________________
૮૩
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૫૧, ૫૨-૫૩
વળી કોઈ યોગી પોતાને પ્રાપ્ત થયેલી સિદ્ધિને કારણે સ્મય કરે તો, પોતે કૃતકૃત્ય થઈ ગયા છે, એ પ્રકારે પોતાને માનતા સમાધિ માટે અધિક પ્રયત્ન કરવાના ઉત્સાહના ભંગવાળા થાય છે, તેથી જે યોગી અસંગ અને અસ્મય કરે છે તે યોગી તે સમાધિ દ્વારા ઉત્તરોત્તર અતિશયવાળા થઈને કૈવલ્યને પામે છે અર્થાત મુક્ત થાય છે. Il3-પII અવતરણિકા :
अस्यामेव फलभूतायां विवेकख्यातौ पूर्वोक्तसंयमव्यतिरिक्तमुपायान्तरमाह - અવતરણિકાર્ય :
આ જ ફળભૂત એવી વિવેકખ્યાતિમાં પૂર્વમાં બતાવેલ સંયમના ફળભૂત એવી વિવેકખ્યાતિમાં, પૂર્વમાં કહેલ સંયમથી વ્યતિરિક્ત અન્ય ઉપાયને કહે છે –
સૂત્ર :
क्षणतत्कमयोः संयमाद् विवेकजं ज्ञानम् ॥३-५२॥
સૂત્રાર્થ :
ક્ષણમાં અને તેના ક્રમમાં-ક્ષણના ક્રમમાં, સંયમ કરવાથી વિવેકથી ઉત્પન્ન થનારું જ્ઞાન થાય છે. Il3-પશ ટીકા :
'क्षणेति'-क्षणः सर्वान्त्यः कालावयवो यस्य कलाः प्रभवितुं न शक्यन्ते, तथाविधानां कालक्षणानां यः क्रमः पौर्वापर्येण परिणामस्तत्र संयमात् प्रागुक्तं विवेकजं ज्ञानमुत्पद्यते, अयमर्थः-अयं कालक्षणोऽमुष्मात्कालक्षणादुत्तरोऽयमस्मात् पूर्व इत्येवंविधे क्रमे कृतसंयमस्यात्यन्तसूक्ष्मेऽपि क्षणक्रमे यदा भवति साक्षात्कारस्तदाऽन्यदपि सूक्ष्म महदादि साक्षात्करोतीति विवेकज्ञानोत्पत्तिः ॥३-५२॥ ટીકાર્થ :
ક્ષUT:... ઉત્પત્તિ: | સર્વ અંત્ય કાળનો અવયવ ક્ષણ છે, જેની કલા=વિભાગો કરવા માટે શક્ય નથી તેવા પ્રકારના કાળક્ષણોનો જે ક્રમ પૂર્વ-અપરપણારૂપે પરિણામ, તેમાં ક્ષણમાં અને તેના કમમાં, સંયમ કરવાથી પૂર્વમાં કહેવાયેલું વિવેકથી ઉત્પન્ન થયેલું જ્ઞાન થાય છે.
આ અર્થ છે – આ કાળક્ષણ આ કાળક્ષણથી ઉત્તર છે, આ કાળક્ષણ આ કાળક્ષણથી પૂર્વ છે. એ પ્રકારના ક્રમમાં કરાયેલા સંયમવાળા યોગીને અત્યંત સૂક્ષ્મ પણ ક્ષણક્રમમાં જ્યારે સાક્ષાત્કાર થાય છે ત્યારે અન્ય પણ સૂક્ષ્મ મહદ્ વગેરેનો સાક્ષાત્કાર થાય છે, એથી વિવેજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. ll૩-પરા