________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-પપની ઉપા. મ.સા.ની ટિપ્પણી દગ્ધકલેશબીજવાળા જીવને વિવેકથી ઉત્પન્ન થયેલા જ્ઞાનમાં અપેક્ષા નથી જ્ઞાન વગર પણ મુક્ત થઈ શકે છે. માટે જ્ઞાનના અભાવવાળા પુરુષને પણ સત્ત્વની અને પુરુષની શુદ્ધિના સામ્યમાં કૈવલ્ય=મુક્ત, થઈ શકે છે, આ પ્રકારનું ભાષ્યકારનું વચન યુક્તિ વગરનું છે એ પ્રમાણે પૂજય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબ કહે છે –
કેમ યુક્તિ વગરનું? તેમાં હેતુ કહે છે –
આત્મદર્શનના પ્રતિબંધક જ કર્મનું કેવલજ્ઞાનનું પ્રતિબંધકપણું છે, તેથી જે યોગી સત્ત્વની અને પુરુષની શુદ્ધિનું સામ્ય પ્રાપ્ત કરે છે તે યોગી જયારે આત્મદર્શન માટે યત્ન કરે છે, તેના બળથી આત્મદર્શનના પ્રતિબંધક કર્મોનો અપગમ થાય છે તે વખતે તે યોગીને કેવલજ્ઞાનની ઉત્પત્તિ અવશ્ય થાય છે માટે વિવેકથી ઉત્પન્ન થનારા કેવલજ્ઞાનની પ્રાપ્તિ વગર સત્ત્વની અને પુરુષની શુદ્ધિનું સામ્ય સંભવે નહિ તેથી ભાગ્યકાર કહે છે કે વિવેકથી ઉત્પન્ન થનારા જ્ઞાનના અભાવવાળા પુરુષને મુક્તપણું પ્રાપ્ત થઈ શકે છે એ કથન અસંગત છે. મુક્તિની પ્રાપ્તિમાં આત્માની અતિરિક્ત શેયનું જ્ઞાન નિપ્રયોજન છે એ પ્રકારના ભાષ્યકારના કથનનું યુક્તિ દ્વારા નિવારણ અને સ્વસામગ્રીથી નિપ્રયોજન પણ સર્વજ્ઞયનું જ્ઞાન કેવલીને થાય છે તે સ્વીકારવા માટેની ઉદ્ધરણસહિત યુક્તિ :
અહીં ભાષ્યકાર કહે કે સત્ત્વ અને પુરુષની શુદ્ધિના સામ્યની પ્રાપ્તિ માટે આત્મદર્શનનો પ્રયત્ન આવશ્યક છે અને તેનાથી આત્માના સ્વરૂપનું દર્શન થાય છે તેમ સ્વીકારી શકાય, પરંતુ સર્વજ્ઞયના જ્ઞાનરૂપ કેવલજ્ઞાન થાય છે તેમ સ્વીકારવાની આવશ્યક્તા નથી; કેમ કે મુક્તિની પ્રાપ્તિમાં આત્માથી અતિરિક્ત અન્ય શેયનું જ્ઞાન નિપ્રયોજન છે. તેના નિવારણ માટે પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબ અન્ય હેતુ કહે છે –
નિપ્રયોજન એવા પણ ફળરૂપ તેનું સ્વસામગ્રીસિદ્ધપણું છે. આશય એ છે કે સર્વકર્મથી મુક્ત થવા માટે આત્માનું દર્શન જ આવશ્યક છે, પરંતુ અન્યયનું જ્ઞાન આવશ્યક નથી, તેથી અન્ય જ્ઞેયનું જ્ઞાન આત્મા માટે નિપ્રયોજનવાળું છે, તોપણ યોગી જયારે આત્મસ્વરૂપના દર્શન માટે ઉદ્યમ કરે છે ત્યારે અરૂપી એવા આત્માનું દર્શન થાય છે તે વખતે સર્વ જ્ઞાનાવરણીયકર્મનો વિગમન થવાને કારણે આત્માની મુક્તિની પ્રાપ્તિ માટે નિપ્રયોજન એવું પણ સર્વ જ્ઞયનું જ્ઞાન આત્મસ્વરૂપના દર્શનના વ્યાપારથી ફળરૂપે પ્રાપ્ત થાય છે, કેમ કે તેવા જ્ઞાનની સામગ્રી પ્રાપ્ત થાય તો સામગ્રીથી તે જ્ઞાન પ્રગટ થાય છે અર્થાત્ કેવલજ્ઞાનની પ્રાપ્તિ માટે કેવલજ્ઞાનના પ્રતિબંધક કર્મોનો નાશ આવશ્યક છે અને કેવલજ્ઞાનના પ્રતિબંધક કર્મોના નાશની સામગ્રી શુદ્ધ આત્માના પારમાર્થિકસ્વરૂપને જોવાના વ્યાપારથી થાય છે અને શુદ્ધ આત્માના પારમાર્થિકસ્વરૂપને જોવા માટે સમ્ય યત્ન કરવામાં પ્રતિબંધક એવા કર્મોના અપગમથી શુદ્ધ આત્માને જોવાનો વ્યાપાર થાય છે અને જે યોગીને શુદ્ધ આત્માને જોવાને અનુકૂળ એવા પ્રતિભજ્ઞાનના પ્રતિબંધક કર્મોનો અપગમ થયો છે તે યોગી તે પ્રતિભજ્ઞાનરૂપ સામગ્રીના બળથી અને શુદ્ધ આત્માને જોવાના પ્રયત્નરૂપ સામર્થ્યયોગના બળથી જ્ઞાનને આવનારા