________________
૧૩૩
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૧૨ અવતરણિકાર્ય :
પ્રતિક્ષણ ચિત્તનું નશ્વરપણું હોવાથી; કેમ કે તરતમાતાની ઉપલબ્ધિ છે અર્થાત્ ચિત્તમાં તરતમપણાની પ્રાપ્તિ છે અને વાસનાઓ અને તેના ફળોનો કર્ય-કારણભાવ હોવાને કારણે યુગપએકીસાથે, અભાવિપણું હોવાથી ભેદ હોતે છતે પ્રતિક્ષણ ચિત્તનો ભેદ હોતે છતે, કેવી રીતે એકત્વ છેઃ પાતંજલયોગસૂત્ર ૪-ભાં કહાં એ પ્રમાણે સ્મૃતિ અને સંસ્કારમાં અનુસંધાતૃરૂપે ચિત્તનું એકપણે કેવી રીતે છે? એ પ્રકારની આશંકથી એકત્વના સમર્થન માટે ચિત્તના એકત્વના સમર્થન માટે, પતંજલિઝષિ કહે છે – ભાવાર્થ :
પાતંજલ યોગસૂત્ર ૪-૯માં કહેલું કે, સ્મૃતિ અને સંસ્કારનું એકરૂપપણું છે અને તે પદાર્થને સ્પષ્ટ કરતાં રાજમાર્તડવૃત્તિકારે કહેલું કે, સંસ્કાર સ્મૃતિરૂપે પરિણામ પામે છે ત્યારે તે સંસ્કાર અને સ્મૃતિ વચ્ચે એક ચિત્તનું અનુસંધાતૃપણું છે, તેથી સ્મૃતિ અને સંસ્કાર વચ્ચે કાર્ય-કારણભાવ દુર્ઘટ નથી. આનાથી એ ફલિત થાય છે કે, અનુભવ સંસ્કારરૂપે થાય છે અને સંસ્કાર સ્મૃતિરૂપે પરિણમન પામે છે તે વખતે તે સર્વમાં અનુગત એક ચિત્ત છે ભિન્ન ભિન્ન ચિત્ત નથી. ત્યાં નનુથી શંકા કરતાં કોઈ કહે છે –
પ્રતિક્ષણ ચિત્તનું નશ્વરપણું છે, કેમ કે ચિત્તમાં તરતમપણાની પ્રાપ્તિ છે અર્થાત્ કોઈપણ પદાર્થવિષયક ચિત્ત ઉપયોગવાળું હોય છે ત્યારે કોઈક વખત તીવ્ર ઉપયોગ દેખાય છે તો ક્યારેક મંદ ઉપયોગ દેખાય છે, તેથી નક્કી થાય છે કે ચિત્ત પ્રથમ ક્ષણમાં જે હતું તેનાથી બીજી ક્ષણમાં અન્ય ચિત્ત પ્રાપ્ત થાય છે. વળી ચિત્તમાં જે વાસના છે તેનું ફળ જે સ્મૃતિ આદિ થાય છે તે બંને વચ્ચે કાર્ય-કારણભાવ છે, તેથી કારણ અને કાર્ય એક સાથે હોઈ શકે નહિ માટે નક્કી થાય છે કે, વાસનાવાળું ચિત્ત જુદું છે અને ફળવાળું ચિત્ત જુદું છે. આ રીતે ચિત્તનો ભેદ પ્રાપ્ત થતો હોય તો સંસ્કાર અને સ્મૃતિના અનુસંધાતૃરૂપે=અનુસંધાન કરનાર રૂપે એક ચિત્ત છે, એમ કઈ રીતે કહી શકાય? આવી આશંકાના નિરાકરણ અર્થે અનુભવ અને વાસના વચ્ચે અનુસંધાન કરનાર ચિત્ત એક છે, તેના સમર્થન માટે કહે છે – સૂત્ર :
अतीतानागतं स्वरूपतोऽस्त्यध्वभेदाद् धर्माणाम् ॥४-१२॥ સૂત્રાર્થ :
ધર્મોનો અધ્યભેદ હોવાને કારણે ચિત્તમાં વર્તતા ધર્મોમાંથી કેટલાક ઘમ અતીતમાં છે, કેટલાક ઘમ વર્તમાનમાં છે, કેટલાક ધર્મો ભવિષ્યમાં છે, તેથી ધર્મોનો અધ્વભેદ હોવાને કારણે, અતીત, અનાગત સ્વરૂપથી છે અર્થાત અતીત વસ્તુ અને અનાગત વસ્તુ ચિત્તમાં વર્તમાનમાં સ્વરૂપથી છે. ll૪-૧ચા