________________
૧૦૦
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૫૫ની ઉપા. મ.સા.ની ટિપ્પણી થાય છે તે જ્ઞાનનું આત્માને કોઈ પ્રયોજન ન હોય તોપણ સર્વ જ્ઞયના જ્ઞાનરૂપ કેવલજ્ઞાન આત્માને થાય છે, તેમ પૂર્વમાં સ્થાપન કરેલ છે. તેનાથી પાતંજલદર્શનકારનો મત નિરાકૃત થાય છે.
આ પાતંજલદર્શનકારનો મત યુક્ત નથી તેમાં હેતુ કહે છે – - ચિન્તાવચ્છેદથી એક એવા ચિદૂરૂપ આત્માનું સર્વવિષયકત્વસ્વભાવની કલ્પના છે.આશય એ છે કે આત્મા ચિતધર્મવાળો છે અને તે ધર્મથી આત્માનો સર્વવિષયક જ્ઞાન કરવાનો સ્વભાવ છે, એ પ્રમાણે વિચારકો સ્વીકારે છે માટે પાતંજલદર્શનકારનો મત યુક્ત નથી. ચિત્ત્વધર્માવવચ્છેદથી એક આત્માનું સર્વવિષયકત્વ સ્વભાવ ન માનીએ અને અર્થના બોધથી શૂન્ય ચિક્તિને માનીએ તો તે માનવામાં પ્રમાણનો અભાવ :
અહીં પાતંજલદર્શનકાર કહે કે આત્મામાં રહેલ ચિતધર્મ અર્થનું જ્ઞાન કરતું નથી એમ સ્વીકારીએ તો શું વાંધો છે? તેના નિરાકરણ માટે કહે છે –
અર્થના બોધથી શૂન્ય એવા ચિધર્મને સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી, કેમ કે ચૈતન્ય જ્ઞાનસ્વરૂપ છે, તેથી તે જ્ઞાન શેયનો અવશ્ય બોધ કરે છે તેમ સ્વીકારવું જોઈએ. બિંબરૂપ ચિત્સામાન્યના અવિવર્તની કલ્પનામાં અચિત્સામાન્યના પણ અવિવર્ત સ્વીકારવાની આપત્તિ :
અહીં પાતંજલદર્શનકાર કહે કે જેમ સરોવરમાં ચંદ્રનું બિબ પડે છે અને સરોવરનું પાણી ચાલે છે ત્યારે ચંદ્ર ચાલે છે તેવી પ્રતીતિ થાય છે, વાસ્તવિક રીતે બિંબરૂપ ચંદ્ર સ્થિર છે તેમ બુદ્ધિમાં બિંબરૂપ ચિત્સામાન્યનું પ્રતિબિંબ પડે છે અને બુદ્ધિ જુદા જુદા શેયનું જ્ઞાન કરે છે, તેથી ચિત્સામાન્યમાં=ચિદ્રુપ આત્મામાં જ્ઞાનના વિવર્તી છે તેવી પ્રતીતિ થાય છે. પરમાર્થથી બુદ્ધિમાં બિંબરૂપ ચિત્સામાન્યમાં કોઈ જ્ઞાનના વિવર્તી નથી. પરંતુ અચિતૂપ એવી બુદ્ધિમાં જ ચિના વિવર્તી છે. તેનું નિરાકરણ કરવા માટે પૂજય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબ કહે છે –
બુદ્ધિમાં બિંબરૂપે રહેલા ચિત્સામાન્યના=આત્માના, અવિવર્તની કલ્પનામાં અચિત્સામાન્યની પણ તેવા પ્રકારના કલ્પનાની આપત્તિ છે; કેમ કે અચિત્સામાન્યના વિવર્તાના વ્યવહારની બુદ્ધિવિશેષના ધર્મો વડે જ ઉપપત્તિ છે. આશય એ છે કે ચંદ્રના દષ્ટાંતથી બિંબરૂપ એવા આત્માને જ્ઞાનના વિવર્ત વગરનો સ્વીકારવામાં આવે તો અચિતૂપ અર્થાત્ ચૈતન્યના અભાવરૂપ એવા માટી આદિ દ્રવ્યો પણ તેવા જ છે તેમ માનવું જોઈએ; કેમ કે આત્મા દ્રવ્ય છે અને તેના કોઈ પણ વિવર્ત નથી તેમ સ્વીકારીએ તો માટી આદિ દ્રવ્યો છે તેમાં પણ કોઈ પરિવર્તન નથી તેમ સ્વીકારવું જોઈએ અને આત્મા કૂટસ્થ નિત્ય છે તેમ સર્વ દ્રવ્યો કૂટસ્થ નિત્ય છે તેમ સ્વીકારવું જોઈએ. વ્યવહારની બુદ્ધિવિશેષ ધર્મો વડે જ ઉપપત્તિ :
અહીં પાતંજલદર્શનકાર કહે કે માટી આદિ દ્રવ્યોમાં અન્ય અન્ય ભાવરૂપે પરાવર્તન થવા રૂપ વિવર્તી પ્રત્યક્ષથી દેખાય છે, તેથી અચિત એવા માટી આદિ દ્રવ્યોને વિવર્ત વગરના સ્વીકારી શકાય નહિ. તેને પૂજય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબ કહે છે –