________________
૧૩૧
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૧૧ ટીકાર્ય :
વીસનાનામ્ ..... ૩૧મીવ: વાસનાઓનો અનંતર અનુભવ અર્થાત્ જે વાસના પડેલી છે તેની પૂર્વનો અનુભવ હેતુ છે તે પણ અનુભવનો હેતુ રાગાદિ છે. તેઓનો=રાગાદિનો, હેતુ અવિદ્યા છે. એ પ્રમાણે સાક્ષાત્ પરંપરાથી હેતુ છે અર્થાત્ વાસનાઓનો હેતુ છે.
ફળ અર્થાત્ વાસનાઓનું ફળ શરીરાદિ અને મૃત્યાદિ છે અર્થાત્ વાસનાઓથી જાતિ, આયુષ્ય અને ભોગરૂપ ફળ પ્રાપ્ત થાય છે, તેથી શરીર આદિ ફળ છે અને વાસનાથી પૂર્વના અનુભવની સ્મૃતિ થાય છે અને વાસનાનુસાર પ્રવૃત્તિ થાય છે તે વાસનાઓનું ફળ છે.
આશ્રય અર્થાત્ વાસનાઓનો આશ્રય બુદ્ધિસત્ત્વ છે. આલંબન અર્થાત્ વાસનાઓનું આલંબન જે અનુભવનું આલંબન છે તે જ વાસનાઓનું આલંબન છે, આથી તેઓ વડે હેતુ, ફળ, આશ્રય અને આલંબન વડે, અનંત પણ વાસનાઓનું સંગૃહીતપણું હોવાથી આ ચાર ભેદોથી અનંત પણ વાસનાઓનું નિયંત્રિતપણું હોવાથી, તે હેતુ આદિના અભાવમાં અર્થાત્ વાસનાઓના હેતુ, ફળ, આશ્રય અને આલંબનના અભાવમાં, જ્ઞાન અને યોગ દ્વારા દગ્ધબીજાપણું કરાયે છતે નિર્માપણું હોવાથી વાસના પ્રરોહ પામતી નથી-વાસના કાર્યનો આરંભ કરતી નથી, એથી તેઓનો અભાવ છે અર્થાત્ દગ્ધબીવાળી વાસના કરાયે છતે વાસનાના ફળ, સ્મૃતિ અને તેના ફળરૂપ અન્ય વાસનાઓરૂપ કાર્યનો અભાવ થાય છે, તેથી વાસનાનો અભાવ છે. ૪-૧૧ ભાવાર્થ : હેતુ, ફળ, આશ્રય અને આલંબનથી વાસનાઓનું સંગૃહીતપણું હોવાથી, હેતુ, ફળ, આશ્રય અને આલંબનના અભાવમાં વાસનાઓનો અભાવ:
આત્મામાં અનંતકાળથી વાસનાનો પ્રવાહ ચાલે છે અને તે વાસનાના ફળરૂપે સ્મૃતિ થાય છે, તે સ્મૃતિથી ફરી વાસના પડે છે. આ રીતે વાસનાનો પ્રરોહ હોવાથી તે વાસનાનો નાશ કઈ રીતે થઈ શકે ? તેથી તે વાસનાના નાશના ઉપાયોને બતાવે છે – વાસનાઓનો હેતુ :
આત્મામાં જે કોઈ વાસના પડે છે, તેનો અનંતર અનુભવ તે વાસનાનો હેતુ છે અને તે અનુભવ થવાનું કારણ આત્મામાં રાગાદિ પડેલા છે; કેમ કે રાગાદિ પરિણામવાળો જીવ તે તે વિષયોમાંથી તે તે પ્રકારના સ્વાદ આદિનો અનુભવ કરે છે અને તેનાથી આત્મામાં વાસના પડે છે.
વળી તે અનુભવનું કારણ એવા રાગાદિ આત્મામાં કેમ થાય છે ? તેથી કહે છે –
આત્મામાં અવિદ્યા છે અર્થાત અજ્ઞાન છે=આત્માને પોતાના મૂળ સ્વરૂપનું અજ્ઞાન છે, અને અશુચિમાં શુચિ વગેરે વિપરીત બુદ્ધિઓ વર્તે છે અને તેનાથી આત્મામાં રાગ-દ્વેષાદિના પરિણામો થાય છે અને તેના કારણે બાહ્ય પદાર્થોનો તે તે સ્વરૂપે અનુભવ થાય છે અને તેથી વાસના નિષ્પન્ન