________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ / સૂત્ર-૫-૬
ભાવાર્થ :
પાતંજલયોગસૂત્ર ૪-૧માં કહેલ કે જન્મ, ઔષધિમંત્ર, તપ અને સમાધિ એ પાંચથી સિદ્ધિઓ થાય છે, અને આ સિદ્ધિઓ જન્માદિથી થયેલી છે તેથી નક્કી થાય છે કે આ સિદ્ધિઓથી થયેલ ચિત્ત પણ પાંચ પ્રકારનું છે, તેથી જન્માદિપ્રભવ ચિત્તથી સમાધિપ્રભવ ચિત્તના વૈલક્ષ્યને કહે છે.
૧૧૯
અહીં વિશેષ એ છે કે, કેટલીક સિદ્ધિઓ જન્મથી થાય છે, કેટલીક સિદ્ધિઓ ઔષધિ અને મંત્રજપાદિથી થાય છે. જે જીવોને જે પ્રકારની સિદ્ધિ થાય છે તે સિદ્ધિને અનુરૂપ તેનું ચિત્ત નિર્મળ થાય છે. જેમ કોઈ યોગીએ તપ કરીને તપથી ભાવિત થવાના કારણે તેવી કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તો તે સિદ્ધિને અનુરૂપ તેમનું ચિત્ત નિર્મળ થાય છે, તેથી જન્માદિ પાંચને આધીન સિદ્ધિઓ છે, અને તે સિદ્ધિને આધીન ચિત્ત પણ પાંચ પ્રકારનું થાય છે અને કૈવલ્યની પ્રાપ્તિ માટે સમાધિથી થનારું ચિત્ત આવશ્યક છે, એથી જન્માદિપ્રભવ ચિત્ત કરતાં સમાધિથી થનારું ચિત્ત કેવા પ્રકારનું છે તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે.
સૂત્ર :
તંત્ર ધ્યાનનમનાશય: ।।૪-૬૫
સૂત્રાર્થ
ત્યાં=પાંચ પ્રકારના ચિત્તમાં, ધ્યાનથી થનારું ચિત અનાશય છે=કર્મવાસના રહિત છે.
||૪-૬||
ટીકા :
‘तत्रेति’-ध्यानजं=समाधिजं, यच्चित्तं तत्पञ्चसु मध्येऽनाशयं = कर्मवासनारहितमित्यर्थः
।।૪-૬ા
ટીકાર્ય :
.....
ध्यानजं · કૃત્યર્થ: ॥ ધ્યાનથી ઉત્પન્ન થનારું-સમાધિથી ઉત્પન્ન થનારું, જે ચિત્ત, પાંચેયમાં= પાંચેય પ્રકારના ચિત્તમાં, સમાધિથી થનારું તે ચિત્ત અનાશય છે=કર્મવાસના રહિત છે અર્થાત્ કૃત્ય કરવાની વાસનાથી રહિત છે એ પ્રકારનો અર્થ છે. Il૪-૬॥
ભાવાર્થ :
પાંચ પ્રકારના ચિત્તમાં ધ્યાનથી થનારું ચિત્ત અનાશય=કર્મવાસના રહિત
પાતંજલયોગસૂત્ર ૪-૧માં જન્માદિ પાંચથી સિદ્ધિઓ થાય છે તેમ બતાવ્યું. જે યોગીને જે જે સિદ્ધિઓ થાય છે, તેનાથી પ્રભવ–થનારું એવું ચિત્ત પણ તે તે પ્રકારનું હોય છે, તેથી સિદ્ધિથી થનારું ચિત્ત પણ પાંચ પ્રકારનું પ્રાપ્ત થાય છે.