________________
૧૦૧
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-પપની ઉપા. મ.સા.ની ટિપ્પણી
માટી આદિમાં વિવર્તી જોનાર પુરુષને દેખાય છે અને તેની સંગતિ જોનારના જ્ઞાનના વિવર્તનથી કરી શકાય જેમ-સંસારી જીવોને જ્ઞાનના વિવર્તી દેખાય છે છતાં ચિતૂપ આત્મામાં વિવર્તી નથી તેમ પાતંજલઈનકાર સ્વીકારે છે, તેમ માટી આદિ દ્રવ્યોને જોનારા પુરુષના જ્ઞાનના જ ધર્મો આ વિવર્તી છે, પરમાર્થથી સર્વ વિવર્ત વગરના માટી આદિ દ્રવ્યો કૂટસ્થ નિત્ય છે તેમ સ્વીકારી શકાય. જો અચિત્સામાન્યનિષ્ઠ અચિતુમાં વિવોં કલ્પાય છે તો તુલ્યન્યાયથી ચિના વિવર્ત પણ ચિત્સામાન્યનિષ્ઠ જ કલ્પવા યુક્ત છે પરંતુ ચિત્ એવા આત્માને અચિના વિવર્તાના અધિષ્ઠાનરૂપે કલ્પવો યુક્ત નથી; કેમ કે નયના આદેશનું સર્વત્ર તુલ્ય પ્રસરપણું :
જો પાતંજલદર્શનકાર અચિત્સામાન્યનિષ્ઠ જ વિવર્તને સ્વીકારે અર્થાત્ માટી આદિ દ્રવ્યોમાં જ અચિના વિવર્તી સ્વીકારે તો તે ન્યાયથી જ ચિના વિવર્તી પણ ચિત્સામાન્યમાં જ સ્વીકારવા જોઈએ પરંતુ ચિત્ વિવર્તવાળું નથી પણ વિવર્તનું અધિષ્ઠાન છે તેમ કલ્પના કરવી ઉચિત નથી અર્થાત્ જેમ ચંદ્ર ચલ નથી પરંતુ ચલ એવા જલમાં પ્રતિબિંબિત હોવાથી જલમાં અધિષ્ઠાનવાળું છે, તેમ ચિત્ એવો આત્મા કોઈ વિવર્તવાળો નથી પરંતુ વિવર્તવાળી એવી બુદ્ધિમાં પ્રતિબિંબિત હોવાથી બુદ્ધિમાં અધિષ્ઠાનવાળો છે, તેમ માનવું ઉચિત નથી, કેમ કે નયદષ્ટિનો આદેશ સર્વ દ્રવ્યોમાં તુલ્ય પ્રવર્તે છે.
આશય એ છે કે શુદ્ધ દ્રવાસ્તિકનયની દૃષ્ટિથી જોવામાં આવે તો શુદ્ધ દ્રવ્ય કોઈ વિવર્તવાળું નથી, પરંતુ સદા એક સ્વભાવે રહેલું છે અને તે નયની દૃષ્ટિથી વિચારીએ તો આત્મામાં પણ જ્ઞાનના વિવર્તી નથી પરંતુ સ્થિર એકસ્વભાવવાળો આત્મા છે અને તે નયની દૃષ્ટિથી જેમ આત્મામાં જ્ઞાનના વિવર્તી નથી તેમ માટી આદિ દ્રવ્યોમાં પણ કોઈ વિવર્તી નથી પરંતુ માટી આદિ સર્વ દ્રવ્યો શુદ્ધ દ્રવાસ્તિકનયની દષ્ટિથી સ્થિર અવિચલિત એકસ્વભાવવાળા છે એમ માનવું જોઈએ.
જો માટી આદિ દ્રવ્યોને તે તે ભાવરૂપે પરિણમન પામે છે તેમ માનીએ તો તે તે નયની દષ્ટિથી આત્મા પણ મુક્તઅવસ્થામાં જ્ઞાન સ્વભાવવાળો હોવાથી જ્ઞયના તે તે પરિણામ અનુસાર કેવલજ્ઞાન પણ તે તે પરિણામરૂપે પરિણમન પામે છે અર્થાત્ કેવલજ્ઞાનના વિવર્તી પ્રતિક્ષણ રહે છે. આ કેવલજ્ઞાનના વિવર્તાને સામે રાખીને સિદ્ધના આત્માઓ કોઈ ક્રિયા વગરના હોવા છતાં અને શાશ્વત સિદ્ધઅવસ્થામાં રહેનારા હોવા છતાં જ્ઞાનના વિવર્તાની અપેક્ષાએ ઉત્પાદ અને વ્યયવાળા છે અને આત્મદ્રવ્યની અપેક્ષાએ ધ્રુવ છે તેમ સ્વીકારીને ‘ઉત્પાદ્દિવ્યદ્મવ્યયુ$ સ’ એ પ્રકારનું સત્ત્વનું લક્ષણ સિદ્ધના જીવોમાં સંગત કરાય છે. વળી સંસારીજીવોમાં પણ પ્રત્યક્ષથી જે જ્ઞાનના વિવર્તા, સુખદુ:ખનાં વિવર્તી દેખાય છે તે આત્માના જ છે. બુદ્ધિ એ આત્માનું જ સ્વરૂપ છે તેમ સ્વીકારવું ઉચિત છે. ઉત્થાન :
પૂર્વમાં ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે સ્થાપન કર્યું કે સિદ્ધઅવસ્થામાં પણ ચિત્સામાન્યના વિવ વર્તે છે માટે મુક્ત અવસ્થામાં અર્થના બોધશૂન્ય નિર્વિકલ્પ ચિતૂપ જ આત્મા છે તેમ માનવું ઉચિત નથી ત્યાં પાતંજલદર્શનકાર કહે કે આત્માને કૂટસ્થ માનનારી શ્રુતિ છે તેની સંગતિ આત્માના જ્ઞાનનો વિવત સ્વીકારવાથી થઈ શકે નહીં. તેના સમાધાનરૂપે કહે છે –