________________
૧૫૪
અર્થ :
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૧૭ની ઉપા. મ.સા.ની ટિપ્પણી
આત્મામાં જ્ઞાનરૂપ ચિત્તનો ધર્મિતાનો અપરિણામ=ધર્મીપણારૂપે અન્ય અન્ય અવસ્થારૂપે અપરિણમન, સદા સંનિહિતપણાને કારણે-પાતંજલમતની પ્રક્રિયાઅનુસાર બુદ્ધિમાં આત્માના સદા સંનિહિતપણાને કારણે, તેના સદા જ્ઞાતપણામાં પણ-ચિત્તના સદા જ્ઞાતપણામાં પણ, અનુપપત્ર છે= જ્ઞાનરૂપ ચિત્તનો ધર્મિતાનો અપરિણામ આત્મામાં અઘટમાન છે; કેમ કે શબ્દાદિનું ક્યારેક વ્યંજનાવગ્રહાદિરૂપ સંનિધાન હોવાના કારણે જ જ્ઞાતાજ્ઞાતત્વનો સંભવ છે, આથી શબ્દાદિનું ક્યારેક સંનિધાન હોવાના કારણે જ્ઞાતાજ્ઞાતત્વ છે આથી જ, કેવલજ્ઞાનમાં શક્તિવિશેષ હોવાના કારણે વિષયોનું સદા સંનિધાન હોવાથી જ્ઞાનાવચ્છેદપણાથી તેઓનું=જ્ઞેયરૂપ વિષયોનું, સદા જ્ઞાતૃપણું અબાધિત છે. એ પ્રમાણે પારમેશ્વર પ્રવચન પ્રસિદ્ધ માર્ગ છે-સર્વજ્ઞકથિત માર્ગ છે.
ભાવાર્થ :
સાંખ્યદર્શનકાર પાણીમાં ચંદ્રના પ્રતિબિંબની જેમ બુદ્ધિમાં આત્માનું પ્રતિબિંબ સ્વીકારે છે, તેથી બુદ્ધિમાં આત્મા સદા સંનિહિત છે તેમ માને છે અને તેના કારણે આત્મામાં ચિત્ત સદા જ્ઞાત છે તેમ સ્વીકારે છે અને આત્માને પરિણામી સ્વીકારીએ તો ચિત્ સદા જ્ઞાત થઈ શકે નહીં તેમ કહે છે. તેનો પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબ ઉત્તર કહે છે
-
આત્મા સદા સંનિહિત હોવાને કારણે ચિત્ત સદા જ્ઞાત હોવા છતાં પણ આત્મામાં જ્ઞાનરૂપ ચિત્તનો ધર્મિતાનો અપરિણામ અનુપપન્ન છે. આશય એ છે કે, પાતંજલમતની પ્રક્રિયા અનુસાર આત્માનું બુદ્ધિમાં પ્રતિબિંબ સ્વીકારીને આત્મા ચિત્તનો સદા જ્ઞાતા છે - તેમ સ્વીકારીએ તોપણ આત્મામાં રહેલો જ્ઞાનરૂપ ચિત્તનો અન્ય અન્ય પરિણામ પાતંજલદર્શનકારે સ્વીકારવો જ જોઈએ.
કેમ આત્મા સદા ચિત્તનો જ્ઞાતા હોવા છતાં આત્માને પરિણામી સ્વીકારવો આવશ્યક છે ? તેમાં હેતુ કહે છે
સંસારીજીવ વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ આદિરૂપ વિષયોના સંનિધાનથી વિષયોનો બોધ કરે છે અને સંસારીજીવોને ક્યારેક કોઈક ઇન્દ્રિયોના વિષયનો વ્યંજનાવગ્રહાદિરૂપ સંનિધાન હોય છે, તેથી આત્માને શબ્દાદિ વિષયોમાંથી કોઈક વિષય જ્ઞાત હોય છે અને કોઈક વિષય અજ્ઞાત હોય છે. વળી અન્ય કાળે કોઈ અન્ય વિષય જ્ઞાત થાય છે ત્યારે પૂર્વનો વિષય અજ્ઞાત થાય છે, તેથી જ્ઞાત-અજ્ઞાતપણું સદા પરિવર્તન પામતું દેખાય છે, તેથી આત્માને પરિણામી અવશ્ય સ્વીકારવો પડે. માટે પાતંજલદર્શનકાર કહે છે કે આત્માને અપરિણામી સ્વીકારવો જોઈએ; કેમ કે આત્માને ચિત્તવૃત્તિઓ સદા જ્ઞાત છે, તે કથન તેમનું અસંગત છે.
વળી સંસારીજીવોને શબ્દાદિવિષયો વ્યંજનાવગ્રહાદિરૂપે જ્ઞાતાજ્ઞાત થાય છે, તેની પુષ્ટિ કરવા અર્થે કહે છે –