________________
૧૫૦
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૧૬ પ્રાપ્તિ દ્વારા પ્રમાતાને નીલાદિ જ્ઞાન થાય છે તેમ અધ્યાહાર છે.
જે અર્થનો ઉપરાગ ચિત્તમાં થતો નથી તે અર્થનું જ્ઞાન કેમ થતું નથી ? તેથી કહે છે –
વ્યતિરિ ..... ૩શક્યત્વીત્, વ્યતિરિક્ત અર્થના સંબંધનો અભાવ હોવાથી ઇન્દ્રિયની પ્રણાલિકાથી પ્રાપ્ત થયેલા અર્થ કરતાં અન્ય અર્થનો ઇન્દ્રિયોની સાથે સંબંધનો અભાવ હોવાથી, ગ્રહણ કરવા માટે અશક્યપણું હોવાના કારણે તે અર્થનું જ્ઞાન થતું નથી એમ અન્વય છે.
તતશ .... વ્યવદિત છે અને તેથી ઇન્દ્રિય દ્વારા પ્રાપ્ત થયેલો અર્થનો ઉપરાગ નીલાદિ જ્ઞાન કરવામાં સહકારી છે તેથી, જે અર્થ વડે આના જ્ઞાનનું સ્વરૂપ ઉપરાગ કરાયું જે અર્થ વડે ચિત્તના જ્ઞાનને પોતાના સ્વરૂપનું સમર્પણ કરાયું, અર્થમાં પદાર્થમાં, તે જ જ્ઞાન વ્યવહારયોગ્યતાને પ્રાપ્ત કરે છે અને તેથી તે અર્થ જ્ઞાત છે એ પ્રમાણે કહેવાય છે, અને જેના વડે જે અર્થ વડે, આકાર સમર્પિત ન કરાયો=જ્ઞાનને પોતાનો આકાર સમપિર્ત ન કરાયો, તે તે અર્થ, જ્ઞાતપણાથી વ્યવહાર કરાતો નથી.
મિન્ ... વિરોધ: . જે અનુભૂત અર્થમાં સંસ્કારને ઉબોધન કરતો એવો સદેશાદિ અર્થ સહકારીકારણતાને પ્રાપ્ત કરે છે સ્મૃતિ ઉત્પન્ન કરવામાં તે સદેશાદિ અર્થ સહકારી કારણતાને પ્રાપ્ત કરે છે, તે જ અર્થમાં સ્મૃતિ થાય છે, એથી કોઈ વિરોધ નથી એમ અન્વય છે અર્થાત્ જ્ઞાન પ્રકાશક છે અને વસ્તુ પ્રકાશ્ય છે છતાં એક સાથે સર્વ વસ્તુનું જ્ઞાન થતું નથી અને સર્વ અર્થોનું સ્મરણ થતું નથી એમાં કોઈ વિરોધ નથી. II૪-૧૬ll. ભાવાર્થ :
પાતંજલમતાનુસાર જ્ઞાન ચિત્તરૂપ છે અને તે પ્રકાશક છે, તેથી જ્ઞાન પ્રકાશ્ય એવી વસ્તુને ગ્રહણ કરે છે અને અર્થો પ્રકાશ્ય હોવાથી જ્ઞાનથી ગ્રાહ્ય થાય છે, માટે જ્ઞાનમાં ગ્રહણસ્વભાવ છે અને અર્થોમાં ગ્રાહ્યસ્વભાવ છે.
જ્ઞાનમાં ગ્રહણસ્વભાવ વિદ્યમાન હોય અને અર્થોમાં ગ્રાહ્યસ્વભાવ વિદ્યમાન હોય તો જ્ઞાનથી સર્વવસ્તુનું એક સાથે ગ્રહણ થવું જોઈએ અને સર્વ ગ્રાહ્ય વસ્તુનું સ્મરણ થવું જોઈએ પરંતુ જ્ઞાનથી સર્વ વસ્તુનું ગ્રહણ અને સ્મરણ થતું નથી. તો કેમ થતું નથી ? તે સ્પષ્ટ કરવા રાજમાર્તડવૃત્તિકાર કહે છે – જ્ઞાન પ્રકાશક હોવા છતાં ઇન્દ્રિયો દ્વારા જે અર્થપોતાનો આકાર ચિત્તમાં સમર્પણ કરે છે તે વિષયના જ્ઞાનની પ્રાપ્તિ :
પ્રકાશ્ય એવા અર્થો ચિત્તમાં પોતાના આકારના સમર્પણ દ્વારા જ્ઞાત બને છે, પરંતુ પોતાના આકારનું સમર્પણ કર્યા વગર જ્ઞાત બનતા નથી અને પ્રકાશ્ય અર્થો પોતાના આકારનું સમર્પણ ઇન્દ્રિયોની પ્રણાલિકાથી કરે છે, તેથી તે તે ઇન્દ્રિયો દ્વારા તે તે અથ ચિત્તમાં પોતાના આકારનું સમર્પણ કરીને તે ચિત્તના જ્ઞાનનો વિષય બને છે, અને જે અર્થે ઇન્દ્રિયોની પ્રણાલિકાથી ચિત્તમાં