________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૫૫ની ઉપા. મ.સા.ની ટિપ્પણી
વળી તત્ત્વાર્થસૂત્રમાં પુદ્ગલોના ગુણોનું વર્ણન કરેલ છે તે સ્થળમાં ‘સત્'નું લક્ષણ કરતાં કહ્યું છે કે ‘ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય યુક્ત જે હોય તે સત્ છે' અને આ સત્નું લક્ષણ માત્ર પુદ્ગલમાં કે અચેતન દ્રવ્યોમાં નહીં પરંતુ સર્વ દ્રવ્યોમાં ગ્રહણ કરવામાં આવે તો મુક્ત આત્મા પણ સત્ છે. માટે મુક્ત આત્માને માત્ર ધ્રુવ સ્વીકારી શકાય નહીં પરંતુ મુક્ત આત્માને જેમ ધ્રુવ સ્વીકારીએ તેમ મુક્ત આત્મામાં ઉત્પાદ અને વ્યય પણ સ્વીકારવો પડે તો તે સત્ દ્રવ્ય છે તેમ કહી શકાય અને તેમ સ્વીકારીએ તો સંસારી જીવો સ્વવિભાવપર્યાયથી ઉત્પાદ અને વ્યયવાળા છે અને મુક્તજીવો સ્વસ્વભાવપર્યાયથી ઉત્પાદ અને વ્યયવાળા છે અને આત્મારૂપે ધ્રુવ છે તેમ સંગત થાય અને તેમ સ્વીકરીએ તો બંધ-મોક્ષ આદિની વ્યવસ્થાનું પણ અવિરોધથી ઉપપાદન થાય છે=સંગત થાય છે; કેમ કે ધ્રુવ એવો આત્મા સંસારઅવસ્થામાં પોતાના વિભાવપર્યાયથી ઉત્પાદ-વ્યયવાળો હતો અને સાધના દ્વારા તે પોતાનો વિભાવપર્યાય દૂર કરે છે, તેથી હવે મુક્ત અવસ્થામાં તે આત્મા પોતાના સ્વભાવપર્યાયથી ઉત્પાદ-વ્યયવાળો છે તેમ સંગત થાય અને તેમ સ્વીકારીએ તો આત્મા મુક્તઅવસ્થામાં પૂર્ણ જ્ઞાન અને સુખવાળો છે અને જ્ઞેયના બોધના પરાવર્તનથી મુક્તઅવસ્થામાં ચિત્સામાન્યના વિવર્તો વર્તે છે, તેમ સ્વીકારવામાં કોઈ વિરોધ થાય નહિ. આ પ્રકારનું જિનેશ્વરદેવના પ્રવચનના અમૃતનું પાન કરીને સુંદર હૃદયવાળા જીવો અર્થાત્ સુંદર બોધવાળા જીવો “ઉપરિત ભોગાભાવ મોક્ષ છે’’
ઇત્યાદિ મિથ્યાદષ્ટિના વચનથી વાસનાના વિષને વમન કરો.
૧૦૪
આશય એ છે કે પાતંજલમતાનુસાર આત્મા કૂટસ્થ નિત્ય છે, તોપણ પ્રકૃતિમાંથી બુદ્ધિ ઉત્પન્ન થઈ છે અને તે બુદ્ધિમાં આત્માનું પ્રતિબિંબ પડે છે, આત્માના પ્રતિબિંબવાળી પ્રકૃતિ જે ભોગો કરે છે તે પુરુષ ભોગ કરે છે તેમ ઉપચારથી કહેવાય છે. જેમ યોદ્ધાઓ યુદ્ધ કરે છે અને તેમાં જય પ્રાપ્ત કરે ત્યારે રાજા જીત્યો એમ ઉપચારથી કહેવાય છે. વસ્તુતઃ રાજા યુદ્ધ કરવા ગયો ન હોવાથી તે જીત્યો તેમ કહી શકાય નહીં એ રીતે પુરુષ કૂટસ્થ નિત્ય હોવાથી ભોગ કરતો નથી, પરંતુ પુરુષના પ્રતિબિંબવાળી પ્રકૃતિ ભોગ કરે છે તેનો ઉપચાર પુરુષમાં કરવામાં આવે છે અને જયારે યોગી સાધના કરે છે ત્યારે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ અને તે બુદ્ધિમાંથી ઉત્પન્ન થયેલો ભવપ્રપંચ તે સર્વ પ્રતિલોમથી પ્રકૃતિમાં વિલય પામે છે ત્યારે તે બુદ્ધિ પ્રકૃતિમાં વિલય પામેલી હોવાથી તે બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડતું નથી માટે પૂર્વમાં તે પુરુષનો ઉપરત ભોગ હતો તેનો અભાવ પ્રાપ્ત થાય છે તે મોક્ષ છે, એ પ્રમાણે જે પાતંજલદર્શનકાર કહે છે તે મિથ્યાદષ્ટિનું વચન છે અને તે મિથ્યાદષ્ટિના વચનથી ભાવિત થઈને એ પ્રકારની વાસના જેઓમાં વિદ્યમાન છે તે વાસનારૂપી વિષને વિચારક બુદ્ધિમાન પુરુષો પ્રસ્તુતમાં પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે જે ‘સ્પષ્ટતા કરી તેના દ્વારા વમન કરો.
વળી આ વિષ અનાદિકાળથી જીવે પીધું છે તેમ કહ્યું, તેનાથી એ પ્રાપ્ત થાય છે કે અનાદિકાળથી જીવ તત્ત્વના વિષયમાં વિપરીત બોધવાળો છે અને તત્ત્વના વિષયમાં વિપરીત બોધ વિષતુલ્ય છે