________________
૧૩૦
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૧૦-૧૧ પામીને તે તે પ્રકારના અનુભવો કરે છે, તે તે અનુભવોથી તે તે પ્રકારના સંસ્કારો જીવમાં પડે છે. અને તે સંસ્કારોને અનુરૂપ સ્મૃતિ થાય છે અને તે સ્મૃતિથી સંસ્કારો પડે છે આ પ્રકારે અનાદિથી ક્રમ ચાલે છે.
આ પદાર્થને સ્પષ્ટ કરતાં રાજમાર્તડકાર કહે છે કે, અનુભવ, સંસ્કાર આદિથી અનુવિદ્ધ એવું સંકોચ, વિકાસ ધર્મવાળું ચિત્ત છે અર્થાત અનાદિકાળથી આશિષને કારણે થતા અનુભવો અને તેના સંસ્કારો તેનાથી થતી સ્મૃતિઓ, તેનાથી યુક્ત ચિત્ત છે. તે ચિત્ત મનુષ્ય, દેવાદિ ભાવોમાં જીવ આવે ત્યારે તે તે પ્રકારના વિકાસ ધર્મવાળું બને છે અને કીડી, મકોડા આદિ પશુ ભવોમાં જીવ જાય છે ત્યારે તે તે પ્રકારના સંકોચધર્મવાળું બને છે, અને તે તે ભવમાં પ્રાપ્ત થયેલા દેહારિરૂપ અભિવ્યંજકના વિપાકના લાભથી તે ચિત્ત તે તે ફળરૂપે પરિણમન પામે છે અર્થાત્ તે તે પ્રકારના અનુભવ અને તે તે પ્રકારની સ્મૃતિરૂપ પરિણમન પામે છે. ll૪-૧૦ના અવતરણિકા :
तासामानन्त्याद्धानं कथं सम्भवतीत्याशङ्कय हानोपायमाह - અવતરણિકાર્ય :
તેઓનું વાસનાઓનું, અનંતપણું હોવાથી અનંતકાળથી પ્રવાહરૂપે વાસના પ્રવર્તતી હોવાથી, હાન કેવી રીતે સંભવે ? તે પ્રકારની આશંકા કરીને હાનના ઉપાયને વાસનાના ત્યાગના ઉપાયને, કહે છે –
સૂત્ર :
हेतुफलाश्रयालम्बनैः सङ्गृहीतत्वादेषामभावे तदभावः ॥४-११॥ સૂત્રાર્થ :
હેતુ, ફળ, આશ્રય અને આલંબનથી સંગૃહીતપણું હોવાથી અર્થાત્ વાસનાઓનું સંગૃહીતપણું હોવાથી, એમના અભાવમાં હેત, ફળ, આશ્રય અને આલંબનના અભાવમાં, તેનો અભાવ છે=વાસનાઓનો અભાવ છે. II૪-૧૧|| ટીકાઃ ___ 'हेत्विति'-वासनानामनन्तरानुभवो हेतुस्तस्याप्यनुभवस्य रागादयस्तेषामविद्येति साक्षात् पारम्पर्येण हेतुः, फलं शरीरादि स्मृत्यादि च, आश्रयो बुद्धिसत्त्वम्, आलम्बनं यदेवानुभवस्य तदेव वासनानाम्, अतस्तैर्हेतुफलाश्रयालम्बनैरनन्तानामपि वासनानां सङ्ग्रहीतत्वात् तेषां हेत्वादीनामभावे ज्ञानयोगाभ्यां दग्धबीजत्वे विहिते निर्मूलत्वान्न वासनाः प्ररोहन्ति न #ાર્યપારમન્ત તિ તારા૫માવ: I૪-૨