________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૫૫ની ઉપા. મ.સા.ની ટિપ્પણી
૯૯
આ આપત્તિના નિવારણ માટે સાંખ્યદર્શનકાર કહે કે માટી આદિ પદાર્થોમાંથી ઘટાદિ વિવર્તો થતાં દેખાય છે તે વ્યવહારની સંગતિ કઈ રીતે થઈ શકે ? તેના નિવારણ માટે ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબ કહે છે
व्यवहारस्य ૩૫પત્તે:, વ્યવહારની બુદ્ધિવિશેષ ધર્મો વડે જ ઉ૫પત્તિ=સંગતિ છે અર્થાત્ જેમ પાતંજલદર્શનકાર ચિત્તા વિવર્તો સ્વીકારતા નથી પરંતુ ચિત્ એવા આત્માને ફૂટસ્થ નિત્ય સ્વીકારે છે અને સંસારી જીવોને જુદા જુદા પ્રકારનો જ્ઞાનના ઉપયોગનો જે અનુભવ છે તે બુદ્ધિવિશેષના ધર્મો છે તેમ કહે છે, તે રીતે માટીમાંથી ધડા આદિના વિવર્તો થાય છે ત્યાં પણ કહી શકાય કે માટી આદિમાં કોઈ વિવર્તો નથી પરંતુ જોનાર પુરુષના બુદ્ધિવિશેષરૂપ ધર્મો વડે તે વિવર્તોની પ્રતીતિ થાય છે. (તેથી જેમ અચિત્સામાન્યના વિવર્તો પાતંજ્લદર્શનકાર સ્વીકારે છે તેમ ચિત્સામાન્યના વિવર્તો તેમણે સ્વીકારવા જોઈએ એ પ્રમાણે ઉપાધ્યાય યશોવિજ્યજી મહારાજ સાહેબનો આશય છે.) यदि તુત્યપ્રસરાત્, અને જો અચિત્સામાન્ય નિષ્ઠ જ અચિમાં વિવર્ત કલ્પાય છે તો તુલ્યન્યાયથી ચિત્તા વિવર્ત પણ ચિત્સામાન્ય નિષ્ઠ જ સ્વીકારવા માટે યુક્ત પરંતુ ચિત્ એવા આત્માને અચિત્તા વિવર્તોના અધિષ્ઠાનરૂપે જ ક્લ્પના કરવો યુક્ત નથી; કેમ કે નયના આદેશનું સર્વ દ્રવ્યમાં તુલ્યપ્રસરપણું છે.
ભાવાર્થ:
સ્વસામગ્રીથી કેવલજ્ઞાન પ્રગટ થાય છે અને મુક્તિમાં રહે છે એ કથન દ્વારા વિવેકથી થયેલું સર્વવિષયક એવું જ્ઞાન સત્ત્વનો ગુણ હોવાથી નિવૃત્તઅધિકારવાળી પ્રકૃતિ હોતે છતે પ્રવિલય પામતું એવું આત્માને સ્પર્શતું નથી, એથી આત્મા અર્થશૂન્ય નિર્વિકલ્પ ચિદ્રૂપ મુક્તિમાં રહે છે આ કથન અપાસ્ત થાય તેનું સહેતુક વિધાન :
પૂર્વમાં કહ્યું કે સ્વસામગ્રીથી નિષ્પ્રયોજન પણ સર્વજ્ઞેયનું જ્ઞાન આત્મદર્શનથી થાય છે અને તે કેવલજ્ઞાન મુક્તિમાં પણ રહે છે, એ કથન દ્વારા પાતંજલદર્શનકારની અન્ય માન્યતાનું નિરાકરણ થાય છે. પાતંજલદર્શનકાર માને છે કે યોગીને વિવેકથી ઉત્પન્ન થયેલું સર્વવિષયક જ્ઞાન હોય છે અને તે જ્ઞાન સત્ત્વનો ગુણ છે અર્થાત્ પ્રકૃતિ સત્ત્વ, રજસ્ અને તમોગુણવાળી છે અને પ્રકૃતિમાંથી બુદ્ધિ ઉત્પન્ન થયેલી છે, તે બુદ્ધિનો સત્ત્વગુણ પ્રકર્ષવાળો વર્તતો હોય છે ત્યારે યોગીને સર્વવિષયક જ્ઞાન ઉત્પન્ન થાય છે માટે તે જ્ઞાન સત્ત્વનો ગુણ છે પરંતુ આત્માનો ગુણ નથી અને જ્યારે પુરુષને આશ્રયીને પ્રકૃતિ નિવૃત્તઅધિકારવાળી બને છે ત્યારે તે સત્ત્વગુણવાળું જ્ઞાન વિલય પામે છે, પરંતુ આત્માને સ્પર્શતું નથી, એથી આત્મા અર્થના ઉપયોગથી શૂન્ય એવો નિર્વિકલ્પ ચિત્તૂપ જ મુક્તિમાં રહે છે અર્થાત્ કોઈ વાચ્ય પદાર્થોનો આત્માને બોધ નથી, તેથી કોઈ જ્ઞાનના વિકલ્પો નથી પરંતુ અર્થોના વિકલ્પોથી શૂન્ય નિર્વિકલ્પ એવો ચિત્તૂપ જ આત્મા મુક્તિમાં રહે છે, આ પ્રકારનું પાતંજલદર્શનકારનું કથન નિરાકરણ થાય છે; કેમ કે સ્વસામગ્રીથી સર્વજ્ઞેયનું જ્ઞાન આત્માને પ્રગટ