________________
૧૧૦
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૫ અવતરણિકા :
ननु बहूनां चित्तानां भिन्नाभिप्रायत्वान्नैककार्यकर्तृत्वं स्यादित्यत आह - અવતરણિકાર્ય :
ઘણા ચિત્તોનું ભિન્ન અભિપ્રાયપણું હોવાથી એક કાર્યકર્તુત્વ થશે નહીં એથી કહે છે – ભાવાર્થ :
સંસારવર્તી જીવોમાં દરેકના જુદા જુદા ચિત્તો છે, તેથી સંસારી જીવોને પરસ્પર ભિન્ન ભિન્ન અભિપ્રાય થાય છે, તેથી બધા એક કાર્ય કરતા નથી, પરંતુ પોતાના અભિપ્રાય અનુસાર જુદા જુદા કાર્યો કરે છે. જયારે યોગીને તો પોતાના કર્મના ફળને ભોગવીને કર્મનાશ કરવો છે, તેથી કર્મનાશરૂપ એક કાર્યને અનુકૂળ વ્યાપાર કરવા માટે જુદા જુદા ચિત્તો જુદા જુદા શરીરમાં જુદા જુદા અભિપ્રાયવાળા થાય તો કરી શકે નહીં, તેથી અનેક શરીરો બનાવીને તે અનેક ચિત્તથી યોગી પોતાને અભિમત એક કાર્ય કઈ રીતે કરી શકે ? તેના સ્પષ્ટીકરણ માટે પતંજલિમુનિ કહે છે – સૂત્ર :
प्रवृत्तिभेदे प्रयोजकं चित्तमेकमनेकेषाम् ॥४-५॥ સૂત્રાર્થ :
અનેક ચિત્તોની પ્રવૃત્તિના ભેદમાં એક ચિત્ત પ્રયોજક છે. II૪-પી. ટીકા?
'प्रवृत्तीति'-तेषामनेकेषां चेतसां प्रवृत्तिभेदे व्यापारनानात्वे, एकं योगिनश्चित्तं प्रयोजक= प्रेरकमधिष्ठातृत्वेन, तेन न भिन्नमतत्वम् । अयमर्थः-यथाऽऽत्मीयशरीरे मनश्चक्षुःपाण्यादीनि यथेच्छं प्रेरयति अधिष्ठातृत्वेन तथा कायान्तरेष्वपीति ॥४-५॥ ટીકાર્ય :
તેષા .... નમન્નમતત્વમ્ II તેઓની અનેક ચિત્તોની પ્રવૃત્તિના ભેદમાં વ્યાપારના અનેકપણામાં, યોગીનું એક ચિત્ત પ્રયોજક અધિષ્ઠાતૃપણાથી પ્રેરક છે, તેથી ભિન્નમતપણું નથી.
મયમર્થ: - આ અર્થ છે સૂત્રનો આ અર્થ છે –
યથા .... પતિ છે જે પ્રમાણે - પોતાના શરીરમાં મન-ચક્ષુ, હાથ વગેરેને અધિષ્ઠાતૃપણાથી યથેચ્છ પ્રેરણા કરે છે તે પ્રમાણે યોગીનું મન અધિષ્ઠાતૃપણાથી અન્ય કાયાઓમાં પણયોગી દ્વારા નિર્માણ કરાયેલી અન્ય કાયાઓમાં પણ, પ્રેરણા કરે છે. II૪-પી.