________________
૧૧૧
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૨-૩
અહીં શંકા થાય કે નંદીશ્વરાદિએ ઈશ્વરની આરાધના કરી તેનાથી આ ભવમાં જ જાત્યાદિ પરિણામ પ્રાપ્ત થયો અર્થાત્ જે પોતાની મનુષ્યજાતિ વગેરે પ્રાપ્ત થયેલા તેના સ્થાને દેવભવ જેવા રૂપાદિની પ્રાપ્તિ થાય તેવી જાતિની પ્રાપ્તિ થઈ. તેમ કોઈએ પૂર્વભવમાં સમાધિનો અભ્યાસ કર્યો ન હોય છતાં આ ભવના સમાધિના યત્નથી સિદ્ધિઓ થઈ શકે તેમ માનવું જોઈએ. તેના નિરાકરણ માટે કહે છે –
નંદીશ્વરાદિને ઈશ્વરની આરાધનાથી આ ભવમાં જાતિ આદિના પરિણામ થયો તે પ્રકૃતિના આપૂરણથી થયો છે અર્થાત્ નંદીશ્વરને પૂર્વભવમાં દેવભવના ભોગો પ્રાપ્ત કરાવે તેવી પ્રકૃતિ બંધાયેલી પરંતુ વચ્ચમાં મનુષ્યભવને ઉચિત એવી સામાન્યજાતિ આદિ પ્રાપ્ત કરાવે તેવું કર્મ વિપાકમાં આવ્યું, તેથી દેવભવના ભોગોને આપે તેવી પ્રકૃતિ નંદીશ્વરને વર્તમાનમાં પ્રાપ્ત થઈ નહીં પરંતુ ઈશ્વરની ભક્તિથી તે દેવભવને યોગ્ય જાતિ આદિ વિપાકને પામે તેમાં પ્રતિબંધક એવી મનુષ્યભવને અનુરૂપ જાતિ વગેરે છે તે ઈશ્વરની ભક્તિથી દૂર થાય છે, તેથી પૂર્વની બંધાયેલી દેવભવને અનુરૂપ જાતિ આદિ આ જન્મમાં વિકારને આપૂરણ કરે છે અર્થાત્ પોતાના ફળને આપે છે=જાત્યંતર આકારરૂપે પરિણમન પામે છે અર્થાત્ મનુષ્યભવને અનુરૂપ જાતિ આદિ ખસી જવાથી દેવભવને અનુરૂપ જાતિ આદિ ફળ આપવાને અનુરૂપ પરિણમન પામે છે.
આનાથી એ ફલિત થાય છે કે, પૂર્વભવમાં જો દેવભવને અનુરૂપ જાતિ નંદીશ્વરાદિએ ન બાંધેલી હોય તો ઈશ્વરની ભક્તિથી પણ તે વિપાકમાં આવી શકે નહિ. તેમ જેઓએ પૂર્વભવમાં સમાધિ અભ્યસ્ત કરી ન હોય તેઓને જન્માદિથી પણ સિદ્ધિઓની પ્રાપ્તિ થઈ શકે નહિ, પરંતુ પૂર્વભવમાં અભ્યસ્ત સમાધિવાળા યોગીઓ આ ભવમાં જન્મથી, ઔષધિથી, મંત્રથી, તપથી કે સમાધિથી સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે. II૪-રો અવતરણિકા: __ननु धर्माधर्मादयस्तत्र क्रियमाणा उपलभ्यन्ते तत्कथं प्रकृतीनामापूरकत्वमित्याह - અવતરણિકાર્ય :
ત્યાં આ એક જ જન્મમાં જાત્યાદિનો પરિણામાંતર થાય છે ત્યાં, કરાતાં એવા ધર્મ-અધર્મ વગેરે દેખાય છે, તેથી પ્રકૃતિનું આપૂરકપણે કેવી રીતે થાય? એથી કહે છે – ભાવાર્થ :
પાતંજલયોગસૂત્ર ૪-૨માં સ્થાપન કર્યું કે, નંદીશ્વરાદિને ઈશ્વરની ભક્તિથી પાશ્ચાત્ય પછીની પ્રકૃતિનું પૂરણ થવાથી વિપાક પ્રાપ્ત થાય છે, તેથી નંદીશ્વરાદિને ઈશ્વરની ભક્તિથી જે દેવભવ જેવી જાતિ આદિ આ ભવમાં પ્રાપ્ત થઈ તે પ્રકૃતિના આપૂરણથી થયેલી છે. ત્યાં શંકા કરતાં કહે છે કે, તેવા સ્થાનમાં જીવો ઈશ્વરની ભક્તિરૂપ ધર્મ કરનારા દેખાય છે, કોઈક જીવો પાપકૃત્યો કરનારા દેખાય છે. તે ધર્મકૃત્ય અને પાપકૃત્યના ફળરૂપે તેઓને તે ભવમાં સારી જાતિ કે ખરાબ જાતિ આદિનો