________________
૧૦૩
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૫૫ની ઉપા. મ.સા.ની ટિપ્પણી જીવોની સંસારઅવસ્થામાં પણ છે; કેમ કે કર્મોથી કેવલજ્ઞાનાદિ આવૃત્ત થયેલા હોવા છતાં પણ જ્ઞાનદર્શનના ઉપયોગ વગરનો કોઈ જીવ નથી, તેથી જ્ઞાન-દર્શનના ઉપયોગ સ્વરૂપે આત્મા સદા અવસ્થિત છે અને તે તે જ્ઞાનના ઉપયોગરૂપે જ્ઞાનના વિવર્તી પણ આત્મામાં છે તેમ સ્વીકારવાથી મુક્ત આત્મામાં જ્ઞાનના વિવાર્તા સ્વીકારવા છતાં સંસારઅવસ્થામાં અને મુક્તઅવસ્થામાં સાધારણ એવા જ્ઞાન-દર્શન ઉપયોગવસ્વરૂપે આત્માનું ફૂટસ્થપણું સંગત થશે. નિધર્મકપણું ચિતનું ટસ્થપણું છે એ પ્રમાણે કહેવાયે છતે આત્મામાં પ્રમેયવાદિના પણ અભાવનો પ્રસંગ આવે અને આત્મામાં પ્રમેયવાદિનો અભાવ સ્વીકારીએ તો “સચ્ચિદાનંદરૂપ બ્રહ્મ છે' ઇત્યાદિ શ્રુતિની અનુપપત્તિ :
અને જો પાતંજલદર્શનકાર કહે છે કે નિર્ધર્મકપણે જ આત્માનું કૂટસ્થપણું છે માટે મુક્તાત્મામાં કોઈ ધર્મ નથી, તેથી ત્યાં જ્ઞાનના વિવર્તી સ્વીકારી શકાશે નહીં. તો પૂજય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ કહે છે –
નિર્ધર્મકપણારૂપ કૂટસ્થપણું સ્વીકારવામાં પ્રયત્નાદિના પણ અભાવનો પ્રસંગ પ્રાપ્ત થાય અર્થાત્ આત્મા પ્રમેય છે એમ પણ સ્વીકાર શકાય નહીં અને મુક્ત આત્મા કેવા છે ? તો શાસ્ત્રથી મુક્ત આત્માનું સ્વરૂપ બતાવાય છે, યોગીઓ મુક્ત આત્માનું સ્વરૂપ બતાવે છે, તેથી મુક્ત આત્મા પ્રમેય નથી તેમ કહી શકાય નહીં.
વળી આત્માને નિર્ધર્મક સ્વીકારીએ તો સચ્ચિદાનંદરૂપ બ્રહ્મ છે' એ શ્રુતિની પણ અનુપપત્તિ થશે; કેમ કે આત્મા નિર્ધર્મક હોવાથી તે પ્રમેય નથી તેમ માનવું પડે અને જે પ્રમેય ન હોય તેનું સ્વરૂપ ‘સચ્ચિદાનંદરૂપ બ્રહ્મ છે' એ વચનથી શ્રુતિ કહી શકે નહીં માટે બ્રહ્મને નિર્ધક સ્વીકારવો ઉચિત નથી. અસત્ આદિની વ્યાવૃત્તિમાત્રથી સત્ આદિવચનના ઉપપાદનમાં ચિત્ત્વ પણ અચિવ્યાવૃત્તિ જ થાય એથી સિદ્ધના આત્મામાં ચિસામાન્યનો અપલાપ :
અહીં પાતંજલદર્શનકાર બ્રહ્મને નિર્ધર્મક સ્વીકારીને “સચ્ચિદાનંદરૂપ બ્રહ્મ'ને કહેનારી શ્રુતિની સંગતિ કરવા અર્થે કહે કે સચ્ચિદાનંદરૂપ શબ્દોમાં રહેલ સત આદિ શબ્દો અસતુ આદિની વ્યાવૃત્તિમાત્ર કરે છે પરંતુ બ્રહ્મનું સ્વરૂપ બતાવતા નથી એથી બ્રહ્મ પ્રમેય નથી એમ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. તેનું નિરાકરણ કરવા માટે પૂજય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ કહે છે –
અસત્ આદિની વ્યાવૃત્તિમાત્રથી સચ્ચિદાનંદરૂપ બ્રહ્મમાં રહેલા સત્ આદિ વચનોનું ઉપપાદન કરવામાં આવે તો ચિત્ત્વ પણ અચિવ્યાવૃત્તિરૂપ જ પ્રાપ્ત થાય અને તે રીતે મોક્ષમાં જેમ પ્રયત્ન ધર્મ નથી તેમ ચિત્સામાન્ય પણ નથી તેમ માનવાની આપત્તિ આવે માટે “સચ્ચિદાનંદરૂપ બ્રહ્મ છે' ઇત્યાદિ શ્રુતિની સંગતિ કરવી હોય તો નિધર્મક આત્માનું કૂટસ્થપણું માનવું યુક્ત નથી પરંતુ આત્માથી ઇતરમાં અવૃત્તિ એવા સ્વાભાવિક જ્ઞાન-દર્શનના ઉપયોગવત્ત્વપણાથી કૂટસ્થપણું માનવું યુક્ત છે.