________________
૧૦૨
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૫૫ની ઉપા. મ.સા.ની ટિપ્પણી અર્થ :
ટä .... અનુપાત્તિ , વળી આત્માનું ફૂટસ્થપણું જે શ્રુતિથી સિદ્ધ છે તે ઇતરમાં અવૃત્તિ એવા સ્વાભાવિજ્ઞાન-દર્શનના ઉપયોગવસ્વરૂપે સમર્થન કરવું જોઈએ; કેમ કે નિધર્મકપણે ચિરૂપ આત્માનું ફૂટસ્થપણું છે એ પ્રમાણે કહેવાય છતે ત્યાં આત્મામાં, પ્રમેયવાદિના પણ અભાવનો પ્રસંગ છે. અને તે રીતે આત્મામાં પ્રમેયત્વાદિનો અભાવ સ્વીકારીએ તે રીતે, “સચ્ચિદાનંદરૂપ બ્રહ્મ છે' ઇત્યાદિ શ્રુતિની અનુ૫પત્તિ છે.
નિધર્મક બ્રહ્મ સ્વીકારીને ‘સચ્ચિદાનંદરૂપ બ્રહ્મ' છે એ શ્રુતિની સંગતિ કરવા માટે પાતંજલદર્શનકાર કહે તે બતાવીને તેનું નિરાકરણ કરે છે.
વ્યાવૃત્તિ .... નતા અસત્ આદિની વ્યાવૃત્તિમાત્રથી સત્ આદિવચનના ઉપપાદનમાં “સચ્ચિદાનંદરૂપ બ્રહ્મ છે' એ પ્રકારની કૃતિના ઉપપાદનમાં, ચિત્ત્વ પણ અચિત્ વ્યાવૃત્તિ જ થાય એથી ચિત્સામાન્ય વડે પણ સર્યું અર્થાત્ સિદ્ધના આત્મામાં ચિત્સામાન્યનો પણ અપલાપ થાય. અને જો “ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યયુક્ત સત્ છે' એ પ્રમાણે ગુણસ્થળમાં બતાવાયેલ રીતિથી= તત્ત્વાર્થસૂત્ર અધ્યાય-૫માં મુગલોના ગુણોને બતાવ્યા તે ગુણસ્થળમાં બતાવાયેલ રીતિથી, સતુનું લક્ષણ સર્વત્ર પુગલમાં જ નહીં પરંતુ જીવાદિ સર્વ પદાર્થોમાં, ઘટે છે તો સ્વવિભાવ અને સ્વસ્વભાવ પર્યાયો વડે સંસારી અને મુક્તનું અસાંકર્ય થવાથી અખાધને પામતું એવું તેરસનું લક્ષણ, બંધમોક્ષાદિ વ્યવસ્થાને અવિરોધથી ઉપપાદન કરે છે, એથી આ જૈનેન્દ્રપ્રવચનના અમૃતનું પાન કરીને “ઉપચરિત ભોગાભાવ મોક્ષ છે” ઇત્યાદિ અનાદિકાળથી પાન કરેલું મિથ્યાષ્ટિના વચનની વાસનારૂપ વિષને સહૃદયવાળા જીવો વમન કરો. અધિક લતાદિમાં સ્યાદ્વાદકલ્પલતામાં વિવેચન છે. ભાવાર્થ : આત્માનું ફૂટસ્થપણું જે શ્રુતિથી સિદ્ધ છે તે ઇતરમાં અવૃત્તિ એવા સ્વાભાવિક જ્ઞાન-દર્શનના ઉપયોગવસ્વરૂપે સમર્થનીય :
પૂર્વમાં પૂજય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે સ્થાપન કર્યું એ પ્રમાણે મુક્ત આત્મામાં પણ ચિના વિવર્તી છે અર્થાત્ ચિતૂપ જે જ્ઞાન છે તે જગવર્તી શંય પદાર્થોના પરિવર્તનને અનુરૂપ અન્ય અન્યરૂપે પરિવર્તન પામે છે એ રૂપ ચિના વિવર્તી છે અને તેમ સ્વીકારીએ તો આત્માને ફૂટસ્થ માનનાર જે શ્રુતિ છે, તેની સંગતિ થાય નહીં તેનું સમાધાન કરતાં કહે છે –
આત્માને કૂટસ્થ માનનાર જે શ્રુતિઓ છે તે શ્રુતિનો અર્થ એ કરવો કે આત્માથી ઇતરમાં અવૃત્તિ એવા આત્માના સ્વાભાવિક જ્ઞાન-દર્શનનો ઉપયોગ આત્મામાં છે તે સ્વરૂપ આત્મા કૂટસ્થ નિત્ય છે અને તેમ સ્વીકારવાથી સિદ્ધમાં જ્ઞાનના વિવર્તી સ્વીકારવામાં કોઈ વિરોધ આવશે નહીં.
આશય એ છે કે આત્માથી ઇતર સર્વ અચેતન પદાર્થો છે, તેમાં જ્ઞાન-દર્શનનો ઉપયોગ ક્યારેય હોતો નથી પરંતુ ઇતરમાં ન રહે તેવો અને જીવના સ્વભાવભૂત જ્ઞાન-દર્શનના ઉપયોગવાળાપણું