશ્ય છે એ જ સિદ્ધ નથી, તેથી જેમ સાધ્યને સિદ્ધ કરવાનું હોય તેમ આ હેતુને પણ સિદ્ધ કરવો પડે તેમ છે. માટે સાધ્યસમાન આ હેતુ છે. સાધ્યસમાન હેતુથી સાધ્યની સિદ્ધિ થાય નહીં માટે ‘દૃશ્યત્વી' હેતુથી ચિત્ત સ્વપ્રકાશક નથી તેમ સિદ્ધ થઈ શકે નહીં.
વળી ચિત્ત સ્વપ્રકાશક છે તે અનુભવથી બતાવવા માટે ‘ગ્નિ'થી કહે છે –
સંસારવર્તી જીવો હિતની પ્રાપ્તિ અને અહિતના પરિહાર માટે યત્ન કરે છે, તે સ્વબુદ્ધિના સંવેદનથી કરે છે, તેથી નક્કી થાય છે કે પોતાની બુદ્ધિનું સંવેદન પોતાને છે માટે બુદ્ધિ સ્વપ્રકાશક નથી તેમ કહી શકાય નહીં.
સ્વબુદ્ધિથી પોતાને શું સંવેદન થાય છે તે બતાવે છે –
હું ક્રોધી છું, હું ભય પામેલો છું, મને આમાં રાગ છે, આ સર્વ અનુભવ સ્વબુદ્ધિથી દરેકને થાય છે, તેથી બુદ્ધિ પોતાના ક્રોધના સ્વરૂપનું, ભયના સ્વરૂપનું કે રાગના સ્વરૂપનું સંવેદન કરે છે અને તે પ્રમાણે હિતની પ્રાપ્તિ અને અહિતના પરિહાર માટે યત્ન કરે છે માટે બુદ્ધિને સ્વસંવેદન નથી તેમ કહેવું ઉચિત નથી. આ પ્રકારની શંકાને દૂર કરવા માટે કહે છે.