________________
૯૪
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૫૫ની ઉપા. મ.સા.ની ટિપ્પણી
વિશેષાર્થ :
જૈનદર્શનની પ્રક્રિયા પ્રમાણે વિવેકથી ઉત્પન્ન થનારું કેવલજ્ઞાન થાય ત્યારે સત્ત્વની=જીવની પરિણતિની, ઘણી શુદ્ધિ થયેલી છે તોપણ પૂર્ણશુદ્ધિ થયેલી નથી; કેમ કે યોગકૃત કર્મબંધ કેવલીને પણ ચાલુ હોય છે, માટે સત્ત્વ પ્રકૃતિમાં લીન નથી. જીવ પૂર્ણસ્વરૂપે આત્મભાવમાં નથી પરંતુ ઉપયોગ સ્વરૂપે આત્મભાવમાં છે અને ક્રિયાસ્વરૂપે પુદ્ગલભાવમાં વર્તે છે અને યોગનિરોધકાળમાં લેશ પણ કર્મબંધ નથી તેથી સત્ત્વ પ્રકૃતિમાં લીન છે માટે યોગનિરોધકાળમાં સત્ત્વરૂપ પુરુષની પૂર્ણ શુદ્ધિ છે; કેમ કે કર્મબંધને અનુકૂળ એવો લેશ પણ વ્યાપાર નથી અને યોગનિરોધ પૂર્વે પુરુષની ઘણી શુદ્ધિ હોવા છતાં કર્મબંધને અનુકૂળ યોગનો વ્યાપાર હોવાથી પુરુષની પૂર્ણ શુદ્ધિ નથી પરંતુ જ્યારે પુરુષની પૂર્ણશુદ્ધિ થાય છે ત્યારે પુરુષ સર્વકર્મથી રહિત બને છે.
અહીં ‘સત્ત્વ’ શબ્દથી પુરુષમાં વર્તતો સાત્ત્વિક પરિણામ ગ્રહણ કરવો, તેથી જીવનો સાત્ત્વિક પરિણામ યોગનિરોધકાળમાં પૂર્ણ શુદ્ધ છે અને પુરુષ પણ ત્યારે કર્મબંધને અનુકૂળ વ્યાપારવાળો નહિ હોવાથી પૂર્ણશુદ્ધ છે માટે તેના ફળસ્વરૂપ પુરુષનો મોક્ષ થાય છે.
ઉત્થાન :
પૂર્વમાં પાતંજલયોગસૂત્ર ૩-૫૫ ઉપર ભાષ્યમાં બતાવેલ કે વિવેકજ્ઞાનના અભાવવાળાને પણ સત્ત્વની અને પુરુષની શુદ્ધિના સામ્યમાં કૈવલ્ય થાય છે, અને તે વચન અનુચિત છે તેમ પૂછ્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબે સ્થાપન કર્યું. તે વિષયમાં ભાષ્યકાર શું કહે છે તે બતાવીને તે કથન પણ નિર્યુક્તિક છે એ બતાવતાં કહે છે -
=
અર્થ :
ર્ધવજ્ઞેશવીનસ્ય .... સર્વનનીયત્વાત્, દગ્ધક્લેશબીજ્વાળા=ક્લેશનું બીજ જેમનું બળી ગયું છે એવા, યોગીને વળી જ્ઞાનમાં અપેક્ષા નથી (એથી વિવેક્થી ઉત્પન્ન થયેલ જ્ઞાનના અભાવવાળાને પણ મુક્તિ થઈ શકે છે એ પ્રમાણે ભાષ્યકાર વ્યાસમુનિ કહે છે.) એ પ્રકારની ઉક્તિનું-એ પ્રકારના ભાષ્યકારના વચનનું, નિર્યુક્તિપણું છે; કેમ કે આત્મદર્શનના પ્રતિબંધક કર્મનું જ કેવલજ્ઞાનનું પ્રતિબંધકપણું હોવાને કારણે તેના અપગમમાં=આત્મદર્શનના પ્રતિબંધક કર્મના અપગમમાં, તેની ઉત્પત્તિનું=કેવલજ્ઞાનની ઉત્પત્તિનું, અવર્જનીયપણું છે.
અહીં પ્રશ્ન થાય કે આત્મદર્શન માટે કરાતા યત્નથી આત્મદર્શનના પ્રતિબંધ કર્મનું વિગમન થઈ શકે, પરંતુ તે કર્મના વિગમનથી સર્વજ્ઞેયના જ્ઞાનસ્વરૂપ કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે તેમ સ્વીકારવું નિષ્પ્રયોજન છે. તેના નિવારણ માટે હેતુ કહે છે –
निष्प्रयोजनस्य સિદ્ધાત્, નિષ્પ્રયોજન એવા પણ ફળરૂપ તેનું=સર્વજ્ઞેયનું જ્ઞાન આત્માને માટે નિષ્પ્રયોજન છે આમ છતાં આત્મદર્શન માટે કરાયેલા પ્રયત્નના ફળરૂપ એવા સર્વજ્ઞેયના જ્ઞાનનું સ્વસામગ્રીસિદ્ધપણું છે અર્થાત્ કેવલજ્ઞાનની પ્રાપ્તિના જે કારણસમુદાયરૂપ સામગ્રી છે તેનાથી સર્વજ્ઞેયના જ્ઞાનનું સિદ્ધપણું છે.