________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૩
વરમેવસ્તુ ... ક્ષેત્રિવત્, તેનાથી=નંદીશ્વરાદિ વડે, સેવાયેલા ધર્માદિથી ક્ષેત્રિની જેમ-ખેડૂતની જેમ, વરણભેદ છે.
કઈ રીતે તે ધર્માદિથી વરણભેદ છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે
૧૧૩
*****
તત: . પ્રમત્તિ, તેનાથી=સેવાતાં એવા તે ધર્માદિથી, વરણનો-આવારક એવા અધર્માદિનો= જાત્યંતરના આવારક એવા અધર્માદિનો ભેદ-ક્ષય, કરાય છે; કેમ કે તેનું જ વિરોધીપણું છે અર્થાત્ અધર્માદિનું જ ધર્માદિની સાથે વિરોધીપણું છે. તે પ્રતિબંધક ક્ષીણ થયે છતે પ્રકૃતિઓ સ્વયં=પોતે, અભિમત કાર્ય કરવા માટે સમર્થ થાય છે.
દૃષ્ટાન્તમારૢ- દૃષ્ટાંતને ક્યે છે
ક્ષત્રિવ્યવસ્- ખેડૂતની જેમ.
દૃષ્ટાંત દાÊતિક ભાવ સ્પષ્ટ કરે છે
यथा વોદ્રવ્યમ્ । જે પ્રમાણે ક્ષેત્રિખેડૂત, કેદારથી અન્ય કેદારમાં લને લઈ જ્વાની ઇચ્છાવાળો લના પ્રતિબંધક એવા વરણભેદમાત્રને કરે છે-સિંચન કરાતું લ અન્ય કેદારમાં જ્વા માટે પ્રતિબંધક એવી માટીને દૂર કરે છે. તે ભેદાયે છતે-વરણનો ભેદ થયે છતે, જલ પોતે જ પ્રસરણરૂપવાળા=ફેલાવાના સ્વભાવવાળા, પરિણામને ગ્રહણ કરે છે, પરંતુ લના પ્રસરણમાં તેનો=ખેડૂતનો, કોઈ પ્રયત્ન નથી. એ પ્રમાણે ધર્માદિનું જાણવું અર્થાત્ એ પ્રમાણે ધર્માદિ જાત્યંતર પ્રકૃતિનું કાર્ય કરવા માટે સમર્થ નથી પરંતુ તદર્થે જે પ્રતિબંધક એવી જાતિનો વિપાક વર્તે છે તેનો ધર્માદિ ભેદ કરે છે, તેથી દેવાદિભવને યોગ્ય એવી જાતિનો વિપાક સ્વત: પ્રાદુર્ભાવ પામે છે. ||૪-૩||
ભાવાર્થ :
ધર્માદિનિમિત્ત પ્રકૃતિના અર્થાતરપરિણામમાં અપ્રયોજક, ધર્માદિનિમિત્તથી ક્ષેત્રિકની જેમ વરણભેદ : પાતંજલયોગસૂત્ર ૪-૨માં સ્થાપન કર્યું કે, નંદીશ્વરાદિ ઈશ્વરની આરાધનાથી જાત્યાદિપરિણામને પ્રાપ્ત કરે છે તે પ્રકૃતિના આપૂરણથી થાય છે, તેથી હવે પ્રકૃતિના આપૂરણથી જાત્યાદિપરિણામ કઈ રીતે થાય છે તે સ્પષ્ટ કરે છે.
નંદીશ્વરાદિએ ઈશ્વરની ભક્તિ આદિ કરીને ધર્માદિનું સેવન કર્યું તે પૂર્વભવમાં બંધાયેલ પ્રકૃતિના અર્થાતરપરિણામમાં પ્રયોજક નથી.
નંદીશ્વરાદિએ કરેલ ધર્માદિનું સેવન પ્રકૃતિના અર્થાત૨પરિણામમાં કેમ પ્રયોજક નથી ? તેમાં યુક્તિ આપે છે
કાર્યથી કારણ પ્રવર્તતું નથી, પરંતુ કારણથી કાર્ય થાય છે તેથી ધર્માદિનું સેવન તે પ્રકૃતિઓના અર્થાતરપરિણામમાં પ્રયોજક નથી.