________________
૯o
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-પપની ઉપા. મ.સા.ની ટિપ્પણી કર્મોનો અપગમ કરે છે અને તે રૂપ સામગ્રીના બળથી કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે અને નિસ્પ્રયોજન એવું પણ સર્વજ્ઞયનું જ્ઞાન=મુક્તઅવસ્થાની પ્રાપ્તિમાં તે જ્ઞાનનું કોઈ પ્રયોજન નથી, એ પ્રકારના ભયથી સર્વજ્ઞયના જ્ઞાનનું કારણ એવું કેવલજ્ઞાન જો તેની પ્રાપ્તિની કારણ સામગ્રીને પ્રાપ્ત કરે તો કેવલજ્ઞાનરૂપ કાર્ય ન થાય તેમ કહી શકાય નહીં, કેમ કે જે કાર્યને અનુકૂળ સામગ્રી પ્રાપ્ત થાય તે સામગ્રીથી તે કાર્ય અવશ્ય પ્રાપ્ત થાય છે. સામગ્રીથી અવશ્ય કાર્ય થાય છે તેની પુષ્ટિ કરવા અર્થે સાક્ષીપાઠ આપે છે –
સંસારી જીવોમાં વર્તતા નિર્મળ કોટિના મતિજ્ઞાનથી ક્લેશની પક્તિ ક્લેશનો નાશ, થાય છે. પરંતુ કેવલજ્ઞાનથી કોઈ ક્લેશનો નાશ થતો નથી. તેથી ફલિત થાય છે કે ક્લેશના નાશમાં મતિજ્ઞાન ઉપયોગી છે, કેવલજ્ઞાન ઉપયોગી નથી આમ છતાં કેવલજ્ઞાન કેમ થાય ? એથી કહે છે –
અંધકારના પ્રચયની નિશેષ સંપૂર્ણ, વિશુદ્ધિથી પ્રભવ ઉત્પન્ન થયેલું એવું, કેવલજ્ઞાન છે. અર્થાત્ આત્મામાં જ્ઞયનો બોધ કરવામાં અંધકાર આપાદક જ્ઞાનાવરણીય કર્યો છે અને તે અંધકારના પ્રચયરૂપ છે, તે અંધકારના પ્રચયરૂપ સંપૂર્ણ કર્મના નાશથી આત્મામાં વિશુદ્ધિ થાય છે અને તે વિશુદ્ધિને કારણે સર્વજ્ઞયના બોધસ્વરૂપ કેવલજ્ઞાન પ્રગટે છે માટે કેવલજ્ઞાનની પ્રાપ્તિની સામગ્રીથી કેવલજ્ઞાન પ્રગટે છે અને કેવલજ્ઞાન ક્લેશનાશ પ્રત્યે નિસ્પ્રયોજન છે; કેમ કે ક્લેશનાશ મતિજ્ઞાનથી થાય છે.
સાક્ષીપાઠમાં કહ્યું એ રીતે ગુણ વિશેષથી કેવલજ્ઞાનનું જન્યપણું હોવા છતાં પણ આત્મદર્શનની જેમ મુક્તિમાં તેનું અવ્યભિચારિપણું.
આ રીતે=ઉદ્ધરણમાં બતાવ્યું એ રીતે, મતિજ્ઞાનથી ક્લેશનાશ થાય છે અને તેના કારણે અંધકાર આપાદક જ્ઞાનાવરણીય કર્મનો નાશ થાય છે અને તેનાથી કેવલજ્ઞાન થાય છે એ રીતે ગુણવિશેષરૂપ મતિજ્ઞાનથી કેવલજ્ઞાન જન્ય હોવા છતાં પણ જેમ ગુણવિશેષથી ઉત્પન્ન થયેલું આત્મદર્શન મુક્ત અવસ્થામાં રહે છે, તેમ ગુણવિશેષથી જન્ય એવું કેવલજ્ઞાન પણ મુક્ત અવસ્થામાં સમાન રીતે રહે છે.
ક્લેશનાશ પ્રત્યે કેવલજ્ઞાન કારણ નહીં હોવા છતાં ક્લેશનાશ માટે યત્ન કરતા યોગીને સર્વવિષયક એવું કેવલજ્ઞાન કેમ પ્રગટે છે તે સ્પષ્ટ કરતાં કહે છે – વસ્તુતઃ જ્ઞાનનો સર્વવિષયકત્વ સ્વભાવ છે અને છાસ્થનું જ્ઞાન વિચિત્ર જ્ઞાનાવરણથી પ્રતિબંધ પામે છે એથી સંપૂર્ણ પ્રતિબંધકનો અપગમ હોવાથી કેવલજ્ઞાનમાં સર્વવિષયકત્વ આવશ્યક :
વાસ્તવિક રીતે જ્ઞાનનો સર્વવિષયકત્વ સ્વભાવ છે અર્થાત્ જગતવર્તી સર્વ વિષયોનું બોધ કરાવે તેવો સ્વભાવ છે અને છબસ્થ જીવોને તેવા સ્વભાવવાળું જ્ઞાન વિચિત્ર જ્ઞાનાવરણીય કર્મને કારણે પ્રતિબંધને પામેલું છે, તેથી જે યોગીઓ મોતના ત્યાગપૂર્વક શુદ્ધ આત્માને જોવા માટે યત્ન કરે છે તે યોગીઓને મોહરહિત એવા આત્માના સ્વરૂપનું સ્વસંવેદન પ્રત્યક્ષ થાય છે, ત્યારપછી અરૂપી આત્માનું દર્શન થાય છે તે વખતે તે છબસ્થના જ્ઞાનના આવારક સર્વ કર્મોનો અપગમ થાય છે, તેથી જ્ઞાનના આવારક એવા સર્વકર્મથી રહિત યોગીનું જ્ઞાન સર્વવિષયને ગ્રહણ કરે છે એમ સ્વીકારવું