________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૪૧-૪૨
૫
સૂત્ર :
श्रोत्राकाशयोः सम्बन्धसंयमाद् दिव्यं श्रोत्रम् ॥३-४१॥
સૂત્રાર્થ :
શ્રોત્રના અને આકાશના સંબંધમાં સંયમ કરવાથી દિવ્ય શ્રોત્ર થાય છે=વિશિષ્ટ શબ્દ ગ્રહણમાં શ્રોસેન્દ્રિય સમર્થ થાય છે. ll૩-૪૧II
ટીકા:
'श्रोत्रेति'-श्रोत्रं शब्दग्राहकमाहङ्कारिकमिन्द्रियम्, आकाशं व्योम शब्दतन्मात्रकार्यम्, तयोः सम्बन्धो देशदेशिभावलक्षणस्तस्मिन् कृतसंयमस्य योगिनो दिव्यं श्रोत्रं प्रवर्तते, युगपत् सूक्ष्मव्यवहितविप्रकृष्टशब्दग्रहणसमर्थं भवतीत्यर्थः ॥३-४१॥ ટીકાર્ય :
શ્રોત્ર રૂત્યર્થ: / શબ્દગ્રાહક અહંકારથી જન્ય એવી ઇન્દ્રિય શ્રોત્ર છે.
શબ્દતન્માત્રાનું કાર્ય આકાશ-વ્યોમ છે, તે બેનો જે દેશ-દેશીભાવસ્વરૂપ સંબંધ, તેમાં કરાયેલ સંયમવાળા યોગીને દિવ્ય શ્રોત્ર પ્રવર્તે છે=એકી સાથે સૂક્ષ્મ, વ્યવહિત, વિપ્રકૃષ્ટ એવા શબ્દને ગ્રહણ કરવામાં સમર્થ શ્રોત્રેન્દ્રિય થાય છે, એ પ્રકારનો અર્થ છે. li૩-૪૧||
ભાવાર્થ :
શ્રોત્રેન્દ્રિયના અને આકાશના સંબંધમાં સંચમ કરવાથી દિવ્યશ્રોત્રની સિદ્ધિ :
શ્રોત્રેન્દ્રિય અને આકાશ ઉપર ધારણા, ધ્યાન અને સમાધિવિષયક સંયમ કરવાથી યોગીને એકી સાથે સૂક્ષ્મ, વ્યવહિત અને અત્યંત દૂર રહેલા શબ્દોને ગ્રહણ કરવા સમર્થ બને એવા દિવ્ય શ્રોત્રેન્દ્રિયની પ્રાપ્તિ થાય છે. N૩-૪૧ અવતરણિકા : सिद्ध्यन्तरमाह -
અવતરણિકાર્ય :
અન્ય સિદ્ધિને કહે છે –
સૂત્ર :
कायाकाशयोः सम्बन्धसंयमाल्लघुतूलसमापत्तेश्चाकाशगमनम् ॥३-४२॥