________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | કેવલ્યપાદ | સૂત્ર-૧૦
૧૨૯ ત .... ૩૮ - કેમ વાસનાઓનું અનાદિપણું છે ? એથી કહે છે –
આશિષો ....... રૂત્યર્થ: / આશિષનું નિત્યપણું છે જે આ મહામોહરૂપ આશિષનું અર્થાત્ સદા જ સુખસાધનો મને પ્રાપ્ત થાય, તે સુખસાધનોનો મને વિયોગ ન થાય, એ પ્રકારનો જે સંકલ્પવિશેષ વાસનાનું કારણ છે તે આશિષનું, નિત્યપણું હોવાથી અનાદિપણું હોવાથી, વાસનાઓનું અનાદિપણું છે, એમ અન્વય છે. તિરૂં મવતિ – આ કહેવાયેલું થાય છે સૂત્રના કથનથી આ કહેવાયેલું થાય છે –
IRUIી....રૂાર્થ: / કરણનું સંનિહિતપણું હોવાથી અર્થાત્ અનુભવાદિની નિષ્પત્તિના કરણીભૂત એવા મહામોહરૂપ આશિષનું સંનિધાન હોવાથી, અનુભવ, સંસ્કાર આદિ કાર્યોની પ્રવૃત્તિ કોના વડે વારણ કરી શકાય ? અર્થાત્ કોઈ વડે વારણ કરી શકાય નહિ.
આ જ અર્થને સ્પષ્ટ કરે છે –
અનુભવ, સંસ્કાર આદિથી અનુવિદ્ધ સંકોચ અને વિકાસધર્મવાળું એવું ચિત્ત તે તે અભિવ્યંજના વિપાકના લાભથીeતે તે સંસ્કારોનું અભિવ્યંજક બને તેવા દેવ શરીર આદિના વિપાકના લાભથી, તે તે ફળરૂપપણાથી અર્થાત્ આશિષને અનુરૂપ તે તે અનુભવ, સ્મૃતિરૂપફળપણાથી પરિણમન પામ છે. ll૪-૧૦|| ભાવાર્થ : મહામોહરૂપ અને વાસનાના કારણીભૂત એવા આશિષનું નિત્યપણું હોવાથી વાસનાઓનું અનાદિપણું :
આત્મામાં અનાદિકાળથી મહામોહના પરિણામરૂપ આશિષ વર્તે છે, તેથી આત્માને સદા બાહ્ય એવા સુખના સાધનો મને પ્રાપ્ત થાવ, એવો સંકલ્પવિશેપ વર્તે છે અને આ સંકલ્પવિશેષને કારણે તે તે પદાર્થોને જોઈને તે તે પ્રકારનો માનસવ્યાપારરૂપ અનુભવ પ્રગટે છે અને તેનાથી તે અનુભવને અનુરૂપ વાસના પડે છે, તેથી વાસનાના કારણરૂપ આશિષ અનાદિથી છે તેમ નક્કી થાય છે.
વાસનાના કારણભૂત આશિષ અનાદિથી છે તેથી વાસનાનું અનાદિપણું છે માટે અવતરણિકામાં શંકા કરેલ કે, પ્રથમ જે અનુભવ પ્રગટે છે તે વાસના નિમિત્ત છે કે નિર્નિમિત્ત છે ? તેનું સમાધાન આ રીતે થાય છે કે જે કોઈ અનુભવ છે તે વાસના નિમિત્તે જ છે નિર્નિમિત્ત નથી; કેમ કે વાસના અનાદિની છે અને વાસના અનાદિ છે તેનું કારણ આશિષ અનાદિથી છે એ પ્રકારે ફલિત થાય છે.
આ સર્વકથનથી શું ફલિત થાય છે ? તે સ્પષ્ટ કરતાં રાજમાર્તડકાર કહે છે –
અનુભવ, સંસ્કાર અને સ્મૃતિરૂપ કાર્યોનું કારણ આશિષ છે અને આત્મામાં આશિષનું નિત્યપણું હોવાથી તે આશિષના કાર્યરૂપ અનુભવ, સંસ્કાર અને સ્મૃતિઓ કોના દ્વારા વારણ કરી શકાય ? અર્થાત્ વારણ કરી શકાય નહિ, પરંતુ અનાદિના આશિપથી અનાદિકાળથી જીવ તે તે નિમિત્તોને