________________
૯૮
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૫૫ની ઉપા. મ.સા.ની ટિપ્પણી આવશ્યક છે. તેમાં યોગબિંદુના ઉદ્ધરણની જે સાક્ષી આપી તેનો ભાવ આ પ્રમાણે છે –
જે શેય પદાર્થ છે તે જ્ઞાનનો વિષય છે અને જ્ઞાતા એવા પુરુષમાં વર્તતા જ્ઞાનનું પ્રતિબંધક એવું કર્મ ન હોય તો તે જ્ઞાતા જોયમાં અજ્ઞ કઈ રીતે હોઈ શકે ? અર્થાત્ અન્ન હોઈ શકે નહીં. તેમાં દૃષ્ટાંત બતાવે છે –
અગ્નિમાં દાહક સ્વભાવ છે, તેથી તે દાહ્યને બાળે છે અને દાહ્યને બાળવામાં કોઈ પ્રતિબંધક વિદ્યમાન ન હોય તો અગ્નિ અવશ્ય દાહ્યને બાળે છે તેમ જ્ઞાનનું કોઈ પ્રતિબંધક ન હોય તો જ્ઞાતાનું જ્ઞાન શેયનું જ્ઞાન અવશ્ય કરાવે છે. અર્થ :
તેને ...... મપાત, આના દ્વારા પૂર્વમાં કહ્યું કે સ્વસામગ્રીથી કેવલજ્ઞાન પ્રગટ થાય છે અને તે મુક્તિમાં પણ રહે છે એના દ્વારા, કોઈકનું આ કથન પણ અપાસ છે એમ અન્વય છે. તે કથન આ પ્રમાણે છે –
વિવેકથી થયેલું સર્વવિષયક એવું જ્ઞાન ઉત્પન થયેલું પણ સત્ત્વનો ગુણ હોવાથી અર્થાત્ આત્માનો ગુણ નહીં પરંતુ સત્ત્વનો ગુણ હોવાથી નિવૃત્ત અધિકારવાની પ્રકૃતિ હોતે છતે પ્રવિલય પામતું એવું આત્માને સ્પર્શતું નથી, એથી આત્મા અર્થશૂન્ય પદાર્થના બોધ રહિત, નિર્વિકલ્પ ચિદ્રુપ જ મુક્તિમાં રહે છે.
કોઈકનો આ મત કેમ અપાસ્ત છે ? તેમાં હેતુ કહે છે –
રિક્વીઝેન .... ત્પના, ચિન્તાવચ્છેદથી-ચિત્ત્વધર્મથી એકસર્વવિષયકત્વસ્વભાવની કલ્પના છે.
અહીં સાંખ્યદર્શનકાર કહે કે ચિત્ત્વધર્માવચ્છેદથી એકસર્વવિષયકત્વ સ્વભાવ ન માનીએ અને અર્થના બોધથી શૂન્ય ચિત્શક્તિને માનીએ તો શું વાંધો છે ? એથી કહે છે –
અર્થશૂન્યાયાં ....માનામાવત, અર્થશૂન્ય એવી ચિતિમાં કોઈક પદાર્થવિષયક બોધ ન હોય તેવા ચૈતન્યમાં, માનનો અભાવ છે અર્થાત્ પ્રમાણનો અભાવ છે.
અહીં પૂર્વપક્ષી કહે કે ચિતિનું બુદ્ધિમાં બિંબ પડે છે તેથી ચિત્ બિંબરૂપ છે અને ચિત્ સામાન્યથી કોઈ વિવર્તવાળું નથી=નવા નવા પરિણામરૂપે પામનારું નથી પરંતુ સદા સ્થિર એકસ્વરૂપવાળું છે માટે ચિમાં અર્થનો બોધ સ્વીકારી શકાય નહીં. તેના નિરાકરણ માટે ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબ કહે છે –
વિશ્વરૂપસ્ય....ત્પનાપ્રૉ: બિબરૂપ ચિસામાન્યના અવિવર્તની કલ્પનામાં અચિસામાન્યની પણ=માટી આદિ ચૈતન્યના અભાવવાળા સર્વપદાર્થોની પણ, તેવા પ્રકારની કલ્પનાની આપત્તિ છેઃ અવિવર્ત સ્વીકારવાની આપત્તિ છે અર્થાત્ નવા નવા આકારરૂપે માટી આદિ પરિણામ પામતા નથી તેમ સ્વીકારવાની આપત્તિ છે.