________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૧૨ | સૂત્ર-૧૨ની ઉપા. મ.સા.ની ટિપ્પણી ૧૩૫
વળી ધર્મો ત્રણ અધ્યકત્વરૂપે ત્રાલિક છે, તે વૈકાલિકરૂપે અવસ્થિત એવા ધર્મો સ્વ-સ્વ અધ્વમાં રહેલા સ્વરૂપનો ત્યાગ કરતાં નથી. કેવલ વર્તમાન અધ્વમાં રહેલા ભોગ્યતાને પ્રાપ્ત કરે છે. તે કારણથી=ધર્મી સદા એકરૂપ રહે છે અને ધર્મો ત્રણ અધ્વકત્વરૂપે વૈકાલિક છે તે કારણથી, ધર્મોનો જ અતીત-અનાગતું આદિ અધ્વભેદ છે તે જ રૂપે=ધનો અતીત-અનાગતાદિ અધ્વભેદ છે તે જ રૂપે, કાર્ય-કારણભાવ આ દર્શનમાં પાતંજલદર્શનમાં, પ્રતિપાદન કરાય છે. તે કારણથી પૂર્વમાં સ્થાપન કર્યું તે રીતે અસત્ ઉત્પન્ન થતું નથી અને સત્ એવા ધર્મો અધ્વભેદથી રહેલા છે તે કારણથી, અપવર્ગ સુધી એક જ ચિત્ત ધર્મીપણાથી અનુવર્તમાન અપલાપ કરી શકાતું નથી. I૪-૧૨ા. ભાવાર્થ : ધર્મોનો અધ્વભેદ હોવાને કારણે ચિત્તમાં અતીત, અનાગત વસ્તુ સ્વરૂપથી વિધમાન :
પાતંજલદર્શનકાર સત્કાર્યવાદી છે, તેથી તેઓના મતે સત્ વસ્તુ જ કોઈક અવસ્થાનો ત્યાગ કરીને અન્ય અવસ્થારૂપે પરિણમન પામે છે અને સત્ એવી વસ્તુમાં જે ધર્મો છે તે સૈકાલિકવિષયવાળા છે. ફક્ત તે ધર્મો જે વર્તમાનમાં છે તે ભૂત બને છે અને ભવિષ્યના જે ધર્મો છે તે વર્તમાનરૂપે થાય છે. આ રીતે અતીત અને અનાગત એવા ધમ સ્વરૂપથી વસ્તુમાં વિદ્યમાન છે. ફક્ત તે ધર્મોનો અધ્વભેદ છે અર્થાત્ અતીતધર્મો અતીત અધ્વમાં વિદ્યમાન છે, વર્તમાન ધ વર્તમાન અધ્વમાં વિદ્યમાન છે અને અનાગત ધર્મો અનાગત અધ્વમાં વિદ્યમાન છે, તેથી ધર્મો પણ સદા રહેનારા છે. ફક્ત વર્તમાન અધ્વમાં રહેનારા ધર્મો ભોગ્યપણાને પામે છે, તેથી પાતંજલમતાનુસાર સંસારી જીવોનું ચિત્ત અનાદિનું છે, પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલું છે અને મોક્ષ પ્રાપ્તિ સુધી તે એક જ ચિત્ત ધરૂપે અનુવર્તમાન છે. ફક્ત તે ચિત્તનો તે તે ક્ષણમાં તે તે અનુભવરૂપ ધર્મ આવિર્ભાવ પામે છે અને તે અનુભવ જ સંસ્કારરૂપે પરિણમન પામે છે ત્યારે તે વર્તમાનનો અનુભવ અતીત અધ્વમાં પ્રવેશ પામે છે અને તે સંસ્કાર જ્યારે સ્મૃતિરૂપે થાય છે ત્યારે તે સ્મૃતિ વર્તમાન અધ્વમાં આવે છે. વળી તે સ્મૃતિથી સંસ્કાર પડે છે ત્યારે તે સ્મૃતિ અતીત અધ્વમાં પ્રવેશ પામે છે. આ પ્રકારે સ્વીકારવાથી ધર્મો પણ અતીત, અનાગત અધ્વરૂપ સ્વરૂપથી વિદ્યમાન જ છે તે ફલિત થાય છે. તે ધર્મોનો આધાર એવું ધર્મ ચિત્ત મોક્ષપ્રાપ્તિ સુધી વિદ્યમાન રહે છે. જયારે સાધના કરીને યોગી મોક્ષને પ્રાપ્ત કરે છે ત્યારે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલું ચિત્ત પ્રકૃતિમાં લીન થાય છે. ll૪-૧૨ા. પાતંજલયોગસૂત્ર ૪-૧૨ ઉપર પૂજય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબની ટિપ્પણરૂપ વ્યાખ્યા : ___[य.] व्याख्या-द्रव्यपर्यायात्मनैवाध्वत्रयसमावेशो युज्यते नान्यथा, निमित्तस्वरूपभेदस्य परेणाप्यवश्याश्रयणीयत्वात्, तथा नाभूत्वाऽभावोऽभावस्यापि, अतः पर्यायद्रव्यस्वरूपाभ्यां स्याद्वाद एव युक्तोऽन्यथा प्रतिनियतवचनव्यवहाराद्यनुपपत्तेरिति तु श्रद्धेयं सचेतसा ॥