________________
૧૨૩
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કેવલ્યપાદ | સૂત્ર-૮-૯ ભાવાર્થ : અયોગી જીવોના ત્રણ પ્રકારના કર્મોનું ફળ :
પાતંજલયોગસૂત્ર ૪-૭માં કહ્યું કે, યોગીનું કર્મ અશુકલઅકૃષ્ણ છે, તેથી યોગીનું કર્મ અનાશયવાળું છે અર્થાત્ કર્મની વાસનાથી રહિત છે અને યોગી સિવાય અન્ય જીવોનું ચિત્ત ત્રણ પ્રકારનું કર્મ કરે છે જે કર્મથી આત્મામાં વાસના પડે છે અને તે કર્મની વાસના બે પ્રકારની છે – (૧) સ્મૃતિમાત્રફળવાળી અને (૨) જાતિ, આયુષ્ય અને ભોગફળવાળી.
આ બે પ્રકારની કર્મવાસનામાંથી જાતિ, આયુષ્ય અને ભોગફળવાળી કર્મવાસના એક-અનેક જન્મથી થનારી છે, એ પ્રકારે પૂર્વમાં નિર્ણય કરાયો છે.
સ્મૃતિમાત્રફળવાળી વાસના છે, તે વાસના દરેક ભવોમાં જુદી જુદી હોય છે છતાં જે જીવને ઉત્તરના ભવની પ્રાપ્તિરૂપ જે કર્મથી ઉત્તરના દેવાદિ શરીરનો આરંભ કરાયો તે દેવાદિ શરીરને અનુરૂપ સ્મૃતિમાત્રફળવાળી એવી તે વાસના તે દેવભવમાં અભિવ્યક્ત થાય છે, અન્ય વાસનાની અભિવ્યક્તિ દેવભવમાં થતી નથી.
આ જ અર્થને સ્પષ્ટ કરતાં કહે છે – કોઈ જીવે પૂર્વમાં દેવશરીરને પ્રાપ્ત કરેલું હોય ત્યાર પછી અન્ય અન્ય અનેક ભવો કરીને ઘણા ભવના વ્યવધાનથી ફરી દેવભવ પ્રાપ્ત કરે ત્યારે તે દેવભવમાં સ્મૃતિમાત્રફળવાળી વાસનામાંથી તે દેવભવને અનુરૂપ જ વાસના પ્રગટ થાય છે અને દેવભવથી ભિન્ન નરકાદિભવને અનુરૂપ વાસના અવ્યક્ત સંજ્ઞામાં રહે છે.
વળી દેવભવમાં તેને પૂર્વમાં દેવભવની વાસના અભિવ્યક્ત થાય છે તે લોકોત્તર અર્થમાં મૃતિઆદિ રૂપ છે; કેમ કે આ ભવમાં કરાયેલું આ ભવમાં સ્મરણમાં આવે તેને લોક પણ સમજી શકે છે. તે લૌકિક અર્થની સ્મૃતિ કહેવાય અને ઘણા ભવ પૂર્વના દેવભવના સંસ્કારો અત્યારે જાગૃત થાય છે તે લોક ન સમજી શકે તેવા અર્થો છે, તેથી તે લોકોત્તર અર્થો છે અને દેવભવમાં તે જીવને ઘણા ભવ પૂર્વે મેં આ કરેલું છે તે પ્રકારે સ્મરણ થતું નથી પરંતુ ઘણા ભાવ પૂર્વે દેવભવમાં કરેલા સંસ્કારોથી તે પ્રેરાઈને તે દેવભવને અનુરૂપ જ ચેષ્ટાઓ કરે છે, તે સર્વ ચેષ્ટા પ્રત્યે ઘણા વ્યવધાનવાળા દેવભવના સંસ્કારો કારણ બને છે. આ પ્રકારે પાતંજલદર્શનકારની માન્યતા છે. I૪-૮. અવતરણિકા:
आसामेव वासनानां कार्यकारणभावानुपपत्तिमाशङ्क्य समर्थयितुमाह - અવતરણિકા :
આ જ વાસનાઓની ઘણા ભવના વ્યવધાન પૂર્વે અનુભવેલા ઉત્તરના દેવભવમાં અભિવ્યક્ત થાય છે એ જ વાસનાઓની, કર્ય-કારણભાવની અનુ૫પત્તિની આશંકા કરીને સમર્થન કરવા માટે=