________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૯
૧૨૦
તે સંસ્કારો સ્વર્ગ-નરકાદિના ફળના અંકુરભાવરૂપ છે. તેથી એ પ્રાપ્ત થાય છે કે, આ સંસ્કારો જાતિ, આયુષ્ય અને ભોગફળવાળા છે, તેથી તે સંસ્કારો સ્વર્ગ-નરકાદિના કારણ બને તેવા સ્વરૂપવાળા છે તેના કારણે તે અનુષ્ઠાન કરનારને તે નૃત્યને અનુરૂપ સ્વર્ગ-નરકાદિ ફળની પ્રાપ્તિ થાય છે.
વળી, અનુષ્ઠાનથી બીજા પ્રકારના પણ સંસ્કારો પડે છે. જે જીવો યોગનું સેવન કે હિંસાદિ ધૃત્યો કરે છે, તે કૃત્યોની શક્તિરૂપે સંસ્કારો પડતા હોય છે, જેથી ફરી સામગ્રીને પામીને તે કૃત્યો તેઓ બીજા ભવમાં કરે છે, આથી જ યોગીઓ યોગસાધનાના સંસ્કારોથી બીજા ભવમાં ફરી યોગમાર્ગની પ્રવૃત્તિ કરે છે.
વળી, સંસારીજીવ જે અનુષ્ઠાન કરે છે, તેનાથી તેવા પ્રકારના ભોગ્યના ભોક્તૃત્વરૂપ સામર્થ્ય તેમનામાં પ્રગટે છે. જેમ વર્તમાનમાં પૂર્વ ધર્માનુષ્ઠાન કર્યું, તેનાથી દેવભવની પ્રાપ્તિ થઈ ત્યારે તે અનુષ્ઠાન કરનારને તે દેવભવના ભોગોને ભોગવવાને અનુરૂપ સામર્થ્ય પ્રગટે છે, તે સામર્થ્ય પૂર્વના ભવમાં કરાયેલા અનુષ્ઠાનથી પડેલ સંસ્કારરૂપ છે.
આ રીતે પાતંજલદર્શનકાર અનુષ્ઠાનથી આત્મામાં ત્રણ પ્રકારના સંસ્કારો પડે છે તે બતાવીને સંસ્કાર અને સ્મૃતિ વચ્ચે એકરૂપતા કઈ રીતે છે તે સ્પષ્ટ કરતાં કહે છે
—
સંસ્કારથી સ્મૃતિ થાય છે અર્થાત્ પૂર્વભવમાં કરાયેલા અનુષ્ઠાનથી પડેલા સંસ્કારોથી તે પ્રકારના કૃત્યોની સ્મૃતિ થાય છે અને સ્મૃતિથી સુખ-દુઃખનો ભોગ થાય છે. જેમ નારકભવમાં પડેલા દુઃખના આક્રંદના સંસ્કારોથી જ્યારે ફરી નારકપણું મળે છે ત્યારે તે સ્મૃતિથી આક્રંદના સંસ્કારોને કારણે દુઃખનો ઉપભોગ થાય છે અને જેમ દેવભવમાં સુખના હર્ષ આદિને અભિવ્યક્ત કરે તેવા સંસ્કારોથી ફરી દેવભવમાં તે પ્રકારની સ્મૃતિ થવાથી હર્યાદિને અભિવ્યક્ત કરે તેવા સુખનો ઉપભોગ થાય છે આ રીતે સંસ્કાર અને સ્મૃતિ વચ્ચે સમાનતારૂપ એકરૂપપણું છે એમ બતાવ્યા પછી જાતિ, દેશ અને કાળથી વ્યવહિત એવા સંસ્કારોમાં કઈ રીતે એકરૂપપણું છે અને કઈ રીતે એકરૂપપણું નથી. તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
આ રીતે સ્મૃતિ અને સંસ્કારનું જે પ્રવૃત્તિથી ભિન્નપણું છે તે પ્રવૃત્તિથી આનંતર્યનો અભાવ છે, માટે કાર્ય-કારણભાવ દુર્લભ છે. આશય એ છે કે કોઈને મનુષ્યભવમાં જે સ્મૃતિ છે તે સ્મૃતિથી પડેલા સંસ્કારો અને દેવભવમાં જે સ્મૃતિ થાય છે તેના કારણ બને એવા સંસ્કારરૂપે ભિન્નપણું છે તેથી તે મનુષ્યભવની પ્રવૃત્તિથી પાડેલા સંસ્કારો અને દેવભવમાં થતી સ્મૃતિ એ બે વચ્ચે આનંતર્યનો અભાવ છે અર્થાત્ કાલમૃત આનંતર્ય હોવા છતાં સમાનતારૂપ આનંતર્યનો અભાવ છે, તેથી મનુષ્યભવમાં કરાયેલી પ્રવૃત્તિથી પડેલા સંસ્કારો અને દેવભવમાં થતી સ્મૃતિ તે બે વચ્ચે કાર્ય-કારણભાવ સ્વીકારવો દુર્લભ છે અર્થાત્ અશક્ય છે.
વળી અમોએ જાતિ આદિના વ્યવધાનથી જે કાર્ય-કારણભાવ સ્વીકાર્યો એ પ્રમાણે એ ફલિત થાય છે કે, અનુભવ જ સંસ્કાર થાય છે અર્થાત્ ઘણા ભવ પૂર્વે જે દેવભવનો અનુભવ થયેલો તે જ સંસ્કાર બને છે, અને તે સંસ્કાર જ તથાવિધ વ્યંજક શરીરાદિની પ્રાપ્તિમાં સ્મૃતિરૂપે પરિણમન