________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ / સૂત્ર-૧૪ની ઉપા. મ.સા.ની ટિપ્પણી | સૂત્ર-૧૫
૧૪૧
એકત્વથી વસ્તુનું એકત્વ છે, એ સૂત્ર સંગત થાય, પરંતુ એકાંતવાદી કહે છે કે જે નિત્ય હોય તે અનિત્ય ન હોઈ શકે, જેનો ભેદ હોય તેનો અભેદ ન હોઈ શકે, તેમ જે વસ્તુ એક હોય તે અનેક ન હોઈ શકે તેથી એક વસ્તુને કોઈક અપેક્ષાએ એકરૂપ અને કોઈક અપેક્ષાએ અનેકરૂપ સ્વીકારે તો જ પાતંજલદર્શનકાર કહી શકે કે, વસ્તુ સત્ત્વ, રજસ્ અને તમસ્ ગુણરૂપ ત્રયાત્મક છે. કોઈક અપેક્ષાએ સત્ત્વગુણવાળી છે માટે સાત્ત્વિક ચિત્ત છે એ પ્રકારે વ્યવહાર થાય છે પરંતુ જો પાતંજલદર્શનકાર એક, અનેકરૂપ સ્યાદ્વાદ ન સ્વીકારે તો તેમનું પ્રસ્તુત સૂત્રનું કથન સંગત થાય નહિ.
અવતરણિકા :
ननु च ज्ञानव्यतिरिक्ते सत्यर्थे वस्त्वेकमनेकं वा वक्तुं युज्यते, यदा विज्ञानमेव वासनावशात् कार्यकारणभावेनावस्थितं तथा तथा प्रतिभाति तदा कथमेतच्छक्यते वक्तुमित्याशङ्कयाऽऽह -
અવતરણિકાર્ય :
જ્ઞાનથી વ્યતિરિક્ત-ભિન્ન, અર્થ હોતે છતે, વસ્તુ એક કે અનેક હેવા માટે શક્ય છે. જ્યારે વિજ્ઞાન જ વાસનાના વશથી કાર્ય-કારણભાવરૂપે અવસ્થિત તે તે પ્રકારે પ્રતિભાસે છે ત્યારે કેવી રીતે આ=એક વસ્તુ, સત્ત્વ, રજો અને તજોરૂપ ત્રણ ગુણવાળી હોવા છતાં પરિણામના એકત્વપણાથી એક છે એ, વ્હેવા માટે શક્ય છે ? એ પ્રકારની આશંકામાં કહે છે –
ભાવાર્થ :
પાતંજલયોગસૂત્ર ૪-૧૪માં પતંજલિઋષિએ સ્થાપન કર્યું કે, વસ્તુ સત્ત્વ, રજો અને તમોગુણવાળી છે, તોપણ પરિણામના એકત્વના કારણે વસ્તુનું એકત્વ છે. ત્યાં વિજ્ઞાનવાદી બૌદ્ધ શંકા કરે છે કે, જ્ઞાનથી વ્યતિરિક્ત અર્થ હોય તો બાહ્ય વસ્તુને એક કે અનેક કહી શકાય પરંતુ જ્ઞાનથી વ્યતિરિક્ત વસ્તુ નથી પણ તે તે પ્રકારના વાસનાના વશથી વિજ્ઞાન જ કાર્ય-કારણભાવરૂપે અવસ્થિત તે તે પ્રકારે અવભાસ થાય છે અર્થાત્ જે જે પ્રકારની વાસના પડેલી હોય તે વાસનાને અનુરૂપ જ્ઞાનમાં ઘટપટાદિ બાહ્ય પદાર્થો કાર્યરૂપે પ્રતિભાસ થાય છે.
વસ્તુતઃ જ્ઞાનથી અતિરિક્ત ઘટ-પટાદિ નથી અને જ્યારે જ્ઞાનથી અતિરિક્ત બાહ્ય પદાર્થો ન હોય તો પાતંજલયોગસૂત્ર ૪-૧૪માં કહ્યું કે પરિણામના એકપણાના કારણે વસ્તુ એકરૂપે કહેવાય છે. તે કેવી રીતે કહી શકાય ? અર્થાત્ કહી ન શકાય. એ પ્રકારની શંકાના નિવારણ માટે જ્ઞાનથી અતિરિક્ત બાહ્ય વસ્તુ છે તે સ્પષ્ટ કરવા અર્થે પતંજલિઋષિ કહે છે –
સૂત્ર :
वस्तुसाम्ये चित्तभेदात् तयोर्विभक्तः पन्थाः ॥४-१५॥