________________
૧૨૫
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | કેવલ્યપાદ | સૂત્ર-૯ ટીકાર્ય :
રૂદ .... પ્ર મવત્તિ છે અહીં=સંસારમાં, નાના જન્મોમાં જુદા જુદા અનેક ભવોમાં, ભમતા સંસારી જીવો કોઈક યોનિનો અનુભવ કરીને જ્યારે હજારો અન્વયોનિના વ્યવધાનથી ફરી તે જ યોનિને તે જ જન્મને, પ્રાપ્ત કરે છે ત્યારે તે પૂર્વ અનુભૂત-અનુભવાયેલ, યોનિમાં તેવા પ્રકારના શરીરાદિ વ્યંજકની અપેક્ષાએ જે વાસના પ્રગટ થઈ હતી તે તે વાસના, તેવા પ્રકારના વ્યંજના અભાવને કારણે=વચલા જન્મોમાં તે ભવના જેવા શરીરાદિરૂપ વ્યંજકના અભાવના કારણે, તિરોહિત થયેલ ફરી તેવા પ્રકારના વ્યંજક શરીરાદિના લાભમાં પ્રગટ થાય છે.
નાશિનૈત્તિર્ય, જાતિ, દેશ અને કાળનો વ્યવધાનમાં પણ તેઓનું હજારો અન્ય યોનિના વ્યવધાનથી અનુભવ કરેલી વાસનાઓનું, સ્વઅનુરૂપ સ્મૃતિ આદિ ફળસાધનમાં આનંતર્ય છેનૈત્તિર્ય છે. કેમ આનંતર્ય છે ? તેથી કહે છે –
સ્કૃતિ .... પત્નીત્ I સ્મૃતિ અને સંસ્કારનું એકરૂપપણું છે તે ભવમાં થતી સ્મૃતિ અને હજારો ભવો પૂર્વેના પૂર્વભવમાં પડેલા સંસ્કારોનું સમાનપણું છે.
સ્કૃતિ અને સંસ્કારોનું એકરૂપપણું કઈ રીતે છે ? તે તથાદિથી સ્પષ્ટ કરે છે – તથાદિ - તે આ પ્રમાણે –
૩નુષ્ટીયમનાત્ ... સામર્થ્યમ્ II સેવાતા અનુષ્ઠાનથી ચિત્તત્ત્વમાં વાસનારૂપ સંસ્કાર ઉત્પન્ન થાય છે અને તે વાસનારૂપ સંસ્કાર સ્વર્ગ-નરકાદિ ફળોનો અંકુરભાવ છે અર્થાત્ કારણભાવ છે અને યાગાદિ કૃત્યોનું શક્તિરૂપપણાથી=સંસ્કારરૂપપણાથી, અવસ્થાન છે અર્થાત્ ચિત્સત્ત્વમાં અવસ્થાન છે અને કર્તાનું તેવા પ્રકારના ભોગ્યના ભોખ્તત્વરૂપ સામર્થ્ય છે- અનુષ્ઠાન કરનાર પુરુષનું તે અનુષ્ઠાનથી જવા ભોગની પ્રાપ્તિ થાય છે તે ભોગ્યના ભોફ્તત્વરૂપ સામર્થ્ય છે.
ઉપરમાં સંસારમાં સેવાતા અનુષ્ઠાનના ત્રણ કાર્યો બતાવ્યા પછી તે સર્વ વચ્ચે કઈ રીતે કાર્યકારણભાવ છે તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
સંસ્કાર .... ન દુર્ધટ: / સંસ્કારથી સ્મૃતિ થાય છે અને સ્મૃતિથી સુખ-દુ:ખનો ભોગ થાય છે અને તેના અનુભવથી સુખ-દુ:ખના અનુભવથી, ફરી સંસ્કાર, સ્મૃતિ આદિ થાય છે.
અને આ રીતે સંસ્કારથી સ્મૃતિ અને સ્મૃતિથી સુખદુ:ખનો ઉપભોગ અને તેના-ઉપભોગના અનુભવથી સંસ્કાર સ્મૃતિ આદિ થાય છે એ રીતે, જેના=જે પ્રવૃત્તિના, સ્મૃતિ, સંસ્કાર આદિ ભિન્ન છે તે પ્રવૃત્તિના આનંતર્યનો અભાવ હોવાને કારણે કાર્યકારણભાવ દુર્લભ છે માટે જાતિ આદિના વ્યવધાન વગરના ઉત્તરના ભવ કરતાં પૂર્વના જુદા પ્રકારના ભવ વચ્ચે સ્મૃતિ અને સંસ્કારનું એકરૂપપણું નથી એમ અધ્યાહાર છે.
વળી અમોને જાતિ, દેશ અને કાળથી વ્યવહિત પણ સ્મૃતિ, સંસ્કારનું આમંતર્મ સ્વીકારનાર એવા અમોને, જ્યારે અનુભવ જ સંસ્કાર થાય છે અને સંસ્કાર સ્મૃતિરૂપપણાથી પરિણમન પામે છે