________________
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૫૫ની ઉપા. મ.સા.ની ટિપ્પણી | ઉપસંહાર ૧૦૫ અને તત્ત્વના વિષયમાં વિપરીત બોધરૂપ જેમ સંસારની અન્ય માન્યતાઓ છે તેમ આત્માને કૂટસ્થ નિત્ય માનવાની માન્યતા પણ છે, આથી અનાદિકાળથી પાન કરેલા વિષતુલ્ય તે માન્યતા છે, પૂજય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજના યુક્તિયુક્ત વચન દ્વારા યોગ્ય જીવો તે વિષનો ત્યાગ કરીને જિનવચનની વાસનાના પરમાર્થને પ્રાપ્ત કરે એ પ્રમાણે તેઓ અભિલાષ કરે છે આ વિષયમાં અધિક સ્યાદ્વાદકલ્પલતા આદિ ગ્રંથોમાં વિવેચન છે. | વિભૂતિપાદના ઉપસંહારને કરતાં રાજમાર્તડવૃત્તિકાર કહે છે – ટીકા :
तदेवमन्तरङ्गं योगाङ्गत्रयमभिधाय तस्य च संयमसञ्ज्ञां कृत्वा संयमस्य च विषयप्रदर्शनार्थं परिणामत्रयमुपपाद्य संयमबलोत्पद्यमानाः पूर्वान्तपरान्तमध्यभवाः सिद्धीरुपदर्श्य समाध्याश्वासोत्पत्तये बाह्या भुवनज्ञानादिरूपा आभ्यन्तराश्च कायव्यूहज्ञानादिरूपाः प्रदर्श्य समाध्युपयोगायेन्द्रियप्राणजयादिपूर्विकाः परमपुरुषार्थसिद्धये यथाक्रममवस्थासहितभूतजयेन्द्रियजयसत्त्वजयोद्भवाश्च व्याख्याय विवेकज्ञानोत्पत्तये तांस्तानुपायानुपन्यस्य तारकस्य सर्वसमाध्यवस्थापर्यन्तभवस्य स्वरूपमभिधाय तत्समापत्तेः कृताधिकारस्य चित्तसत्त्वस्य स्वकारणेऽनुप्रवेशात्कैवल्यमुत्पद्यत इत्यभिहितमिति निर्णीतो विभूतिपादस्तृतीयः ॥ ટીકાર્ય :
તદેવમ્ ..... તૃતીય: I આ રીતે અંતરંગ યોગાંગ ત્રણને કહીનેઅંતરંગ રીતે પ્રવર્તતા ધારણા, ધ્યાન અને સમાધિરૂપ યોગના ત્રણ અંગને કહીને, અને તેનીeત્રણ યોગના અંગની, સંયમસંજ્ઞા કરીને. અને સંયમના વિષયને બતાવવા માટે ત્રણ પરિણામને ક્વીને નિરોધ, સમાધિ અને એકાગ્રતારૂપ ત્રણ પરિણામોનું ઉપપાદન કરીને, સંયમના બળથી ઉત્પન્ન થતી પૂર્વાન્તભવ, અપરાન્તભવ અને મધ્યભવ એવી સિદ્ધિઓની બતાવીને, સમાધિના આશ્વાસનની ઉત્પત્તિ માટે સમાધિ અર્થે ઉત્સાહિત કરવા માટે, ભુવનજ્ઞાનાદિરૂપ બાહ્ય અને કયલૂંજ્ઞાનાદિરૂપ અત્યંતર સિદ્ધિઓને બતાવીને, સમાધિમાં ઉપયોગ માટે ઇન્દ્રિય અને પ્રાણાયાદિપૂર્વની અને પરમ પુરુષાર્થની સિદ્ધિ માટે મોક્ષરૂપ પરમ પુરુષાર્થની સિદ્ધિ માટે, યથાક્રમ અવસ્થા સહિત ભૂતય, ઇન્દ્રિયજય અને સત્ત્વયથી ઉદ્ભવ થયેલી એવી સિદ્ધિઓનું વ્યાખ્યાન કરીને વિવેજ્ઞાનની ઉત્પત્તિ માટે તે તે ઉપાયોનો ઉપન્યાસ કરીને સર્વસમાધિની અવસ્થાના પર્યતમાં થનારા એવા તારશ્ના સ્વરૂપને કહીને તેની સમાપત્તિથીeતારકજ્ઞાનની પ્રાપ્તિથી કૃત અધિકારવાળા ચિત્તસત્ત્વનો સ્વકારણમાં અનુપ્રવેશ થવાને કારણે=સર્વ અધિકારો પૂર્ણ થયા છે એવા ચિત્સત્ત્વનું સ્વકારણરૂપ પ્રકૃતિમાં અનુપ્રવેશ થવાને કારણે, કેવલ્ય કેવલપણું ઉત્પન્ન થાય છે અર્થાત્ પુરુષને કૈવલ્યની પ્રાપ્તિ થાય છે એ પ્રમાણે કહેવાયું. એ રીતે ત્રીજો વિભૂતિપાદ નિર્ણય કરાયો.