________________
૧૧૦
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૨ અવતરણિકા :
ननु नन्दीश्वरादिकानां जात्यादिपरिणामोऽस्मिन्नेव जन्मनि दृश्यते तत् कथं जन्मान्तराभ्यस्तस्य समाधेः कारणत्वमुच्यत इत्याशङ्कयाऽऽह - અવતરણિતાર્થ :
નંદીશ્વરાદિને જાત્યાદિ પરિણામ આ જ જન્મમાં દેખાય છે, તેથી જન્માંતરમાં અભ્યસ્ત સમાધિનું કારણપણે અર્થાત્ જન્માંતરમાં અભ્યાસ કરેલ સમાધિ સિદ્ધિઓમાં કારણ છે, એ પ્રમાણે કેવી રીતે કહેવાય ? એ પ્રકારની આશંકા કરીને કહે છે – સૂત્ર :
जात्यन्तरपरिणामः प्रकृत्यापूरात् ॥४-२॥ સૂત્રાર્થ :
જાત્યંતરનો પરિણામ=નંદીશ્વરાદિને એક ભવમાં અન્ય ભવની જાતિનો પરિણામ, પ્રકૃતિના આપૂરણથી થાય છે. ll૪-ચા ટીકા :
'जात्येति'-योऽयमिहैव जन्मनि नन्दीश्वरादीनां जात्यादिपरिणामः स प्रकृत्यापूरात्, पाश्चात्त्या एव हि प्रकृतयोऽमुष्मिञ्जन्मनि विकारानापूरयन्ति जात्यन्तराकारेण परिणामयन्ति I8-રા. ટીકાર્ય :
યોગ્યમ્ .પરિપત્તિ છે જે આ આજ જન્મમાં નંદીશ્વરાદિને જાતિ આદિનો પરિણામ થાય છે તે પ્રકૃતિના આપૂરણથી થયેલ પૂર્વમાં બંધાયેલી પ્રકૃતિના પ્રતિબંધક એવા અન્ય પ્રકૃતિના દૂર થવાથી પૂર્વની બંધાયેલી પ્રકૃતિના આપૂરણથી થયેલ છે.
પ્રકૃતિના આપૂરણનો અર્થ સ્પષ્ટ કરે છે –
પાશ્ચાત્ય જ પ્રકૃતિઓ આ જન્મમાં વિકારોને આપૂરણ કરે છે=જાત્યાંતર આકારથી પરિણમન પમાડે છે. I૪-રા. ભાવાર્થ : પ્રકૃતિના આપૂરણથી નંદીશ્વરાદિને જાત્યંતર પરિણામની પ્રાપ્તિ :
પાતંજલયોગસૂત્ર ૪-૧માં કહ્યું કે જન્મ, ઔષધિ આદિથી જે સિદ્ધિઓ થાય છે તે પણ જન્માંતરમાં અભ્યાસ કરેલ સમાધિને કારણે થાય છે, પરંતુ પૂર્વ જન્મમાં જેમણે સમાધિનો અભ્યાસ કર્યો નથી તેમને સિદ્ધિઓ પ્રાપ્ત થતી નથી.