________________
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૫૨-૫૩ ભાવાર્થ : ક્ષણ અને ક્રમના સંબંધમાં સંયમ કરવાથી વિવેકથી ઉત્પન્ન થયેલું જ્ઞાન જાત્યાદિથી તુલ્ય એવા બે પદાર્થોનું વિવેચક :
કાળની ક્ષણો ઘણી સૂક્ષ્મ છે, એમાં સૌથી નાની કાળની અંત્ય ક્ષણરૂપ જે સૂક્ષ્મ ક્ષણ છે, તે ક્ષણ, અને તે ક્ષણનો જે પૂર્વાપર ક્રમ, તે બંનેમાં સંયમ કરવાથી યોગીને ક્ષણોનું પરસ્પર ભેદને કરનારું જ્ઞાન થાય છે, તે જ્ઞાન સૂક્ષ્મ એવા અન્ય પદાર્થોનો સાક્ષાત્કાર કરવામાં સમર્થ બને છે.
આશય એ છે કે કાળની એક ક્ષણ જે અતિ સૂક્ષ્મ છે, તે ક્ષણ, અને તે ક્ષણ સાથે પૂર્વની ક્ષણ અને ઉત્તરની ક્ષણ તે બેમાં સંયમ કરવાથી પૂર્વ-અપર ક્ષણ કરતાં કાળની વર્તમાનની ક્ષણ જે જુદી છે તેનું જ્ઞાન થાય છે. આ રીતે પૂર્વ-અપર ક્ષણ કરતાં વચલી ક્ષણ ઉપર ભિન્નરૂપે બોધ કરવા અર્થે કરેલા સંયમથી સૂક્ષ્મ ક્ષણને ગ્રહણ કરનારું વિવેકવાળું જ્ઞાન થાય છે, અને તે વિવેકવાળું જ્ઞાન અન્ય સૂક્ષ્મ પદાર્થોને સાક્ષાત્ કરવામાં સમર્થ બને છે. સારાંશ :
પૂર્વેક્ષણ અને ઉત્તરક્ષણ તે બે ક્ષણોનો પૃથભાવ ઉપસ્થિત થાય તે પ્રકારે સંયમ કરીને ઊહ કરવાથી પૂર્વ-અપર ક્ષણનો પૃથરૂપે જે બોધ થાય છે, તે વિવેકથી પેદા થયેલું જ્ઞાન છે, તેનાથી અન્ય સૂક્ષ્મ પદાર્થોનું પણ જ્ઞાન થાય છે. ક્ષણના સંયમને કારણે થયેલું ક્ષણવિષયક સૂક્ષ્મ જ્ઞાન :
કેવા પ્રકારના વિશેષ બોધનું કારણ બને છે, તે બતાવતાં કહે છે –
પદાર્થો પરસ્પર જુદા જણાવવાનું કારણ જાતિ, લક્ષણ અને દેશ છે. જેમ - ગોત્વજાતિવાળી ગાય છે અને મહિષત્વજાતિવાળી ભેંસ છે, તે બંને પરસ્પર ભિન્ન છે તેનો બોધ ગોત્વજાતિથી અને મહિષત્વજાતિથી થાય છે.
વળી ગોત્વજાતિવાળી બે ગાયો હોય ત્યારે જાતિથી તે ગાયના ભેદનું જ્ઞાન થતું નથી, પરંતુ લક્ષણથી તેના ભેદનું જ્ઞાન થાય છે. જેમ – એક ગાય કાબરચિતરા વર્ણવાળી છે અને બીજી ગાય લાલવર્ણવાળી છે, તેથી તે બંને ગાયોમાં ગોત્વજાતિ સમાન હોવાથી જાતિથી ભેદ નહિ થતો હોવા છતાં વર્ણરૂપ લક્ષણથી ભેદ થઈ શકે છે.
વળી કોઈ વસ્તુ સમાન જાતિવાળી હોય, સમાન વર્ણવાળી હોય તો તે બેનો ભેદ જાતિથી અને વર્ણથી થતો નથી, પરંતુ તે બે વસ્તુ ભિન્ન દેશમાં રહેલી છે, તેથી આ બે વસ્તુ જુદી છે તેવો બોધ થાય છે. જેમ સમાન વર્ણવાળા અને સમાન પ્રમાણવાળા બે આમળાઓ ભિન્ન દેશમાં રહેલા હોય ત્યારે તે ભિન્ન દેશમાં રહેલા હોવાને કારણે તે બે આમળાઓ જુદાં છે, તેવો બોધ થાય છે.
વળી જયાં જાતિ, લક્ષણ અને દેશ ભેદક નથી, તેવી ભિન્ન એવી બે વસ્તુનો ભેદ અન્ય કોઈ