________________
૧૩૮
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૧૩ અવતરણિકા :
त एते धर्मधर्मिणः किंरूपा इत्यत आह - અવતરણિકાઈ:
તે આ ધર્મ-ધર્મી પૂર્વમાં કહ્યું કે ચિત્તરૂપ ધર્મી અન્વયી છે, તેમાં અધ્વભેદથી જુદા જુદા ધર્મો રહેલા છે તે આ ધર્મ-ધર્મી, કેવા સ્વરૂપવાના છે ? એથી કહે છે –
સૂત્ર :
તે વ્યસૂક્ષ્મ ગુણાત્માન: I૪-૨રૂા.
સૂત્રાર્થ :
તે જે ધર્મ-ધર્મી પૂર્વમાં કહેવાયા તે, વ્યક્ત સૂક્ષ્મભેદવાળા ગુણસ્વરૂપ છે. I૪-૧૩ ટીકાઃ
'त इति'-य एते धर्मधर्मिणः प्रोक्तास्ते व्यक्तसूक्ष्मभेदेन व्यवस्थिता गुणाः सत्त्वरजस्तमोरूपास्तदात्मानस्तत्स्वभावास्तत्परिणामरूपा इत्यर्थः, यतः सत्त्वरजस्तमोभिः सुखदुःखमोहरूपैः सर्वासां बाह्याभ्यन्तरभेदभिन्नानां भावव्यक्तीनामन्वयानुगमो दृश्यते, यद्यदन्वयि तत्तत्परिणामरूपं दृष्टं यथा घटादयो मृदन्विता मृत्परिणामरूपाः ॥४-१३॥ ટીકાઈ:
ય મૃત્વરિVITમરૂપ છે જે આ ધર્મ, ધર્મી કહેવાયા તે ધર્મ-ધર્મી, વ્યક્ત અને સૂક્ષ્મભેદથી વ્યવસ્થિત છે. સત્ત્વ, રજસ્ અને તમોરૂપ જે ગુણો તદાત્મરૂપ છે તસ્વભાવરૂપ છે તત્પરિણામરૂપ છે એ પ્રકારનો અર્થ છે.
જે કારણથી સત્વ, રક્સ અને તમસ્વરૂપ સુખ, દુ:ખ અને મોહરૂપ વડે સર્વ બાહા અને અત્યંતરભેદથી ભિન્ન ભાવવ્યક્તિઓનો=ભાવાત્મક વસ્તુઓનો, અન્વય-અનુગમ, દેખાય છે. જે જે અન્વયી છે, તે તે પરિણામરૂપ દેખાય છે. જે પ્રમાણે-ઘટાદિ મૃદુથી માટીથી, અન્વિત છે માટે ઘટાદિ મૃદ્ધામાટીના, પરિણામરૂપ છે. ll૪-૧all ભાવાર્થ : ચિત્તરૂપ ધર્મી અને અધ્વભેદથી તેમાં રહેલા ધર્મોનું સ્વરૂપ :
સંસારમાં ચક્ષુથી ઘટાદિ દ્રવ્યો દેખાય છે અને ઘટાદિમાં માટી અન્વયી દેખાય છે અર્થાત્ ઘટ, ઘટનો નાશ થાય ત્યારે ઠીકરા આદિરૂપ જે જે અવસ્થાઓ પ્રાપ્ત થાય તે સર્વમાં માટી અન્વયી દેખાય છે તેથી ઘટ ઠીકરા આદિ માટીના પરિણામરૂપ છે તેમ કહેવાય છે. તે રીતે જે ચિત્તરૂપ ધર્મી છે અને તે ચિત્તમાં વર્તતા અનુભવ, સંસ્કાર અને સ્મૃતિ વગેરે રૂપ ધર્મો છે તે બંને સત્ત્વ, રજસ્ અને