________________
૧૪૫
પાતંજલચોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૧૫ અથવા અધર્મના ઉદ્દભવ અને ધર્મના અભિભવના વશથી, ક્યારેક ચિત્તની તે તે રૂપે અભિવ્યક્તિ થાય છે અર્થાત્ ક્યારેક સુખરૂપે, ક્યારેક દુ:ખરૂપે અને ક્યારેક મોહરૂપે અભિવ્યક્તિ થાય છે અને તે રીતે કામુકપુરુષને સ્ત્રી સંનિહિત હોતે છતે ધર્મથી સહકૃત એવું ચિત્ત સત્ત્વના અંગીપણાવડે પરિણમન પામતું સુખમય થાય છે. અધર્મનું સહકારી એવું તે કચિત્ત, રજોગુણના અંગીપણાથી સપત્નીમાત્રને શોક્યને, દુ:ખ રૂપ થાય છે. તીવ્ર અધર્મના સહકારીપણાથી પરિણમન પામતું ચિત્ત તમોગુણના અંગીપણાથી કોપવાળી એવી સપત્નીનું મોહમય થાય છે. તે કારણથી=પૂર્વમાં યુક્તિથી સ્થાપના ક્યું કે, કરણના ભેદમાં કાર્યનો ભેદ છે તે કારણથી, વિજ્ઞાનથી અતિરિક્ત બાહ્ય અર્થકવસ્તુ, છે. રાજમાર્તડકાર પ્રસ્તુત સૂત્રની ટીકાનું નિગમન કરતાં ‘તવં'થી કહે છે –
તવં.... વ્યવસ્થાપિતર્ . આ રીતે પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, વિજ્ઞાન અને અર્થનું તાદામ્ય નથી; કેમ કે વિરોધ છે, કાર્ય-કારણભાવ નથી-વિજ્ઞાન અને અર્થ વચ્ચે કાર્ય-કારણભાવ નથી; કેમ કે કારણભેદ હોતે છતે કાર્યભેદનો પ્રસંગ છે. એ રીતે જ્ઞાનથી અર્થનું વ્યતિરિક્તપણું-ભિન્નપણું, વ્યવસ્થાપન કર્યું. II૪-૧પી. ભાવાર્થ : પાતંજલમતાનુસાર ચિત્તરૂપ જ્ઞાનથી અતિરિક્ત બાહ્યપદાર્થને સ્થાપન કરવાની યુક્તિ
વળી પાતંજલદર્શનકાર ચિત્તરૂપ જ્ઞાનથી અતિરિક્ત બાહ્ય પદાર્થને સ્થાપન કરવા અર્થે ‘વિગ્ન'થી યુક્તિ આપે છે –
જો બાહ્ય વસ્તુ ચિત્તનું કાર્ય હોય અર્થાત્ ચિત્તથી અતિરિક્ત બાહ્ય વસ્તુ ન હોય અને ચિત્ત જ સ્ત્રી આદિ આકારરૂપે થાય છે તેમ સ્વીકારવામાં આવે તો જેના ચિત્તનું તે વસ્તુ કાર્ય છે તેનું ચિત્ત અન્ય અર્થમાં પ્રવૃત્ત હોય ત્યારે તે વસ્તુ જગતમાં પ્રાપ્ત થવી જોઈએ નહીં.
આશય એ છે કે, કોઈનું ચિત્ત ઘટાકાર રૂપે થયું અને તે ચિત્તરૂપ જ ઘટ હોય તો જે પુરુષના ચિત્તરૂપ તે ઘટ છે તે પુરુષ અન્ય અર્થમાં ઉપયોગવાળો હોય ત્યારે તે ઘટરૂપ વસ્તુ વિદ્યમાન ન થાય એ પ્રકારે ચિત્તરૂપ વસ્તુને સ્વીકારવાથી માનવું પડશે એમ પાતંજલદર્શનકાર કહે છે. ત્યાં પૂર્વપક્ષી બૌદ્ધ દર્શનકાર કહે છે કે, તેમ થાવ અર્થાત્ જયારે તે પુરુષ અન્ય ઉપયોગવાળો છે ત્યારે તે બાહ્ય વસ્તુ નથી તેમ થાવ. આ પ્રમાણે પૂર્વપક્ષી બૌદ્ધ કહે તો તેને પાતંજલદર્શનકાર કહે છે કે તે ઉચિત નથી.
કેમ ઉચિત નથી ? તેથી પાતંજલદર્શનકાર કહે છે –
કોઈક પુરુષના ચિત્તરૂપ ઘટ તે પુરુષનો અન્યમાં ઉપયોગ હોય ત્યારે જો જગતમાં ન હોય તો તે જ ઘટ જયારે તે પુરુષ અન્યમાં ઉપયોગવાળો છે ત્યારે અન્ય ઘણા પુરુષો વડે કેમ ઉપલબ્ધ થાય છે અર્થાત્ જો ચિત્તરૂપ ઘટ હોય તો તે ઉપલબ્ધ થવો જોઈએ નહીં અને જ્યારે તે પુરુષ અન્ય અર્થમાં