________________
૧૨૬
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | કેવલ્યપાદ | સૂત્ર-૯ ત્યારે એક જ ચિત્તના અનુસંધાતૃપણાથી એક જ ચિત્તના અનુસંધાનથી, સ્થિતપણું હોવાથી કાર્યકારણભાવ દુર્ઘટ નથી. II૪-૯ll ભાવાર્થ : સ્મૃતિ અને સંસ્કારનું એકરૂપપણું હોવાથી જાતિ, દેશ અને કાળથી વ્યવહિત એવી પણ વાસનાઓનો સ્મૃતિ આદિ પ્રત્યે અનંતર ભાવ:
પાતંજલદર્શનકારે પાતંજલયોગસૂત્ર ૪-૮માં સ્થાપન કર્યું કે, કોઈ સંસારીજીવ દેવભવમાં હોય અને તે દેવભવમાં જે સંસ્કારો પડે ત્યાર પછી અન્ય બીજા બીજા ભવો કરે અને ફરી દેવભવને પામે ત્યારે પૂર્વના અનુભવેલા દેવભવના સંસ્કારોની સ્મૃતિ થાય છે, તેથી તે દેવભવમાં પૂર્વના દેવભવ જેવા જ કૃત્યો કરે છે.
અહીં કોઈને શંકા થાય કે, ઘણા ભવરૂપ જાતિનું વ્યવધાન હોય, દેશનું વ્યવધાન હોય કે કાળનું વ્યવધાન હોય ત્યાં કાર્ય-કારણ ભાવની ઉપપત્તિ થઈ શકે નહીં. આશય એ છે કે, એક જન્મ પછીના બીજા ભવમાં સ્મૃતિ થવી સુલભ છે, વળી પોતે પૂર્વમાં જે દેશમાં હોય તે જ દેશમાં ફરી જન્મે તો તે દેશના સંસ્કારોથી બીજા ભવમાં સ્મૃતિ થવી સંભવે. વળી પૂર્વના ભવના અનુભવ અને ઉત્તરના ભવના અનુભવ વચ્ચે કાળનું વ્યવધાન નહિ હોવાથી પૂર્વના ભવના અનુભવથી થયેલા સંસ્કારોથી ઉત્તરના ભવમાં સ્મૃતિ થઈ શકે છે, પરંતુ જાતિ આદિના વ્યવધાનમાં પૂર્વના અનુભવના સંસ્કારોથી સ્મૃતિ કઈ રીતે થઈ શકે ? તેના સમાધાનમાં કહે છે –
સંસારવર્તી જીવો અનેક જન્મમાં ભમતા હોય છે, તેમાંથી કોઈક દેવાદિ જન્મનો અનુભવ કરીને ફરી હજારો ભવોના વ્યવધાનથી દેવાદિભવને પામે છે ત્યારે પૂર્વમાં જે દેવભવમાં અનુભવ કરેલ તેવા પ્રકારના શરીરાદિ ઉત્તરના દેવભવમાં વ્યંજક બને છે, તેથી તે વ્યંજકની અપેક્ષાએ ઘણા ભવોના વ્યવધાનવાળા પણ દેવભવની વાસના પ્રગટ થાય છે અને વચલા દેવભવ સિવાયના અન્ય ભવોના જે અનુભવો છે તેને અનુરૂપ શરીર નહિ હોવાથી તે ભવોના સંસ્કારોને અભિવ્યક્ત કરનાર વ્યંજક એવા શરીરાદિનો અભાવ હોવાને કારણે તે સંસ્કારો તિરોહિત રહે છે.
વળી, જ્યારે તે સંસ્કારોને જાગૃત કરે તેવો ભવ પ્રાપ્ત થાય ત્યારે તેવા પ્રકારના શરીરરૂપ વ્યંજકને કારણે તે સંસ્કારો પ્રગટ થાય છે, તેથી દેવાદિ ભવની પ્રાપ્તિ પછી જાતિ, દેશ અને કાળનું વ્યવધાન હોવા છતાં દેવભવમાં નાંખેલા સંસ્કારોને અનુરૂપ સ્મૃતિ આદિ થવામાં આનંતર્ય છે; કેમ કે સ્મૃતિ અને સંસ્કારણનું એકરૂપપણું છે અર્થાત્ વર્તમાનના દેવભવમાં જે પ્રકારની સ્મૃતિ છે તે સ્મૃતિને અનુરૂપ ઘણા ભવ પૂર્વેના દેવભવના સંસ્કારો છે, તેથી તે બે વચ્ચે સમાનતારૂપ એકરૂપપણું છે.
સ્કૃતિ અને સંસ્કાર વચ્ચે એકરૂપપણું કઈ રીતે છે તે સ્પષ્ટ કરવા માટે ટીકાકાર તથાદિથી કહે છે –
સંસારીજીવો જે કોઈ અનુષ્ઠાન કરે છે, તેનાથી ચિત્તમાં વાસનારૂપ સંસ્કારો ઉત્પન્ન થાય છે અને