________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-પપની ઉપા. મ.સા.ની ટિપ્પણી
૯૫ નિપ્રયોજન હોવા છતાં પણ સ્વસામગ્રીથી સર્વજ્ઞયનું જ્ઞાન આત્મદર્શન માટે કરાયેલા પ્રયત્નથી થાય છે તે સ્વીકારવા માટે યુક્તિ આપે છે –
નહિ.... નાર્નયતીતિ, પ્રયોજનની ક્ષતિના ભયથી સર્વજ્ઞયનું જ્ઞાન આત્મા માટે કોઈ પ્રયોજનવાળું નથી એ પ્રકારના પ્રયોજનની ક્ષતિના ભયથી, સામગ્રી અર્થાત્ કેવલજ્ઞાનની નિષ્પત્તિની સામગ્રી, કાર્યને કેવલજ્ઞાનરૂપ કાર્યને, અર્જન કરતી નથી એમ નહિ અર્થાત્ સામગ્રી અવશ્ય કાર્યને અર્જન કરે છે.
તવિમુમ્ – તે આ કહેવાયું છે-આત્મા માટે શેયમાત્રનું જ્ઞાન કોઈ પ્રયોજનવાળું નથી તોપણ કેવલજ્ઞાનની સામગ્રી કેવલજ્ઞાનરૂપ કાર્ય કરે છે એમ જ પૂર્વમાં કહાં તે આ કહેવાયું છે –
સ્નેશપત્તિ.... તત્' “મતિજ્ઞાનથી ક્લેશની પક્તિ છે મોહનીયકર્મરૂપ ક્લેશનો નાશ છે. કેવલજ્ઞાનથી કંઈ પણ નથી=મોહનીયકર્મરૂપ ક્લેશનો નાશ કાંઈ પણ નથી. અંધકારના પ્રચયની સંપૂર્ણ વિશદ્ધિથી પ્રભાવ ઉત્પન્ન થયેલું જ, તે છે અર્થાત્ કેવલજ્ઞાન છે.”
તિ.... તુન્યમ્, એ પ્રમાણે-સાક્ષીપાઠમાં આપ્યું એ પ્રમાણે, ગુણવિશેષથી ન્યપણું હોવા છતાં પણ=મતિજ્ઞાનરૂપ ગુણ વિશેષથી કેવલજ્ઞાનનું ન્યપણું હોવા છતાં પણ, આત્મદર્શનની જેમ મુક્તિર્મા તેનું અવ્યભિચારીપણું તુલ્ય છે અર્થાત્ ચૈતન્યરૂપ આત્માનું દર્શન પાતંજ્યદર્શનકાર મુક્તિમાં સ્વીકારે છે તેમ કેવલજ્ઞાનનું મોક્ષમાં અવસ્થિતપણું તુલ્ય છે.
કેમ મોક્ષમાં સર્વજ્ઞયના જ્ઞાનરૂપ કેવલજ્ઞાનનું અવસ્થિતપણું છે. તેની સ્પષ્ટતા કરતાં કહે છે –
વસ્તુતઃ આવશ્ય, વસ્તુત: જ્ઞાનનો સર્વવિષયકત્વ સ્વભાવ છે અને છઘસ્થનું તે=જ્ઞાન, વિચિત્ર જ્ઞાનાવરણથી પ્રતિબંધને પામે છે, એથી સંપૂર્ણ પ્રતિબંધના અપગમરૂપ કેવલજ્ઞાનમાં સર્વવિષયકત્વ આવશ્યક છે.
ત૬ – તે કેવલજ્ઞાનમાં સર્વવિષયકત્વ છે તે, યોગબિંદુ લોક-૪૩૧માં કહેવાયું છે –
“જ્ઞો...૩પ્રતિવન્ય:' પ્રતિબંધક એવા જ્ઞાનાવરણનો ઉદય નહીં હોતે છતે જ્ઞાતા એવો પુરુષ શેયમાં કેવી રીતે અજ્ઞ થાય ? અર્થાત અજ્ઞ થાય નહીં. અપ્રતિબંધક એવો અગ્નિ દાહામાં દાહા એવી વસ્તુને બાળવામાં, ક્વી રીતે અંદાહક થાય અર્થાત અવશ્ય દાહાનો દાહક થાય.” ભાવાર્થ : આત્મદર્શનના પ્રતિબંધક કર્મનું જ કેવલજ્ઞાનનું પ્રતિબંધપણું હોવાને કારણે આત્મદર્શનનો પ્રતિબંધક કર્મના અપગમમાં કેવલજ્ઞાનની ઉત્પત્તિનું અવર્જનીયપણું હોવાથી દગ્ધફ્લેશબીજવાળા યોગીને જ્ઞાનમાં વળી અપેક્ષા નથી' એ પ્રકારનું ભાષ્યકારનું વચન યુક્તિરહિત :
પાતંજલયોગસૂત્ર ૩-૫૫ ઉપર ભાષ્ય છે તેમાં કહેલ કે વિવેકથી ઉત્પન્ન થયેલ જ્ઞાનના અભાવવાળા પુરુષને પણ સત્ત્વની અને પુરુષની શુદ્ધિના સામ્યમાં કૈવલ્ય પ્રગટ થાય છે તેની પુષ્ટિ માટે ભાષ્યકાર કહે છે –