________________
૮૨
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૫૧ पतति, स्मयकरणे कृतकृत्यमात्मानं मन्यमानो न समाधावुत्सहते, अतः सङ्गस्मययोस्तेन વર્ગનં શર્તવ્યમ્ રૂપા ટીકાર્ય : - વત્વારો વર્તવ્યમ્ | ચાર પ્રકારના યોગીઓ હોય છે. ત્યાં અભ્યાસવાળા પ્રવૃત્તમાત્રજ્યોતિ પ્રથમ છે, ઋતંભરપ્રજ્ઞાવાળા બીજા છે, ભૂત અને ઇન્દ્રિયોનો જય કરનારા ત્રીજા છે અને અતિક્રાંત છે ભાવનીય જેને એવા ચોથા છે, ત્યાં ચોથી સમાધિથી પ્રાપ્ત સાત પ્રકારની પ્રાંતભૂમિની પ્રજ્ઞાવાળા યોગી થાય છે, બીજી મધુમતી સંજ્ઞાવાળી ભૂમિકાને સાક્ષાત્ કરતા એવા ઋતંભરપ્રજ્ઞાવાના સ્વામીને દેવો ઉપનિમંત્રણ કરનારા થાય છે દિવ્યસ્ત્રી અને રસાયનાદિ આપે છે, તેમના ઉપનિયંત્રણમાં દેવના ઉપનિયંત્રણમાં, આના વડે યોગી વડે, સંગ કરવો જોઈએ નહીં અને સ્મય પણ કરવો જોઈએ નહિ, સંગ કરવાથી વિષયભોગ થયે છતે યોગી પતન પામે છે, સ્મય કરવામાં આત્માને કૃતકૃત્ય માનતો સમાધિમાં ઉત્સાહિત થતો નથી આથી સંગ અને સ્મયનું તેના વડે યોગી વડે, વર્જન કરવા યોગ્ય છે. ||૩-૫૧II
ભાવાર્થ :
વિશોકાસિદ્ધિમાં પ્રાપ્ત થયેલ સમાધિમાં સ્થિતિનું બીજ સંગ અને સ્મયનું અકરણ :
યોગી ઇન્દ્રિયોનો જય કરે, ત્યારપછી અંતઃકરણનો જય કરે, ત્યારે યોગીને સત્ત્વની અને પુરુષની અન્યતાખ્યાતિ પ્રાપ્ત થાય છે અને યોગી સર્વજ્ઞ અને સર્વભાવોનો અધિષ્ઠાતા બને છે. સત્ત્વની અને પુરુષની અન્યતાખ્યાતિવાળા યોગીને આ પ્રાપ્ત થયેલી યોગની સિદ્ધિને પાતંજલદર્શનકાર વિશોકાસિદ્ધિ કહે છે.
વિશોકાસિદ્ધિ પ્રાપ્ત થયા પછી જો તે યોગી વિશોકાસિદ્ધિમાં પણ વૈરાગ્ય પ્રાપ્ત કરે તો દોષનું બીજ ક્ષય થાય, અને દોષબીજનો ક્ષય થાય તો યોગી સર્વકર્મથી મુક્ત બને છે.
હવે કોઈ યોગીને વિશોકાસિદ્ધિ પ્રાપ્ત થઈ, અને તે સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી તેમને દેવતાઓ ભોગાદિ માટે નિમંત્રણ કરે તો પણ તે યોગી ભોગાદિમાં સંગ ન કરે, અને કદાચ કોઈ યોગીને દેવતાઓ ભોગાદિ માટે ઉપનિમંત્રણ કરે કે ન કરે તોપણ સંગ ન કરે; આમ છતાં પોતાને પ્રાપ્ત થયેલી સિદ્ધિનો ય કરે, તોપણ તે યોગી સમાધિમાં અવસ્થિત રહી શકતા નથી, તેથી જે યોગી વિશોકાસિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી ભોગાદિમાં સંગ કરતા નથી અને પ્રાપ્ત થયેલી સિદ્ધિમાં સ્મય કરતા નથી પરંતુ વૈરાગ્યને ધારણ કરે છે, તેઓ ક્રમસર દોષબીજનો ક્ષય કરીને કેવલ્યને પ્રાપ્ત કરી શકે છે. સંગ અને સ્મયકરણમાં અનિષ્ટનો પ્રસંગ :
જે યોગી વિશોકાસિદ્ધિને પ્રાપ્ત કર્યા પછી, દેવતાઓ તેમને ભોગાદિ માટે નિમંત્રણ કરે અને તે વિષયોમાં સંગ કરે તો તેઓ વિષયોમાં પ્રવૃત્ત થવાથી સમાધિરહિત બને છે.