________________
૧૨૪
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કેવલ્યપાદ | સૂત્ર-૯ ઘણા વ્યવધાનથી પણ દેવભવની વાસનાઓનું ઉત્તરના દેવભવમાં સ્મરણ થાય છે ઇત્યાદિ સમર્થન ६२वा माटे, 5 छ -
भावार्थ :
પાતંજલયોગસૂત્ર ૪-૭માં કહ્યું કે, દેવાદિભવમાં અનુભવેલ સ્મૃતિમાત્રફળવાળી વાસના ઘણા ભવના વ્યવધાન પછી મળેલા દેવભવમાં જાગૃત થાય છે અને અન્ય ભવોની વાસના અવ્યક્ત સંજ્ઞામાં રહે છે ત્યાં કોઈને શંકા થાય કે, આ રીતે ઘણા ભવના વ્યવધાનવાળી વાસના વચ્ચે કાર્યકારણભાવની અનુપપત્તિ છે અર્થાત્ નજીકના ભવની વાસના ઉત્તરના ભાવમાં આવી શકે, પરંતુ ઘણા ભવ પૂર્વની વાસના ઉત્તરના દેવભવમાં કઈ રીતે સ્મરણ થઈ શકે ? તેનું નિરાકરણ કરીને દેવાદિભવની વાસના વ્યવધાનવાળા પણ ઉત્તરના દેવાદિભવમાં સ્મરણ થાય છે. એ પ્રકારના સમર્થન માટે કહે છે – सूत्र:
जातिदेशकालव्यवहितानामप्यानन्तर्यं स्मृतिसंस्कारयोरेकरूपत्वात् ॥४-९॥ सूत्रार्थ :
જાતિ, દેશ અને કાળથી વ્યવહિત એવી પણ વાસનાઓનું આમંતર્ય છેઃસ્વ અનુરૂપ મૃતિ આદિ પ્રત્યે અનંતરભાવ છે; કેમ કે સ્મૃતિ અને સંસ્કારનું એકરૂપપણું છે. lia-el टी: ___ 'जातीति -इह नानायोनिषु भ्रमतः संसारिणः काञ्चिद्योनिमनुभूय यदा योन्यतरसहस्रव्यवधानेन पुनस्तामेव योनि प्रतिपद्यते तदा तस्यां पूर्वानुभूतायां योनौ तथाविधशरीरादिव्यञ्जकापेक्षया वासना याः प्रकटीभूता आसंस्तास्तथाविधव्यञ्जकाभावात् तिरोहिताः पुनस्तथाविधव्यञ्जकशरीरादिलाभे प्रकटीभवन्ति, जातिदेशकालव्यवधानेऽपि तासां स्वानुरुपस्मृत्यादिफलसाधन आनन्तर्य-नैरन्तर्यम्, कुतः ? स्मृतिसंस्कारयोरेकरूपत्वात्, तथाहिअनुष्ठीयमानात्कर्मणश्चित्तसत्त्वे वासनारूप: संस्कारः समुत्पद्यते, स च स्वर्गनरकादीनां फलानामकुरीभावः कर्मणां वा यागादीनां शक्तिरूपतयाऽवस्थानम्, कर्तुर्वा तथाविधभोग्यभोक्तृत्वरूपं सामर्थ्यम्, संस्कारात् स्मृतिः स्मृतेश्च सुखदुःखोपभोगस्तदनुभवाच्च पुनरपि संस्कारस्मृत्यादयः एवं च यया स्मृतिसंस्कारादयो भिन्नास्तस्याऽऽनन्तर्याभावे दुर्लभः कार्यकारणभावः, अस्माकं तु यदाऽनुभव एव संस्कारो भवति संस्कारश्च स्मृतिरूपतया परिणमते तदैकस्यैव चित्तस्यानुसन्धातृत्वेन स्थितत्वात् कार्यकारणभावो न दुर्घटः ॥४-९॥